Tuesday, 19 November 2013

રાજકીય પાર્ટી ઓ નો ચૂંટણી ઢંઢેરો . . .

રાજકીય પાર્ટી ઓ  નો ચૂંટણી ઢંઢેરો

એક રાજકીય નેતા ની સિક્રેટ ડાયરી માં થી :

આજ કાલ દરેક રાજકીય પક્ષ ને એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે :

દર પાંચ વર્ષે મારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવો પડે છે, હવે તમે જ કહો હું છાપી-છાપી ને હું શું છાપું? હું આજકાલ ગણો કન્ફ્યુંસન માં છું. ખબર નથી પડતી કે શું કરું. . .

આમ તો છેલ્લા ઘણા વર્ષો થી અમે નીચેના મુદ્દાઓ જ છાપીએ છીએ  :

1. ગરીબી હટાવીશું. . .( અમને પોતાને પણ નવાઈ  લાગે છે, દર વખતે અમે આ તો છાપીએ જ છીએ, જેમ અમને ખબર છે. . .  તેમ દેશ ના લોકો ને પણ પણ ખબર જ છે કે આ ફક્ત લખવા માટે જ છે. . . બસ ફક્ત લખતા રહેવાનું છે, આમાં કરવાનું કશું નથી, અમે કઈ રીતે ગરીબી હટાવી શકીએ? ખાનગી માં કહું તો દેશ ની ગરીબી હટાવવાની વાત કરતા-કરતા મેં અને અમે લોકો એ અમારી ગરીબી હટાવી દીધી છે. . . આ વાત માં દેશ નો પણ ફાયદો જ છે. . . દેશ માં અમુક ટકા લોકો ની ગરીબી તો દુર થશે . . . યુ નો. . . આ પણ દેશ ની સેવા જ છે ને . . . રાઇટ ? તમે તો જાનો જ છો કે ફલાણા બાબા એ કહ્યું છે કે પોતાની સેવા એ દેશ ની પણ સેવા જ છે. . . !)

2. મોંઘવારી ઘટાડીશું . . . ( તમે તો હસવા માંડ્યા યાર ,. . . જાણે મેં કઈ જોક ના કહી હોય. . .  ! ઉપર ના મુદ્દા ની જેમ જ આ પણ એક રેઢિયાળ મુદ્દો છે જે અમારી પાર્ટી આઝાદી મળી ત્યાર થી છાપે રાખીએ છીએ . . . મારું બસ ચાલે તો હું લખું જ ના. . . . તમે જ કહો : મોઘવારી આજ સુધી એક પણ આવેલી સરકારે ઘટાડી? ઉપર થી વધતી જાય છે. . . છતાયે દર વખતે બધા પક્ષો આવો મુદ્દો લખે છે એટલે અમારે પણ આવું બધું છાપવું પડે છે. . . યુ નો કે અત્યારે માર્કેટીંગ નો જમાનો છે એટલે સામે વાળો જેવું કરે એવું આપણે પણ કરવું પડે. . . અમારે પણ સ્પર્ત્ધા માં ટકી રહેવાનું છે યાર. . . તમે જ કહો મારી વાત વ્યાજબી છે ને?

3. આતંકવાદ નાબુદ કરીશું. . . ( બસ ખાલી છાપી દેવાનો આ મુદ્દો . . . અમારાથી કશું થાય એમ નથી. . .  જેમ બીજાથી પણ કશું થાય એમ નથી . . . !!!)

4.  પાડોશી દેશો સાથેના સંબંધો સુધારીશું . . . ( ટૂંક માં કહું તો પાડોશી દેશો માં પ્રવાશો કરવાના, તેમના પ્રધાનો જોડે હાથ મિલાવવાના, થોડા ફોટા પડાવવાના, પ્રેસ રીલીજ કરવાની, ... બસ આવું બધું . . . !!!)

5. દેશ નો વિકાસ કરીશું।. . . ( . . . આ તો ફક્ત આવું લખીએ છીએ પણ એનો ખરો અર્થ થાય છે : અમે અમારો વિકાસ કરીશું. . .  દેશ નો વિકાસ તો છેલ્લા સાઈઠ વર્ષો થી કરીએ છીએ , કેટલો વિકાસ કર્યો છે એ તો તમે જાણો  જ છો. . . !)

આ તો દર વખત ના ઓલ ટાઈમ ગ્રેટ મુદ્દાઓ છે જે અમારા મુખ પત્ર માં હોય છે. . .
પણ , હવે જમાનો બદલાયો છે, અને હવે દેશ માં જાગૃતિ આવી છે, કહે છે કે લોકો ને બધી જ જાણ  હોય છે. . .  અને સર્વે પ્રમાણે હાઈ કમાન્ડ નો ઓર્ડેર છે કે આ વખતે કઈ નવા વચનો મારે લખવાના છે. . . .

તમારા ધ્યાન માં કોઈ બીજા મુદ્દાઓ હોય તો પ્લીસ કહેજો : અમે જરૂર છાપીશું . . . અરે ય્યાર,  ગભરાસો નહિ, અમારે ફક્ત છાપવાના જ છે, કશું કામ ક્યાં કરવાનું છે?

# ચૂંટણી : 2014



No comments:

Post a Comment