Friday, 24 October 2014

નવા વર્ષે તમે કયો સંકલ્પ કર્યો ?


નવા વર્ષે તમે કયો સંકલ્પ કર્યો ?


નવું વર્ષ બેસી ગયું . . . હવે એવું ના પૂછતાં કે ઉભું ક્યારે થશે. . . ?

અથવા તો નવું વર્ષ આવી ગયું, તો પછી છેવટે ગયું ક્યાં?

નવાવર્ષે એક જીવતા માણસ તરીકે આપણે ઘણા બધા નિર્ણયો અથવા તો સંકલ્પો લેવા પડતા હોય છે. . .

મહાન માણસો નું એક ખાસ લક્ષણ એ હોય છે કે તેઓ નવા વર્ષે નવા - નવા સંકલ્પો લેતા હોય છે અથવા તો બીજા બધા ને લેવડાવતા હોય છે. . . . !!

સંકલ્પો ફક્ત લેવાના જ હોય છે પાળવાના હોતા જ નથી. . . . જેમ કે રેકોર્ડ્સ ફક્ત તોડવા માટે જ બનાવવા માં આવતા હોય છે. . . .!

સંકલ્પ વિષે સૌથી સારી વાત એ પણ છે કે લોકો ને સંકલ્પ વિષે ફક્ત જણાવવાનું હોય છે કારણ કે પાછળ થી કોઈ પૂછતું નથી કે તમે સંકલ્પો પાળ્યા કે નહિ. . . . . ?

સંકલ્પો મોટેભાગે ચૂંટણી ઢંઢેરા જેવા હોય છે. . . ઢંઢેરો ફક્ત અને ફક્ત દર્શાવવામાં આવે છે  . . . કોણ પાળે છે?  એજ રીતે . . . .

કેટલાક મહાનુભાવો ને તો તમે ઓળખતા જ હશો. . . જેમનું ફક્ત એક જ કામ હોય છે સંકલ્પો લેવા અને લેવડાવવા . . . . !!

અને ઘણી વાર આપણ ને એ જાણવાની ઇન્તેજારી હોય છે કે તેમની નજરો માં જે મહાન માણસો છે તેઓ આ નવા વર્ષે નવા-નવા શું સંકલ્પો કર્યા -

જેમ કે :

બપ્પી લહેરી એ સંકલ્પ કર્યો છે કે તેઓ નવા વર્ષ થી એક પણ સોનાના ઘરેણા ને હાથ નહિ લગાડે, . મતલબ કે બીજા એ  હાથ લગાડેલું ઘરેણું જ પહેરશે . . . . !

* * * * *

ફક્ત આંદોલન અને ધરણાં માટે પ્રખ્યાત શ્રીમાન અરવિંદ કેજરીવાલ ને જયારે પૂછવામાં આવ્યું કે - સર તમે આજે નવા વર્ષ માટે તમે શું સંકલ્પ કર્યો ત્યારે તેઓ સૌ પ્રથમ તો અમારા પર ભડક્યા : " દેખો મેં સંકલ્પ તો કુચ ભી લે સકતા હું, પર ઇસસે ક્યાં ભ્રષ્ટાચાર કમ હોંગા . . . ? મેં તો પહેલે સે હી કહે ચુકા હું કે સબ સંકલ્પ મિલે હુએ હૈ. . . એક ઇન્ક્વાયરી બીઠાની ચાહિયે . . . પ્રજા કો માલુમ હોના ચાહિયે કે કૌન સ સંકલ્પ અચ્છા હૈ યા કૌન સા નહિ. . . ? "

" ફિર ભી મુજે કહેતે હુએ ગર્વ હો રહા  હૈ  કી ઇસ સાલ સંકલ્પ લે રહા હું કી પૂરે સાલ તક મેં એક ભી ધરણા યા આંદોલન નહિ કરુંગા . . . "

* * * * *

અને સૌથી મોટા સંકલ્પો તો શ્રીમાન રાહુલ ગાંધી ના છે : " હું સૌથી પહેલા તો ફેસબુક પર ઓફિસીયલી આવી જઈશ, . . . હું નથી તોયે મારા વિષે આટલી બધી વાતો થાય છે, તેથી હું પહોચી જ જઈશ ફેસબુક પર - તેના માટે બધી જ તૈયારી થઇ ગઈ છે અમારા પક્ષ દ્વારા . . . "

