| ટેટસ ચોરી કરશ. . . . એવું ચમનું લ્યા ? |
>>>
અમારી બધી પોસ્ટ અમારા મગઝ ની પેદાશ હોય છે . . . :)
( . . . ભલે તમને અમારા મગઝ હોવા કે ના હોવા વિષે શંકા હોય એ અલગ બાબત છે.)
અમારી પોસ્ટ માં મુખ્ય ફાળો દેશ કે નેતા #Desh_Ke_Neta , દેશ કી જનતા#Desh_Ki_Janta અને કુખ્યાત ( . . . Still in doubt ??? ) #Nimonics નો હોય છે.
ઈતિહાસ ગવાહ છે કે જયારે પણ અમે કોઈ જીવન કે મૃત વ્યક્તિ ના સબ્દો અમારી ધ ગ્રેટ દીવાલ પર મુક્યા છે ત્યારે તેમને ક્રેડીટ આપી જ છે - માર્ક ટ્વેન ભાઈ મૃત્યુ પામ્યા હોવા છતાયે જયારે પણ અમારી દીવાલ પર તેમના સબ્દો લખીએ ત્યારે તેમનું નામ નીચે હોય જ. . . .એજ રીતે પૂછી જુઓ પ્રખ્યાત શેકસપિયર ને. . . .!!
આ મહાન લેખકો ને સદાયે ગર્વ રહ્યો છે કે તેમના સબ્દો અમારી દીવાલ પર છપાતા ( ઓયે . . . ઘસડાતા કોણ બોલ્યું? ) આવ્યા છે. . . . !
આ શેકસપિયર ભાઈ એજ છે કે જે પોતે વાક્ય લખી ને નીચે પોતાનું નામ લખાવે અને પાછો આખા ગામ ને કે'તો ફરે કે - " નાંમ માં શું બાળ્યું છ? . . . " What is there in name? "
( શેકસપિયર તો બિચારો હજુ એ ફોન કરી ને ના પાડે છે કે નિમેષ , નામ ના લખે તો ચાલે હવે, પણ . . . યુ સી આપણે આપણી ક્રેડીટ નું વિચારવું પડે ને. . . . !! - લોકો પાછા વાત્યું કરે - ઓલો નિમેષ, આટલું ભણ્યો તોયે લોકુ ના સ્ટેટ્સ કોપી કરેછ . . . . !!)
- અને હઉથી મોટી બીક તો મન અમાર મિત્ર ગાંડા ભઈ ની લાગ છ, . . . તરત જ ઈમનો ફોન આવ - ચમ લ્યા, આંમ તો બૌ ફોંકા મારશ ક મુ આંમ ન મું તેમ, અન ફેસબુક પર પેલું હું કે - ટેટસ ચોરી કરશ. . . . એવું ચમ નું લ્યા ?
: એટલે જ અમારે અમારા મગઝ નો ઉપયોગ સતત કરતા રહેવું પડે છે. . . . યુ સી . . . !!
નોંધ: 1. કોઈ ની કોમળ લાગણી દુભાવવાનો અહી કોઈ પ્રયત્ન નથી. એટલે ખોટા દુખી ના થાવ.
2. ઉપર ની નોંધ ફરીથી વાંચી લેવી.
: સંસ્થા ના હુકમથી
~ Issued In Public Interest by Nimonics
{ ફેસબુક પર લોકોની કવિતાઓ ચોરવા માંડી છે તેના સંદર્ભ માં ફેસબુક પૂરાણ માં લખેલી પોસ્ટ }
No comments:
Post a Comment