Saturday, 30 November 2013

તમને ક્યારેય એ મંત્રી લેખો નથી લાગ્યા?


આમ તો મને બોરિંગ કામ કરવા ગમતા નથી પણ છેવટે મેં આજે મારે હાથે લખેલા કેટલાક તંત્રી લેખો વાંચી નાખ્યા (ભગવાન ને ગમ્યું એ ખરું, શું થાય હવે?)

. . . ઘણું એવું વાંચ્યા પછી ખબર પડી કે એતો દેશ ના મંત્રીઓ વિષે આવેશ માં આવી ને લખેલા મંત્રી લેખો હતા, તંત્રી લેખો નહિ. . . !!!

ઉફ્ફ, ઘણી વાર આવી ઘફ્લતો પણ થઇ જાય છે મારાથી, . . . .

પણ, હમણાં-હમણાં જે છાપા ઓ ના તંત્રી લેખો તમે વાંચો છો એ મોટે ભાગે મંત્રીઓ વિષે જ નથી હોતા . . . ?

જબરું કહેવાય : તમને ક્યારેય એ મંત્રી લેખો નથી લાગ્યા?

Tuesday, 26 November 2013

મજાક - મજાક માં . . .


મૌનમોહનસિંહ નું મૌનોમંથન :

" મજાક - મજાક માં દશ વર્ષો વીતી ગયા,

હવે મને યાદ આવે છે કે કેટલા બધા કામ બાકી છે . . !

આટલા ઓછા સમય માં હું બીજી કેટલી મજાક કરી સકીશ? . . . "

# ચૂંટણી : 2014

Monday, 25 November 2013

હવે અમને એક મોકો આપો વાળી વાળી ને દેશ લુંટવાનો . . !

હવે અમને એક મોકો આપો ( વાળી વાળી ને દેશ લુંટવાનો . . . !).
હવે એક નવી જાહેરાત બાઝાર માં આવી રહી છે . . . જેમાં મુન્ના(!) થી છુટા પડેલા ફેજરીવાલ (?) જાતે જ બોલતા જોવા મળશે આ રીતે  -

ફેજરીવાલ : અબ મેરી બારી હે -

અત્યાર સુધી કોન્ગ્રેશ, ભાજપ, ડાબેરીઓ, બસપા, રાજપા, સપા, વગેરે - વગેરે એ દેશ માં થી વાળી વાળી ને બહુ જ રૂપિયા પોતાના ઘર ભેગા કર્યા છે, હવે મારો વારો છે.

એટલે જ મેં મારા પક્ષ માં ઝાડુ ની એન્ટ્રી કરાવી છે.

હવે અમે વાળી વાળી ને બહુ જ રૂપિયા પોતાના ઘર ભેગા કરીશું। હવે અમને એક મોકો આપો ( વાળી વાળી ને દેશ લુંટવાનો . . . !).

# ચૂંટણી : 2014

ગુરુઓ કરતા ચેલાઓ કેમના આગળ વધી ગયા? "

તમારા સરીર માં લોહી ખૂટી ગયું છે. . . ! : મોદી

હવે મારે "આપ" નો કચરો પણ સાફ કરવો પડશે। . .  ! :અન્ના

અન્ના હજારે અને અડવાની બંને નો પ્રોબ્લેમ સરખો છે. :

બંને જણા એ જેમને ચેલા બનાવ્યા, એ બંને ચેલાઓ તેમના પર પગ મૂકી ને આગળ નીકળી ગયા. અત્યારે બંને જણા એક જ વાત વિચારતા હશે : " સાલું, આવું કેમનું થયું - અમે ગુરુઓ કરતા ચેલાઓ કેમના આગળ વધી ગયા? "

Sunday, 24 November 2013

ધ ગ્રાન્ડ ઇન્ડિયન આર્ટીફીસીયલ કોન્સ્પીરસી શો

 દર વખતે એક જ વાત. . . .
તમને આ ક્યારેય સમજાયું છે ?

