Saturday, 23 November 2013

તું તો હજુયે કમાલ કરે છે, . .

તુમ અભ્ભી ભી કમાલ  કરતા હય . . .
આજ-કાલ ચૂંટણી ની મોસમ છે. અને બધા રાજકારણીઓ કૈક ને કૈક વિષય પર ભાષણ કરી રહ્યા છે, અને વારે ઘડીએ બોલ-બોલ કરવાના કારણે તેમેના થી ઘણા લોચા થઇ જાય છે.

એક કવિ હ્યદય ના રાજકારણી ચૂંટણી માં ભાષણ કરવા ગયા અને તેમના મન માં રહેલો આક્રોશ તેમના મોઢા માં થી નીચેની કવિતા રૂપે સરી પડયો  છે :


તું તો હજુયે કમાલ કરે છે, . . .

ગરીબી તો દેશ માં આદિકાળ  થી છે,
અને તું હજુયે એની ફરિયાદ કરે છે?

કૌભાંડો કરવા એ તો નેતાઓ નો લોહી નો ધર્મ છે,
અને તું હજુયે એના સામું હંગામો કરે છે?

પાંચ-પચાસ ની લાંચ આપતા તું ડરે છે,
અને તું હજુયે પ્રમાણિકતા ની વાતો કરે છે.

આઝાદી મળે તો દેશ ને વર્ષો થઇ ગયા છે,
અને તું હજુયે અધિકારો ની માંગણી કરે છે.

ચૂંટણી માં વોટીંગ કરવા માટે તો તું ક્યાં જાય છે
અને પાછો, તું આદર્શ નેતા ની અપેક્ષા કરે છે?

~ નિમિષ : 23.11.2013 / સનિવાર
(ઈમેજ કર્ટસી : મંજુલ)

No comments:

Post a Comment