| સાહેબ નું બોલ બચ્ચન. . . . |
અને આજે ફરી પાછું સાહેબ થી બોલવા માં લપસી પડાયું :
" મોહન લાલ ગાંધી ની છેલ્લી ઇસ્ચ્છા હતી કે . . ."
( ભીડ માં બેઠેલી પબ્લિક વિચારવા લાગી કે - ભાઈ, મોહનદાસ ગાંધી નું નામ તો સાંભળ્યું હતું, . . . આ મોહનલાલ કોણ ઉભરાઈ આવ્યું. . . ??? અને ગામ માં દરેક જણ બિચારા મોહનલાલ ને ઘરે ધક્કા ખાવા લાગ્યું છે. . . મોહનલાલ ને તેમની છેલ્લી ઇસ્ચ્છા પૂછી-પૂછી ને હેરાન કરી મુકે છે. . . !)
તમે તો જનો જ છો કે સાહેબ આજ-કાલ બહુ બોલ - બોલ કરી રહ્યા છે એટલે સાહેબ ની જીભ થોડી લપસી ગઈ છે, . . . બોલે તો બોલ બચ્ચન થઇ ગયું સાહેબ થી. . . યુ નો આવું થતું નથી પણ . . .
વિચારો, . . . એક વાર થયું જ છે તો ફરીથી પણ આવું થઇ સકે છે, એટલે કે સાહેબ ની જીભ હવે થોડી-થોડી લપસતી જ જવાની છે :
વધુ એક થી એક ચડિયાતા આવનાર લોચાઓ :
" મનમોહનલાલ તમે એક વાર મારી સામું આવી ને ભાસણ તો કરો . . . ?"
(એટલા માં તો ટોળા માં થી બધા મનમોહનલાલ નામ ધારી રીતસર ના ઉભા થઇ ગયા. . . એમેને લાગ્યું કે સાહેબ તેમને ગળે લગાવવા બોલાવી રહ્યા છે, એમને સુ ખબર કે સાહેબ મનમોહનસિંગ ને ધમકાવી રહ્યા છે . . .!)
" મોઢવધીયાલાલ, તમે કોન્ગ્રેશ ને નઈ બચાવી શકો. . . "
( અર્જુન મોઢવધીયા આ સાંભળી ને બેહોસ થઇ ગયા છે, તેમનાથી આ સદમો સહન થતો નથી . . . સાહેબે આપેલું આટલું બધું માન-પાન. . . . !)
" વાઘેલાલાલ, તમે પક્ષ પલટુ ભલે રહ્યા, પણ હવે ભાજપ માં પાછા આવી જાઓ. . . "
( શંકરસિંહ વાઘેલા એ તરત જ પ્રેસ બોલાવી ને જાહેર કરી દીધું છે કે આ માન વાચક શબ્દો બીજા કોઈ ના માટે હશે પણ એમાં જેનો ઉલ્લેખ કરાયો છે એ વાઘેલા હું નથી . . . !)
અને છેલ્લલો બાઉન્સર જે હજુ કોઈ ને ખબર પડી નથી :
" સહ્જાદાલાલ અને સોનીયાલાલ ને આવતા વર્ષ નો સંયુક્ત ભારતરત્ન મળવાનો છે. . . "
# સાહેબે માર્યો લોચો . . .
(ક્રમશ : લોચા તો ચાલુ રહેવાના. . . !)
No comments:
Post a Comment