બોસ, મને તો આજ સુધી સમજાયું નથી : કૌભાંડ માં ઝડપાયેલા બધા પોતાને નિર્દોષ જ કેમ જાહેર કરતા હોય છે?

. . . અને કહેવાતા કૌભાંડો તેમના વિરુદ્ધ ના કાવતરા જ કેમ લાગતા હોય છે,?

. . . અને આપણે સામાન્ય જનતા તરીકે નાહક ની ચિંતા કેમ કર્યા કરતા હોઈએ છીએ. . . ?

જેમ કે નીચેના કેસ તમે જોયા અને સાંભળ્યા જ હશે : -

1. કોઈ પણ મોટા હોદ્દા પર નો માણસ કોઈ કૌભાંડ માં ઝડપાય એટલે પોતાની સ્પષ્ટતા માં એક જ વાત કેમ કરતો હશે : " આ વિરોધીઓ દ્વારા કરાયેલું કાવતરું છે. . .  , મને ફસાવવામાં  આવી રહ્યો છે." ( . . .જાણે કે આખી દુનિયા એની વિરુદ્ધ માં હોય, અને એની વિરુદ્ધ કાવતરા કરવાની રાહ જ જોઇને બેઠા હોય . . .  !)

2. કોઈ મોટો રાજકારણી પણ જો કોઈ કૌભાંડ કે ખોટા કેસ માં ઝડપાય તો તરત જ તેની પ્રતિક્રિયા આવી જ હશે : " આ તો વિરોધ પક્ષ ની સાઝિશ છે, હું નિર્દોષ છું. આ વિરોધીઓ દ્વારા કરાયેલું કાવતરું છે. . .  , મને ફસાવવામાં  આવી રહ્યો છે."

3. આવી જ રીતે જો કોઈ સ્ત્રી કોઈ કેસ માં ઝડપાય તો તરત જ મોટા ભાગે એક સુર ( સસુર નહિ યાર . . . !) રહેતો હોય છે : " આ એક સ્ત્રી તરીકે મારે સહન કરવું પડે છે, એક સ્ત્રી વિરુદ્ધ આ એક પુરુષ દ્વારા કરાયેલું કાવતરું છે. . . " ( જાણે કે સ્ત્રી વિરુદ્ધ કાવતરું કરવું એ પુરુષ નો જ એક માત્ર સાર્વત્રિક ધર્મ ના હોય . . . !)

4. કોઈ ટીવી ચેનલ વાળો ખરાબ કામો માં કે કૌભાંડ માં ઝડપાય તો તરત જ એક ટેગ લાઈન જોવા મળશે : " આ તો અમારી વિરોધી ચેનલ દ્વારા કરાયેલું કાવતરું છે. . . , પણ અમે નિર્દોષ છીએ. " ( . . . અમે તો આખું વર્ષ સારા જ કામો કરીએ છીએ, એટલે આખી દુનિયા છોડી ને બસ સામેના ટીવીવાળા જ અમારા એક માત્ર દુશ્મન છે. . . !)

5. કોઈ છાપા વાળો ખરાબ કામો માં કે ખોટા કૌભાંડ માં ઝડપાય તો તરત જ એક ન્યુઝ લાઈન છાપેલી જોવા મળશે : " આ તો અમારા વિરોધી અખબાર  દ્વારા કરાયેલું કાવતરું છે. . . , અમે નિર્દોષ છીએ. " ( . . . અમે તો આખું વર્ષ સારા જ કામો કરીએ છીએ, એટલે આખી દુનિયા છોડી ને બસ સામેના છાપાવાળા જ અમારા એક માત્ર દુશ્મન છે. . . !)

