દિવાળી આવે એટલે નાના હતા ત્યારે સૌથી પહેલા ફટાકડા યાદ આવે, પછી મીઠાઈઓ અને પછી નવા કપડાં . . . , ફરવા જવાનું તો આમેય પોછાતું નહિ એ વખતે. . . પણ, હવે વખત બદલાયો છે. . . નવા કપડાં પહેરવાનો એવો મોહ રહ્યો નથી, મીઠાઈઓ ખાઈ ને બીમાર પડી જવાની બીક તો દરેક ને રહે જ છે. . . . પણ, હજુયે ફટાકડા મન માં થી જતા નથી . . . !!
પણ, ફટકડા ની વાત આવતા જ દેખાય છે - હવા નું પ્રદુષણ . . . . એટલે અમે આ વખતે દિવાળી ના ફટાકડા ફેસબુક પર ફોડવાનો પ્રયત્ન કર્યો . . .
પણ, એ તો બધા સુરસુરીયાં નીકળ્યાં . . . તમે કહેશો કે એવું બધા ફટાકડાઓ માં થોડું થાય?
લ્યો માન્યામાં ના આવતું હોય તો એક ક્લિક પર જુઓ અને તમે પણ ફોડો આ દિવાળી ના સુરસુરીયા . . .
* * * * *
. . એક સમય હતો જયારે નવા વર્ષે તમે બીજા વડીલો ને પગે પડી ને આશીર્વાદ લેતા હતા, અને હવે એક સમય એવો આવી ગયો છે કે બાળકો તમને પગે પડી ને આશીર્વાદ લઇ રહ્યા છે. . . . . !
- બહુ શાણ પટ્ટી ના કરો, એનો અર્થ એટલો જ છે કે તમે હવે ઘરડા થઇ રહ્યા છો. . . !!
* * * * *
. . . મંદિર માં પ્રવેશતા જ ઘણા ભક્તજનો ઘંટ એટલા જોર-જોર થી વગાડતા હોય છે જાણે ભગવાન ઘોર નિંદ્રા માં સુઈ ગયા હોય અને અને જગાડવા નો contract એમને આપવામાં આવ્યો હોય. . . . . . . !!
શાંત ગદાધારી ભીમ શાંત . . . . !!
* * * * *
. . . ગંજાઓ ને તેમની બ્યુટીફૂલ ટાલ બુમારક,
પણ,
તમને નવી - નવી સાલ મુબારક . . . . !!
(આ સ્ટેટ્સ ના પ્રયોજક છે ડો. બત્રા - નવા વર્ષે ટાલ ને હરીભરી કરવા માટે આજે જ મળો . . . !!)
* * * * *
. . . અને ઘણા મહાનુભાવો ફટાકડા ફોડવા માટે દીવાસળી ફટાકડા ની નજીક લઇ જતા એટલા બધા ડરતા હોય છે કે જાણે તેઓ એક એવું રોકેટ સળગાવી રહ્યા છે એ મંગળ ગ્રહ પર જવાની શક્તિ ધરાવતું હોય. . . . . !!
* * * * *
. . . . અને પછી એ મહાન ગુજરાતી એન્કરે રમેશભાઈ ને પૂછ્યું : " અચ્છા તો રમેશભાઈ, તમારું નામ અમારા દર્શક મિત્રો ને જણાવશો . . . . "
રમેશભાઈ શરમાઈ ને બોલ્યા : " મિત્રો, જેમ આ મેડમે જણાવ્યું એમ મારું નામ રમેશભાઈ જ છે . . . . "
પછી એ એન્કરે દર્શકો ને જણાવ્યું : " રમેશભાઈ તમારું નામ રમેશભાઈ જ છે એ બતાવવા બદલ આભાર . . . જોયું મિત્રો, રમેશભાઈ નું નામ રમેશભાઈ જ છે. . . "
. . . અને પછી દર્શકો માં તાળીઓ નો ગડગડાટ થઇ ગયો . . . . . !!
* * * * *
![]() |
| ચારે તરફ અંધારું તો ઘણુંયે હશે, આવો એક દીવો બનીએ . . . . ! |
ચારે તરફ અંધારું તો ઘણુંયે હશે,
આવો એક દીવો બનીએ . . . . !
Happy Diwali Friends . . .
~ Nimonics
* * * * *
Wishing you a Happy New Year . . .
નવા વર્ષ ની ખુબ-ખુબ શુભકામનાઓ . . . !!
~ Nimonics

No comments:
Post a Comment