Tuesday, 7 January 2014

સ્યુડો-સેક્યુલરીઝમ ના ભૂંગળા : આપણે આ વાત ક્યારે સમજીશું?


" ઉત્તરપ્રદેશ માં અખિલેશ સરકાર મુઝાફ્ફરનગર રણખામો માં સંવોડાયેલા મુસ્લિમ નેતાઓ સામે ના કેસ પાછા ખેચી લેશે . . .  " - એક સમાચાર

એક સામાન્ય નાગરિક તરીકે તમારા મગજ માં બત્તીઓ થવા માંડે છે :

1. શું દેશ માં ન્યાયપ્રણાલીઓ મરી પરવારી છે?

2. શું આ દેશ માં કોર્ટ ખૂટી પડી છે?

3. શું ફક્ત મુસ્લિમો ના વોટ મેળવવા માટેની આ ચાલ નથી? (નાનું છોકરું પણ સમજી જાય. . . !!!)

પોતાના પક્ષ ને બિન સંપ્રદાઇક પક્ષ તરીકે ઠોકી બેસાડતા સમાજવાડી (ઉફ્ફ વાદી . . . ??) પક્ષ આખરે સાબિત શું કરવા માંગે છે?

વારંવાર ગુજરાત ના કોમી રાણખામો ને યાદ અપાવનાર આ લોકો છેવટે પોતાના તરફ થી કેવું ઉદાહરણ આપશે?

ન્યાય આપવાનું કામ દેશ ના ન્યાય ક્ષેત્રો પર છોડવાને બદલે શા માટે દખલગીરી કરવી જોઈએ?

કે પછી સ્યુડો-સેક્યુલર ના ભૂંગળા જોરશોર થી વગાડી ને લોકસભા ની સીટો પર નજર મંડાઈ રહી છે?

અને જોવાની વાત એ છે કે કહેવાતા ચિંતકો, બુધ્ધીજીવો, પોતાની જાત ને સેક્યુલર માનતા નેતાઓ ને આમાં કઈ જ ખોટું દેખાતું નથી. . . તેઓ અત્યારે મોઢું સીવી ને ચૂપ થઇ ગયા છે. . . . તેમના મોઢા માં થી આ બાબતે એક પણ સબ્દ નહિ નીકળે . . .

પણ ધારો કે આવું જ કૈક ગુજરાત માં થયું હોત તો? . . .  ફટાફટ, ઠેર-ઠેર આંદોલનો અને ચર્ચાઓ ની હાટડીઓ ખુલી ગઈ હોત . . .

વાત અહી કોઈનો બચાવ કરવાની નથી . . .

પણ, જે પ્રમાણે દેખાડવાના અને ચાવવાના અલગ રાખવામાં આવે છે તેની છે . . .

વાત જે રીતે દેશ ના લોકો ને જુદા પાડવામાં આવે છે તેની છે, . . .

પોતાના વોટ માટે જે રીતે મન ફાવે ત્યારે લોકો ને લડાવવા અને મન ફાવે ત્યારે તેમની વચ્ચે તિરાડો બનાવવી તેની છે. . .

પણ  . . . પણ . . . પણ  . . . એક મિનીટ , . . .

પોતાની જાત ને હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી હોવાનું ભાન ભૂલીને , દેશ ના એક નાગરિક તરીકે આપણે આ વાત ક્યારે સમજીશું?

# સ્યુડો-સેક્યુલરીઝમ ના ભૂંગળા : આપણે આ વાત ક્યારે સમજીશું?

(કાર્ટુન સૌજન્ય : સતીસ મિશ્રા )


1 comment:

  1. સ્યુડો-સેક્યુલરીઝમને યોગ્ય રીતે સમઝણમાં લેવાની જરૂર છે......હિન્દુઓની વૈદિક સંસ્કૃતિને માટે અંગ્રેજી શબ્દ સેક્યુલરનો અર્થ લાગુ પડે છે. સેક્યુલર એ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે.....ધર્મથી દૂરનુ....પશ્ચિમમાં જ્યારે ગ્રીસનો ફિલોસોફરોનો યુગ પુન:અવતાર પામે છે....આશરે 14 થી 18 સદીનો સમયને સુવર્ણયુગ કહે છે જેમાં ચર્ચની શાસન સત્તાનો અંત લાવી દેવાયો હતો....ભારતમાં વૈદિકયુગનો અંત અનુક્રમે, જૈન-બૌદ્વ અને પાછળથી આવેલા, ઈસાઈ અને ઈસ્લામના કારણે ભારતીયો તેમના વૈદિક યુગથી અલગ પડ્યા કે પડાયા અને વૈરાગી યુગના સભ્ય બનાવાયા.....આ વૈરાગીઓનો પ્રભાવ એ સ્યુડો સેક્યુલર....એટલે કે ઠગારૂ સેક્યુલર શાસન.....મતબેંકવાળી થિયરી સાચી પણ અસલ ચીજ બરોબર સમજી લેવાની જરૂર છે...ભારતમાં વીસમી સદીના ઉઘાડની સાથે જ સ્યુડો સેક્યુલારિસ્ટો સક્રિય બન્યા જેના સત્તાવાર સ્વિકાર્ય નેતા એટલે મૌલાના મહાત્મા ખિલાફતવાળા...ગાંધી....એમ સમજો. આની સામે મોદીનુ કોંગ્રેસ મુક્ત ભારતતનુ સુત્ર સમજો તો રંગ રહી જાય....મોદીના ઘણા ટિકાકારો પોપટિઆ ટિકાકારો છે.....તેમનામાં ખાસ કોઈ ગતાગમ વિકસેલી નથી.

    ReplyDelete