6. હવે નો મુદ્દો જરા નવો છે, એટલા માટે કે તે આજે જ પ્રકાશ માં આવ્યો છે. ( તમે કહેશો : કે અત્યાર સુધી આ મુદ્દો અંધારામાં કેમ હતો? )  હવે થી કોઈ પણ બળાત્કાર નો આરોપી એવું કહી સકે છે : " આ તો અમે બંને એ સમજીને આચરેલું કૃત્ય છે. . . " અને પછી આવા આરોપીઓ તમારી પાસે એવા પૂરાવા માંગશે કે જેનું અસ્તિત્વ જ ના હોય . . . !

અને, જાહેર જનતા આ ધ ગ્રાન્ડ આર્ટીફીસીયલ કોન્સ્પીરસી શો ચૂપ ચાપ જોતી રહે છે : જનતા ઘણી જ કન્ફયુઝ થઇ જાય છે. જનતા ને તો બિચારી ને ખબર પણ પડતી નથી કે - આ બધું થઇ શું રહ્યું છે?

પણ, આ બધા ક્લીયર કટ કૌભાંડીઓ હંમેશા પોતાને નિર્દોષ કેમ જાહેર કરતા હશે? મને તો આજ સુધી સમજાયું નથી. . . !

તમને આ ક્યારેય સમજાયું છે ?

# ધ ગ્રાન્ડ ઇન્ડિયન આર્ટીફીસીયલ કોન્સ્પીરસી શો - 2013

: Nimesh 24.11.2013, Sunday

આખિર વહી હુઆ જિસકા હમ કો ડર થા







આખિર વહી  હુઆ જિસકા હમ કો ડર થા . . . !
એક નેતા રડતા - રડતા : લાઈફ માં ઘણી વાર એવું બનતું હોય છે કે આપને માનીએ કંઈક અને છેવટે નીકળે બીજું  કંઈક. . .

બીજો નેતા હસતા-હસતા  : ગુજરાત અને ગોવા માં પ્રવર્તમાન વાતાવરણ ને અનુરૂપ બબ્બર શેર -

" આખિર વહી  હુઆ જિસકા હમ નાચીજ કો ડર થા,
જીસકો હમને શેર માના વો તો  બચપણ સે ઉંદર થા. . . ! "

~ નિમિષ
23.11.2013, Sunday

Saturday, 23 November 2013

ધીરજ રાખ ભઈલા છેવટે બધા સારા વાનાં થશે. . . !

ધીરજ રાખ ભઈલા છેવટે બધા સારા વાનાં થશે. . . !

છેવટે બધા સારા વાનાં  થશે. . . !

આજે કોન્ગ્રેશ તો કાલે ભાજપ પણ ચૂંટાશે,

આજે એમણે  લુંટ્યા, તો કાલે બીજા પણ લુંટશે,

પણ, હામ રાખ ભઈલા છેવટે બધા સારા વાનાં  થશે. . . !



આજે મોઘવારી તો કાલે હુંઘવારી યે આવશે,

આજે ભાવ ઘટ્યા, તો કાલે હજુયે વધશે,

નાનીનાની યોજનાઓ ની સાથે-સાથે મોટા મોટા કૌભાંડો પણ આવશો,

પણ, ધીરજ રાખ ભઈલા છેવટે બધા સારા વાનાં  થશે. . . !


આજે તારે મોંઘા ભણવાનો ભાર છે તો,

તો કાલે મજુરી નો જથ્થાબંધ પગાર પણ મળશે,

આજ નું બે-ટંક ખાવાનું જેમતેમ પૂરું કર ભઈલા,

પણ, બહાદુરી રાખ ભઈલા, છેવટે બધા સારા વાનાં  થશે. . . !


રોજે-રોજ ની લુંટફાટ,ચોરી,રેપ ના બનાવો પચાવ તારા મન માં,

આદર્શો ની વાતો તારા ઘર માં થી બહાર ના કાઢ,

આડી-અવળી વાતો થી ના કંટાળ, હિંમત તું રાખ,

હજુયે, હિંમત રાખ ભઈલા, છેવટે બધા સારા વાનાં  થશે. . . !

