Friday, 22 November 2013

કરુણ ઈજ્જતસંભાલ ની સિક્રેટ ડાયરી માંથી . . .


કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તરુણ તેજપાલ।  . . . !) ની સિક્રેટ ડાયરી માંથી, સાભાર. . .

મારી પોતાના કરુણ ઈજ્જતસંભાલ કે પ્રક્રરણ પર થી મળતો બોધપાઠ આજે લખવા માંગું છું  :

આમ તો હું ઘણા  બધા સબ્દો જાણું છું, અને લોકો ના હાવભાવ પારખવામાં ઉસ્તાદ છું, પણ આજે લીફ્ટ માં સામે ની વ્યક્તિ ના વિચારો પારખવામાં થાપ ખાઈ ગયો, . . . હું કૈક ભળતું જ સમજી બેઠો અને મારાથી એક કૌભાંડ થઇ ગયું, અમારી ભાષા માં કહું તો આખી જિંદગી મેં લોકો ના સ્ટીંગ ઓપરેસન કાર્ય છે અને આ વખતે મારું સ્ટીંગ ઓપરેસન થઇ ગયું . . . અને મેં (. . . તરુણ તેજપાલ પોતેજ તો !) સાબિત કરી દીધું કે મારું પણ સ્ટીંગ ઓપરેસન થઇ સકે છે. . .

તમને શક તો ગયો જ હશે કે કદાચ બીજા પણ ઘણા કૌભાંડ કર્યા  જ છે મેં , . . . વાત તો સાચી પણ - આ પકડાઈ જવું એજ મોટી વાત છે.

મારા બીજા મીડિયા માંના અશુમલ ટાઇપ ભાઈઓ માટે કૈક લખવા માંગું છું :

(1). બીજાઓ  ની ફીરકીઓ ખેચી રાખતા રખેવાળો એ પોતાની ફીરકી ખેચાવવાની તૈયારી રાખવી।

(2). બીજાઓ ના વારે-ઘડીએ સ્ટીંગ ઓપરેસન કરવા માં વ્યસ્ત પત્રકારે વર્ષ માં એકાદ વાર પોતાનું પણ સ્ટીંગ ઓપરેસન કરી લેવું, યુ સી। . . .  જસ્ટ પ્રેક્ટીસ માટે, ક્યારેક કામ માં આવે. . .

(3). સાલું બીજા ઓ ના ન્યાયાધીશ બનવું બહુ સહેલું છે, . . . કયારેક પોતાના અંતકરણ (જો હોય તો. . . !) માં જોઈ લેવું કે પોતે કેટલા દુધે ધોયેલા છે.

(4). મેં એક નવી થીયરી પણ શોધી કાઢી છે : જાતે જ પોતાના ન્યાયાધીશ બની જવાનું। જેમ કે તમે કોઈ ખરાબ કામ કરો એટલે ખરાબ કૃત્ય પ્રમાણે જાતે જ સજા કરી લેવાની, હું પણ છ એક મહિના ઘરે જ આરામ કરવાનો છું. હું એક નવો ટ્રેન્ડ ચાલુ કરવાનો છું - સેલ્ફ બોલે તો પર્સોનલ ન્યાયાધીશ, તરત જ ન્યાય મળી જાય આવી સીસ્ટમ માં. તમે તો જનો જ છો આજ-કાલ ભારત માં કોઈ પણ કેશ નો ચુકાદો આવતા વર્ષો લાગી જાય છે. તો મારો આ પ્રયાસ તો આવકારવા દાયક જ છે. . .

# કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તરુણ તેજપાલ . . . !) ની સિક્રેટ ડાયરી માંથી। . . .

No comments:

Post a Comment