| કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તેજપાલ . . !) પ્રકરણ ના સાઈડ ઈફેક્ટસ . . ! |
બઝાર માં હવે કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તેજપાલ . . !) પ્રકરણ ના સાઈડ ઈફેક્ટસ આવી રહ્યા છે :
કંપની લેવેલે પોતાની રીતે કરવા ના ફેરફારો : ~
(1). કંપની માં કામ કરતી સ્રીઓ એ ખાસ કરી ને ડાહ્યા - ડાહ્યા અને કાકા ની ઉંમર ના લોકો થી જરા અંતર રાખવું.
(2). હવે સરકાર અધિનિયમ લાવવાની છે કે દરેક બિલ્ડિંગ માં લીફ્ટ માં કેમેરા ફરજીયાત છે, અને કેમેરા ફરજીયાત ચાલુ હાલત માં હોવા જોઈએ અને ચાલુ કેમેરાઓ નું રેગ્યુલર મોનીટેરીંગ ફરજીયાત પણે કરવાનું રહેશે.
(3) દરેક લીફ્ટ માં ઇલેક્ટ્રિક લાઈટો હોવી જરૂરી છે, અને એ પણ ચાલુ હાલત માં હોવી જોઈએ.
(4). દરેક કંપની માં એક કાઉન્સેલિંગ બોડી બનાવવી પડશે જે મહિલાઓ ની ફરિયાદો નું ધ્યાન રાખશે। અને દર 6 મહિના દરમિયાન રીપોર્ટ સુપરત કરવાનો રહેશે। અહિયાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે ડાહ્યા-ડાહ્યા માણસો નું ખાસ રીપોર્ટીંગ અને મોનીટેરીંગ કરવાનુ ફરજીયાત છે.
(5). કંપની માં કઈ પણ કામ માટે કોઈ ને પણ નોકરી છોડવાની ધમકી નહિ આપી સકાય.
વ્યક્તિગત લેવેલે કરવા ના ફેરફારો : ~
(1). ગુનો કરીને કોઈ પણ વ્યક્તિ કે કહેવાતા ઉંચી પોસ્ટ વાળા ઓ જાતે જ પોતાના ન્યાયાધીશ બની શકશે નહિ.
(2). ગુનો કરીને કોઈ પણ વ્યક્તિ 6 કે 12 મહિના પોતાના ઘરે બેસી જાય એ પણ ચાલશે નહિ.કારણ કે ઓફીસ ના લોકો ને પછી ખબર ના પડે કે ગુનેગાર ને સજા થઇ છે કે પછી આરામ આપવામાં આવ્યો છે. યુ સી, કૈક સજા જેવું લાગવું તો જોઈએ ને . . . !
(3). ગુનાગર વ્યક્તિ એ જયારે પોતાની સ્પષ્ટતા કરવાનો મોકો મળે ત્યારે સામાન્ય માણસ ને સમજાય એવી ભાષા માં વાત કરવાની રહેશે, . . ગોળ-ગોળ અને કન્ફ્યુંસન વાળી ભાષા ચાલશે નહિ, અને વ્યક્તિ એ નવા - નવા સબ્દો શોધવાનો પ્રયત્ન ના કરવો, એ કામ ભાષા શાસ્ત્રી ઓ પાસે રહેવા દેવું !
શરતો ને આધીન : આ નિયમો લોકો (. . . બોલે તો પ્રજા, એટલે કે નાગરિકો ! ) ના જનહિત માં જાહેર કરવામાં આવ્યા છે એની લાગતા ( . . . વાંચીને અને વાંચ્યા વગર ) વળગતા લોકો એ નોધ લેવી.
# કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તેજપાલ . . !) પ્રકરણ ના સાઈડ ઈફેક્ટસ
Preparad by : Nimesh, Cartoon Courtsy : Niti Central
તા: 23.11.2013 - સનિવાર
No comments:
Post a Comment