| બોલો, પછી હું પક્ષ બદલું કે ના બદલું? |
પણ પક્ષ-પલટુ ઓ ની પોતાની વ્યથા હોય છે . . .
જેમ કે ~
પક્ષ બદલું કે ના બદલું?
પાંચ વર્ષ થી અથડાયો,ગામે-ગામ ભટકાયો,
પાંચ વર્ષ થી પછડાયો, નાકે-નાકે ટટળાવ્યો,
ને હવે હાઈ કમાન્ડ કહે છે કે ટીકીટ નહિ મળે,
બોલો, પછી હું પક્ષ બદલું કે ના બદલું?
પહેલા તો ઓપ્સન નહોતા એટલે બાપા ને જિંદગી ગઈ એક પક્ષ માં,
પક્ષ ને મેં આપ્યું જીવન પણ, પક્ષે મને શું આપ્યું?
જવાબ મળ્યો - " બાબાજી ક થુલ્લું" - મારો પૌત્ર ખીજવે મને,
બોલો, કંટાળી ને પછી હું પક્ષ બદલું કે ના બદલું?
ગયા પાંચ વર્ષો ગાળ્યા વિરોધ પક્ષ માં,
અને હજુયે સરકાર રચવાનો મેળ પળે એમ નથી લાગતું,
આજ જ છે મોકો - સામે નો પક્ષ દેખાય છે જોર માં,
ડહાપણ ની દાઢ સમજી વિચારીને ડાહ્યો થવા નું કહે છે ત્યારે,
તમે જ કહો - ડાહ્યો થઇ ને પછી હું પક્ષ બદલું કે ના બદલું?
ક્યારે ચૂંટણી લડીશ? ક્યારે પ્રધાન બનીશ?
અને ક્યારે મોટા-મોટા કૌભાંડો કરીશ?
મારું પોતાનું પણ મોટું નામ હોય, સેવા સાથે મેવા ના કામ હોય,
પોતાનું પણ દેશ ના કૌભાંડો માં જામ હોય,
આજે નહિ તો ક્યારે - શું આ દેશ ને મારી જરૂર નથી?
દેશ માટે થઈને - હું પક્ષ બદલું કે ના બદલું?
~ નિમેષ, 16.03.2014 - રવિવાર
( તસ્વીર પ્રતિકાત્મક છે, સોર્સ : ઈન્ટરનેટ )
No comments:
Post a Comment