Thursday, 21 November 2013

તમે શું બોલ્યા અને અમે શું સમજ્યા ?

. . . અને લોકો ને ખરે-ખર શું સંભળાઈ રહ્યું છે ?


તમે શું બોલ્યા અને અમે શું સમજ્યા ? : - 

આ વખતે ચૂંટણી માં રાજકારણીઓ એખુબ જ સાચવીને બોલવું પડે છે. . . 

કારણ કે દેશ ની જનતા - લોકો હવે ખુબ જ સમજુ થઇ ગયા છે.  ( અરે યાર કમાલ કરો છો તમે તો જનતા એટલેશું એવું પૂછવાનું? . . .  હદ થઇ ગઈ યાર હવે તો . . . ! ) 

લોકો તરત જ સમજી જાય છે કે કવિ (તમારા માટે કવિ = રાજકારણી, નેતા, ચૂંટણી લડનાર વગેરે વગેરે. . .  !) કહેવા શું  માંગે છે. . . . અથવા કવિ (હવે વારંવાર કવિ કોણ છે અથવા કવિ એટલે શું? . . . એવું બધું ના પૂછો યાર. . . ) નો ઈશારો કઈ તરફ છે. . . .!!!

ઉદાહરણ તરીકે : (યુ સી, આજ-કાલ બધું ડીટેલ માં સમજાવવું પડે છે. . . !)

કોન્ગ્રેશ ના રાહુલ ગાંધી કહી રહ્યા છે : " બીજેપી ચોરોની પાર્ટી છે. દેશ ની જનતાએ કોન્ગ્રેશ ને પચાસ - સાઈઠ વર્ષ રાજ માટે આપ્યા, તો શું બીજા પાંચ વર્ષ વધુ માટે ના આપો? "

. . . અને લોકો ને ખરે-ખર સંભળાઈ રહ્યું છે  :

કોન્ગ્રેશ ના રાહુલ ગાંધી રડતા-રડતા કહી રહ્યા છે : "અમારી પાર્ટી પણ  ચોરોની પાર્ટી જ છે. દેશ ની જનતાએ કોન્ગ્રેશ ને લુંટવા માટે પચાસ - સાઈઠ વર્ષ આપ્યા, તો શું બીજા પાંચ વર્ષ વધુ લુંટવા માટે ના આપો? "

                                                                        *****

બીજેપી ના નરેન્દ્ર મોદી : " કોન્ગ્રેશ પણ ચોરોની પાર્ટી છે . . . કોન્ગ્રેશ દેશ ને પચાસ - સાઈઠ વર્ષ થી લુંટી રહ્યું છે, તમે એમને આટલો બધો સમય આપ્યો તો અમને ફક્ત પાંચ વર્ષ ના આપો? "

. . . અને લોકો ને ખરે-ખર સંભળાઈ રહ્યું છે :

બીજેપી ના નરેન્દ્ર મોદી : " કોન્ગ્રેશ ચોરોની પાર્ટી છે તો અમે ઘંટીચોરો ની પાર્ટી માં ગણાઈએ . . . કોન્ગ્રેશ દેશ ને પચાસ - સાઈઠ વર્ષ થી લુંટી રહ્યું છે, તમે એમને આટલો બધો સમય આપ્યો તો અમને લુંટવા માટે ફક્ત પાંચ વર્ષ ના આપો? "

# ચૂંટણી : 2014

No comments:

Post a Comment