~ નિમિષ
23.11.2013
(ઈમેજ કર્ટસી : આર કે લક્ષ્મણ નો કોમન મેન)

કરુણ ઈજ્જતસંભાલ પ્રકરણ ના સાઈડ ઈફેક્ટસ

કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તેજપાલ . .  !) પ્રકરણ ના સાઈડ ઈફેક્ટસ . .  !

બઝાર માં હવે કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તેજપાલ . .  !) પ્રકરણ ના સાઈડ ઈફેક્ટસ આવી રહ્યા છે :

કંપની લેવેલે પોતાની રીતે કરવા ના ફેરફારો : ~

(1). કંપની માં કામ કરતી સ્રીઓ એ ખાસ કરી ને ડાહ્યા - ડાહ્યા અને કાકા ની ઉંમર ના લોકો થી જરા અંતર રાખવું.

(2). હવે સરકાર અધિનિયમ લાવવાની છે કે દરેક બિલ્ડિંગ માં લીફ્ટ માં કેમેરા ફરજીયાત છે, અને કેમેરા ફરજીયાત ચાલુ હાલત માં હોવા જોઈએ અને ચાલુ કેમેરાઓ નું રેગ્યુલર મોનીટેરીંગ ફરજીયાત પણે કરવાનું રહેશે.

(3) દરેક લીફ્ટ માં ઇલેક્ટ્રિક લાઈટો હોવી જરૂરી છે, અને એ પણ ચાલુ હાલત માં હોવી જોઈએ.

(4). દરેક કંપની માં એક કાઉન્સેલિંગ બોડી બનાવવી પડશે જે મહિલાઓ ની ફરિયાદો નું ધ્યાન રાખશે। અને દર 6 મહિના દરમિયાન રીપોર્ટ સુપરત કરવાનો રહેશે। અહિયાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે ડાહ્યા-ડાહ્યા માણસો નું ખાસ રીપોર્ટીંગ અને મોનીટેરીંગ કરવાનુ ફરજીયાત છે.

(5). કંપની માં કઈ પણ કામ માટે કોઈ ને પણ નોકરી છોડવાની ધમકી નહિ આપી સકાય.

વ્યક્તિગત  લેવેલે કરવા ના ફેરફારો : ~

(1). ગુનો કરીને કોઈ પણ વ્યક્તિ કે કહેવાતા ઉંચી પોસ્ટ વાળા ઓ જાતે જ પોતાના ન્યાયાધીશ બની શકશે નહિ.

(2). ગુનો કરીને  કોઈ પણ વ્યક્તિ 6 કે 12 મહિના પોતાના ઘરે બેસી જાય એ પણ ચાલશે નહિ.કારણ કે ઓફીસ ના લોકો ને પછી ખબર ના પડે કે ગુનેગાર ને  સજા થઇ છે કે  પછી આરામ આપવામાં આવ્યો છે. યુ સી, કૈક સજા જેવું લાગવું તો જોઈએ ને  . . . !

(3). ગુનાગર વ્યક્તિ એ જયારે પોતાની સ્પષ્ટતા કરવાનો મોકો મળે ત્યારે સામાન્ય માણસ ને સમજાય એવી ભાષા માં વાત કરવાની રહેશે, . . ગોળ-ગોળ અને કન્ફ્યુંસન વાળી ભાષા ચાલશે નહિ, અને વ્યક્તિ એ નવા - નવા સબ્દો શોધવાનો પ્રયત્ન ના કરવો, એ કામ ભાષા શાસ્ત્રી ઓ પાસે રહેવા દેવું !

શરતો ને આધીન : આ નિયમો લોકો (. . . બોલે તો પ્રજા, એટલે કે નાગરિકો ! ) ના જનહિત માં જાહેર કરવામાં આવ્યા છે એની લાગતા ( . . . વાંચીને અને વાંચ્યા વગર ) વળગતા લોકો એ નોધ લેવી.

# કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તેજપાલ . .  !) પ્રકરણ ના સાઈડ ઈફેક્ટસ
Preparad by : Nimesh, Cartoon Courtsy : Niti Central
તા: 23.11.2013 - સનિવાર

તું તો હજુયે કમાલ કરે છે, . .

તુમ અભ્ભી ભી કમાલ  કરતા હય . . .
આજ-કાલ ચૂંટણી ની મોસમ છે. અને બધા રાજકારણીઓ કૈક ને કૈક વિષય પર ભાષણ કરી રહ્યા છે, અને વારે ઘડીએ બોલ-બોલ કરવાના કારણે તેમેના થી ઘણા લોચા થઇ જાય છે.

એક કવિ હ્યદય ના રાજકારણી ચૂંટણી માં ભાષણ કરવા ગયા અને તેમના મન માં રહેલો આક્રોશ તેમના મોઢા માં થી નીચેની કવિતા રૂપે સરી પડયો  છે :


તું તો હજુયે કમાલ કરે છે, . . .

ગરીબી તો દેશ માં આદિકાળ  થી છે,
અને તું હજુયે એની ફરિયાદ કરે છે?

કૌભાંડો કરવા એ તો નેતાઓ નો લોહી નો ધર્મ છે,
અને તું હજુયે એના સામું હંગામો કરે છે?

પાંચ-પચાસ ની લાંચ આપતા તું ડરે છે,
અને તું હજુયે પ્રમાણિકતા ની વાતો કરે છે.

આઝાદી મળે તો દેશ ને વર્ષો થઇ ગયા છે,
અને તું હજુયે અધિકારો ની માંગણી કરે છે.

ચૂંટણી માં વોટીંગ કરવા માટે તો તું ક્યાં જાય છે
અને પાછો, તું આદર્શ નેતા ની અપેક્ષા કરે છે?

~ નિમિષ : 23.11.2013 / સનિવાર
(ઈમેજ કર્ટસી : મંજુલ)

Friday, 22 November 2013

ચૂંટણી નું મુદ્દો : ત્રાસ મચ્છરો નો . . .

ચૂંટણી નું મુદ્દો : ત્રાસ મચ્છરો નો . . .




શું આ રાહુલભાઈ આંતકવાદીઓ ના ત્રાસ ની વાત કરતા હતા?

અરે, ના ભાઈ ના , એ તો તેમને કરડેલા મચ્છરો ના ત્રાસ ની વાત કરતા હતા.

# એક સમાચાર : રાહુલગાંધી એ કહ્યું : બુન્દેલખંડ માં મને બહુ જ મચ્છરો કરડયા. . .

ક્યાં સુધી ખેંચીસ આ ભાર . . ?

ક્યાં સુધી ખેંચીસ આ  ભાર . . ?





. . . થાકી ગયો, ક્યાં સુધી ખેંચીસ આ  ભાર . . ?

હું તો આ દશ વર્ષો માં કઈ બોલ્યો પણ નથી. . .  !

અને બીજાઓ ના કરેલા કૌભાંડો નો ભાર મારે વેઠવાનો . . . ?

કરુણ ઈજ્જતસંભાલ ની સિક્રેટ ડાયરી માંથી . . .


કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તરુણ તેજપાલ।  . . . !) ની સિક્રેટ ડાયરી માંથી, સાભાર. . .

મારી પોતાના કરુણ ઈજ્જતસંભાલ કે પ્રક્રરણ પર થી મળતો બોધપાઠ આજે લખવા માંગું છું  :

આમ તો હું ઘણા  બધા સબ્દો જાણું છું, અને લોકો ના હાવભાવ પારખવામાં ઉસ્તાદ છું, પણ આજે લીફ્ટ માં સામે ની વ્યક્તિ ના વિચારો પારખવામાં થાપ ખાઈ ગયો, . . . હું કૈક ભળતું જ સમજી બેઠો અને મારાથી એક કૌભાંડ થઇ ગયું, અમારી ભાષા માં કહું તો આખી જિંદગી મેં લોકો ના સ્ટીંગ ઓપરેસન કાર્ય છે અને આ વખતે મારું સ્ટીંગ ઓપરેસન થઇ ગયું . . . અને મેં (. . . તરુણ તેજપાલ પોતેજ તો !) સાબિત કરી દીધું કે મારું પણ સ્ટીંગ ઓપરેસન થઇ સકે છે. . .

