| ધીરજ રાખ ભઈલા છેવટે બધા સારા વાનાં થશે. . . ! |
છેવટે બધા સારા વાનાં થશે. . . !
આજે કોન્ગ્રેશ તો કાલે ભાજપ પણ ચૂંટાશે,
આજે એમણે લુંટ્યા, તો કાલે બીજા પણ લુંટશે,
પણ, હામ રાખ ભઈલા છેવટે બધા સારા વાનાં થશે. . . !
આજે મોઘવારી તો કાલે હુંઘવારી યે આવશે,
આજે ભાવ ઘટ્યા, તો કાલે હજુયે વધશે,
નાનીનાની યોજનાઓ ની સાથે-સાથે મોટા મોટા કૌભાંડો પણ આવશો,
પણ, ધીરજ રાખ ભઈલા છેવટે બધા સારા વાનાં થશે. . . !
આજે તારે મોંઘા ભણવાનો ભાર છે તો,
તો કાલે મજુરી નો જથ્થાબંધ પગાર પણ મળશે,
આજ નું બે-ટંક ખાવાનું જેમતેમ પૂરું કર ભઈલા,
પણ, બહાદુરી રાખ ભઈલા, છેવટે બધા સારા વાનાં થશે. . . !
રોજે-રોજ ની લુંટફાટ,ચોરી,રેપ ના બનાવો પચાવ તારા મન માં,
આદર્શો ની વાતો તારા ઘર માં થી બહાર ના કાઢ,
આડી-અવળી વાતો થી ના કંટાળ, હિંમત તું રાખ,
હજુયે, હિંમત રાખ ભઈલા, છેવટે બધા સારા વાનાં થશે. . . !
~ નિમિષ
23.11.2013
(ઈમેજ કર્ટસી : આર કે લક્ષ્મણ નો કોમન મેન)
No comments:
Post a Comment