" બીજો સંકલ્પ એ છે કે આ વર્ષે હું લોકસભા ની ચૂંટણી જીતી ને બતાવીશ . . . "

" . . . પણ, લોકસભા ની ચૂંટણી તો પાંચ વર્ષ પછી જ આવશે . . . "

" તો ઇસમેં ક્યાં હૈ, હમ પાંચ સાલ બાદ લડેંગે ઔર જીતેંગે, તબ તક મુજે આરામ કરને દો . . . . "

* * * * *

અન્ન હઝારે ને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો : " દેખિયે મેરા કામ હૈ સિર્ફ ઔર સિર્ફ આંદોલન કરના હૈ , મુજે રાજનીતિ મેં કોઈ દીલચપ્સી  નહિ હૈ, . . . ફીર ભી મેંને ઇસબાર સંકલ્પ લિયા હૈ કે ઇસ બાર મેં સુરર્ખીયો મેં રહુંગા ઔર કહી ગુમ નહિ હો જાઉંગા, . . . મેં લોંગો કે બીચ હી રહુંગા . . . હર મહીને મેં કોઈ ના કોઈ બાતો પર આંદોલન કરતા રહુંગા . . . "

* * * * *

બિલાવલ ભુટ્ટો નો સંકલ્પ છે : " હું આ વરષે વાણી વિલાસ નહિ કરું, અને કમ સે કમ પોતાના પર તો જોક નહિ જ કરું. . . . . "

* * * * *

શ્રીમાન દિગ્વિજય સિંહ ને સંકલ્પ છે : " હું આ વર્ષે નવી કોઈ ગલફ્રેન્ડ નહિ બનાવું . . . "

* * * * *

સોનિયા ગાંધી નો તો દર વર્ષે એક જ સંકલ્પ હોય છે : " હું આ વર્ષે પણ સ્પષ્ટ હિન્દી બોલવાનો પ્રયત્ન કરીશ . . . "

* * * * *

અર્જુન મોઢવાડિયા નો આ વર્ષે એજ સંકલ્પ છે - " હું આવતા પાંચ વર્ષો માં ગુજરાત માં કોન્ગ્રેશ ને કાર્યક્ષમ બનાવી દઈશ . . . "

* * * * *

અખિલેશ યાદવ નો સંકલ્પ એક જ છે : " ઉત્તર પ્રદેશ માં બળાત્કાર ના બનાવો ઓછા થાય તે માટે પ્રયત્નો કરવા . . . અને પોતાના પિતા ને સમજાવવા કે તેઓ - બચ્ચે સે ગલતી હો જાતી હૈ જેવા ફાલતું નિવેદનો ના કરે. . . "


           બસ, આ વર્ષે કોઈ જ સંકલ્પ લેવામાં નહિ આવે . . . .!

ઘણી વાર તમે બુદ્ધિશાળી છો ( . . .. ભલે ખરેખર માં એવું ના પણ હોય એ અલગ વાત છે : ટોપ મોસ્ટ સિક્રેટ . . . !) એવું લોકો માં દર્શાવવા માટે પણ તમારે નવા વર્ષે એકાદ નવો સંકલ્પ તો કરી જ લેવો જોઈએ  . . . . તમને તો ખબર જ હશે કે આજ-કાલ બુદ્ધિશાળી હોવું અગત્યનું નથી જેટલું કે બુદ્ધિશાળી દેખાવું . . . !!

હવે થાય છે એવું કે ઘણા બુદ્ધિ શાળી મિત્રો આપણ ને અવાર - નવાર પૂછતાં રહેતા હોય છે કે : " નવા વર્ષે તમે કયો સંકલ્પ કર્યો ? "

અમે તો આ વર્ષે સંકલ્પ લીધો છે કે બસ આ વર્ષે કોઈ જ સંકલ્પ લેવામાં નહિ આવે . . . .!

તો બોલો - તમારો જવાબ તૈયાર છે કે નહિ. . . .?

No comments:

Post a Comment