તમને શક તો ગયો જ હશે કે કદાચ બીજા પણ ઘણા કૌભાંડ કર્યા  જ છે મેં , . . . વાત તો સાચી પણ - આ પકડાઈ જવું એજ મોટી વાત છે.

મારા બીજા મીડિયા માંના અશુમલ ટાઇપ ભાઈઓ માટે કૈક લખવા માંગું છું :

(1). બીજાઓ  ની ફીરકીઓ ખેચી રાખતા રખેવાળો એ પોતાની ફીરકી ખેચાવવાની તૈયારી રાખવી।

(2). બીજાઓ ના વારે-ઘડીએ સ્ટીંગ ઓપરેસન કરવા માં વ્યસ્ત પત્રકારે વર્ષ માં એકાદ વાર પોતાનું પણ સ્ટીંગ ઓપરેસન કરી લેવું, યુ સી। . . .  જસ્ટ પ્રેક્ટીસ માટે, ક્યારેક કામ માં આવે. . .

(3). સાલું બીજા ઓ ના ન્યાયાધીશ બનવું બહુ સહેલું છે, . . . કયારેક પોતાના અંતકરણ (જો હોય તો. . . !) માં જોઈ લેવું કે પોતે કેટલા દુધે ધોયેલા છે.

(4). મેં એક નવી થીયરી પણ શોધી કાઢી છે : જાતે જ પોતાના ન્યાયાધીશ બની જવાનું। જેમ કે તમે કોઈ ખરાબ કામ કરો એટલે ખરાબ કૃત્ય પ્રમાણે જાતે જ સજા કરી લેવાની, હું પણ છ એક મહિના ઘરે જ આરામ કરવાનો છું. હું એક નવો ટ્રેન્ડ ચાલુ કરવાનો છું - સેલ્ફ બોલે તો પર્સોનલ ન્યાયાધીશ, તરત જ ન્યાય મળી જાય આવી સીસ્ટમ માં. તમે તો જનો જ છો આજ-કાલ ભારત માં કોઈ પણ કેશ નો ચુકાદો આવતા વર્ષો લાગી જાય છે. તો મારો આ પ્રયાસ તો આવકારવા દાયક જ છે. . .

# કરુણ ઈજ્જતસંભાલ (બોલે તો તરુણ તેજપાલ . . . !) ની સિક્રેટ ડાયરી માંથી। . . .

Thursday, 21 November 2013

તમે શું બોલ્યા અને અમે શું સમજ્યા ?

. . . અને લોકો ને ખરે-ખર શું સંભળાઈ રહ્યું છે ?


તમે શું બોલ્યા અને અમે શું સમજ્યા ? : - 

આ વખતે ચૂંટણી માં રાજકારણીઓ એખુબ જ સાચવીને બોલવું પડે છે. . . 

કારણ કે દેશ ની જનતા - લોકો હવે ખુબ જ સમજુ થઇ ગયા છે.  ( અરે યાર કમાલ કરો છો તમે તો જનતા એટલેશું એવું પૂછવાનું? . . .  હદ થઇ ગઈ યાર હવે તો . . . ! ) 

લોકો તરત જ સમજી જાય છે કે કવિ (તમારા માટે કવિ = રાજકારણી, નેતા, ચૂંટણી લડનાર વગેરે વગેરે. . .  !) કહેવા શું  માંગે છે. . . . અથવા કવિ (હવે વારંવાર કવિ કોણ છે અથવા કવિ એટલે શું? . . . એવું બધું ના પૂછો યાર. . . ) નો ઈશારો કઈ તરફ છે. . . .!!!

