| તમને કઈ વાંધો? |
જ્યાર થી દીપિકા પાદુકોણે એ હિંમત બતાવી છે ત્યારથી હવે કોઈ પણ જણ એવું કહેતો જોવા મળે છે કે : " તમને કઈ વાંધો? "
અમે કેટલાક મહાનુભાવો ને પૂછ્યું તો અમને પણ જવાબો આવા જ મળ્યા :
* * * * *
" હા, મેં પાકિસ્તાન નો હેન્ડપંપ છીનવી લીધો છે અને તેનો ઉપયોગ કરી ને જ અહી પાણી પીંઉ છું, તમને કઈ વાંધો? "
- સની દેઓલ
* * * * *
" હા, હું હવે સાડી પહેરીને જ ફિલ્મો કરીશ એ પણ દરેક ફિલ્મો માં, તમને કઈ વાંધો?
- મલ્લિકા શેરાવત
* * * * *
" હા, મારી મોટા ભાગ ની ફિલ્મો ફ્લોપ છે અને આવનારી ફિલ્મો પણ મારા કારણે જ ફ્લોપ થશે, તમને કઈ વાંધો?
- અભિષેક બચ્ચન
* * * * *
" હા, મેં આ વખતે પેટા ચૂંટણી માં પ્રચાર ના કર્યો એટલે જ અમે ઘણી બેઠકો જીત્યા, અને હવે દરેક વખતે હું પ્રચાર નહિ જ કરું, તમને કઈ વાંધો? "
- રાહુલ ગાંધી
* * * * *
" હા, અમે લવ જેહાદ ના કારણે જ ઉત્તરપ્રદેશ ની પેટા ચૂંટણી માં હાર્યા, અને અને કદાચ હજુ પણ હારતા રહીશું, તમને કઈ વાંધો? "
- અમિત શાહ (ભાજપ)
* * * * *
" હા, અમે સાહેબ ના આંધળા ભક્ત છીએ અને તેમની જ ભક્તિ કરતા રહીશું , તમને કઈ વાંધો? "
- સાહેબ ના ભક્તો
* * * * *
" હા, અમે નહેરુ પરિવાર ના ભક્તો છીએ, અને તેમના વિરુદ્ધ ક્યારેય ના બોલીએ, તમને કઈ વાંધો? "
- કોંગ્રેસ ના ભક્તો
* * * * *
" હા, હું ધરણા કરતો હતો અને કઈ પણ કારણ વગર પણ હું ધરણા કરતો રહીશ , તમને કઈ વાંધો? "
- માનનીય શ્રીમાન કેજરીવાલ
* * * * *
" હા, હું ક્યારેક આંદોલનો કરીશ અને પછી અચાનક જ ખોવાઈ જઈશ, તમને કઈ વાંધો? "
- અન્ના હજારે
* * * * *
" હા, હું કંટાળાજનક લેખો લખું છું અને આવા જ લેખો લખતો રહીશ, તમને કઈ વાંધો? "
- એક બોરિંગ લેખક
* * * * *
" હા, હું ભારત વિરુદ્ધ બકવાસ કરવાનું સીખી રહ્યો છું અને કરતો રહીશ, તમને કઈ વાંધો? "
- બિલાવલ ભુટ્ટો
# તમને કઈ વાંધો?
No comments:
Post a Comment