કહેવાય છે કે "બકા" શબ્દ વાપરવાથી દુનિયા ના મોટા ભાગ ની મુસીબતો નું નિરાકરણ આવી જાય છે. . . અને અમે ખુફિયા ઓપરેસન કરી ને જાણ્યું કે દુનિયા ના મહાનુભાવો કઈ રીતે બકા ટેક્નોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે. . .
અને અમને કેટલાક ખતરનાક જવાબ મળ્યા :
* * * * *
" બકા , હું તમારી ખુબ જ આતુરતાથી રાહ જોઉં છું . . . " - ઓબામા એ નરેન્દ્રમોદી ને અમેરિકા મુલાકાત પહેલા પાઠવેલો સંદેશ.
* * * * *
" જો બકા દરેક ચૂંટણી માં હારવાનું નહિ. . . " - સોનિયા ગાંધી એ રાહુલ ગાંધી ને આપેલી સલાહ.
* * * * *
" જો બકા, આપણે અંદરો-અંદર ઝગડવાનું નહિ. . . અને સીટો ની વહેચણી કરી દેવાની . . . " - અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી.
* * * * *
" જો બકા, ચૂંટણી સભાઓ માં કવિતાઓ ગાવા ની નહિ. . ." - અરવિંદ કેજરીવાલે કુમાર વિશ્વાસ ને જણાવ્યું.
* * * * *
" જો બકા, હું બંગલો ખાલી નહિ કરું . . . " - અજીત સિંહે સરકાર ને જણાવ્યું.
* * * * *
" જો બકા, હવે એકાદ ફિલ્મ તો સારી કર, દર વખતે શું કામ નામ ડૂબાવે છે. . . ' - અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક ને જણાવ્યું.
* * * * *
" જો બકા, કોથમીર અને કાશ્મીર વચ્ચે જમીન આસમાન નો ફરક છે, ગપ્પાબાજી કરવાની નહિ. . . ' - જરદારી એ બિલાવલ ને સમજાવ્યું.
* * * * *
" જો બકા, દરેક વાત પર આંદોલન અને ધરણાં કરવા બેસી જવાનું નહિ. . . " - અન્ના હઝારે એ શ્રીમાન કેજરીવાલ ને સમજાવ્યું.
* * * * *
" બકા, બહુ ટણી નહિ કરવાની . . . " - નરેન્દ્રમોદી એ નવાઝ શરિફ ને સંભળાવી દીધું.
* * * * *
" જો બકા, ભૂખ્યા પેટે ભજન ના થાય . . ." - એક ગુરુજી એ એ શિષ્ય ને સમજાવ્યું.
* * * * *
" બકા, ઉક્રેન તો અમે લઈને જ જંપવાના, થાય તે ભડાકા કરી લેવાના . . . " - રશિયા ના પુટીને ઓબામાને ચોખ્ખું સંભળાવી દીધું.
* * * * *
બકા, ફેસબુક પર બકા બકા નહિ કરવાનું . . . ફેસબુક પર હવે બકા યુદ્ધ છંછેડાઈ ગયું છે. . . !!
No comments:
Post a Comment