ઉદાહરણ તરીકે : (યુ સી, આજ-કાલ બધું ડીટેલ માં સમજાવવું પડે છે. . . !)

કોન્ગ્રેશ ના રાહુલ ગાંધી કહી રહ્યા છે : " બીજેપી ચોરોની પાર્ટી છે. દેશ ની જનતાએ કોન્ગ્રેશ ને પચાસ - સાઈઠ વર્ષ રાજ માટે આપ્યા, તો શું બીજા પાંચ વર્ષ વધુ માટે ના આપો? "

. . . અને લોકો ને ખરે-ખર સંભળાઈ રહ્યું છે  :

કોન્ગ્રેશ ના રાહુલ ગાંધી રડતા-રડતા કહી રહ્યા છે : "અમારી પાર્ટી પણ  ચોરોની પાર્ટી જ છે. દેશ ની જનતાએ કોન્ગ્રેશ ને લુંટવા માટે પચાસ - સાઈઠ વર્ષ આપ્યા, તો શું બીજા પાંચ વર્ષ વધુ લુંટવા માટે ના આપો? "

                                                                        *****

બીજેપી ના નરેન્દ્ર મોદી : " કોન્ગ્રેશ પણ ચોરોની પાર્ટી છે . . . કોન્ગ્રેશ દેશ ને પચાસ - સાઈઠ વર્ષ થી લુંટી રહ્યું છે, તમે એમને આટલો બધો સમય આપ્યો તો અમને ફક્ત પાંચ વર્ષ ના આપો? "

. . . અને લોકો ને ખરે-ખર સંભળાઈ રહ્યું છે :

બીજેપી ના નરેન્દ્ર મોદી : " કોન્ગ્રેશ ચોરોની પાર્ટી છે તો અમે ઘંટીચોરો ની પાર્ટી માં ગણાઈએ . . . કોન્ગ્રેશ દેશ ને પચાસ - સાઈઠ વર્ષ થી લુંટી રહ્યું છે, તમે એમને આટલો બધો સમય આપ્યો તો અમને લુંટવા માટે ફક્ત પાંચ વર્ષ ના આપો? "

# ચૂંટણી : 2014

રાજકારણીઓ હવે જેલ માં થી રહી ને ચૂંટણીઓ લડી શકશે !

એક સમાચાર :

રાજકારણીઓ હવે જેલ માં થી રહી ને ચૂંટણીઓ લડી શકશે

હા, બીજું શું થાય. હવે . . . .?

 . . . .  જે પ્રમાણે રાજકારણીઓના ગુનાઓ બહાર આવી રહ્યા છે, અને તેમના થી જેલો ઉભરાઈ રહી છે એમના માટે જ રાજકારણીઓ દ્વરા આ એક આગોતરી વ્યવસ્થા કરવાંમાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. . . . !

સાહેબ નું બોલ બચ્ચન. . . .

સાહેબ નું બોલ બચ્ચન. . . .




અને આજે ફરી પાછું સાહેબ થી બોલવા માં લપસી પડાયું :

" મોહન લાલ ગાંધી ની છેલ્લી ઇસ્ચ્છા હતી કે . . ."

( ભીડ માં બેઠેલી પબ્લિક વિચારવા લાગી કે - ભાઈ, મોહનદાસ ગાંધી નું નામ તો સાંભળ્યું હતું, . . . આ મોહનલાલ કોણ ઉભરાઈ આવ્યું. . .  ??? અને ગામ માં દરેક જણ બિચારા મોહનલાલ ને ઘરે ધક્કા ખાવા લાગ્યું છે. . .  મોહનલાલ ને તેમની છેલ્લી ઇસ્ચ્છા પૂછી-પૂછી ને હેરાન કરી મુકે છે. . . !)

તમે તો જનો જ છો કે સાહેબ આજ-કાલ બહુ બોલ - બોલ કરી રહ્યા છે એટલે સાહેબ ની જીભ થોડી લપસી ગઈ છે, . . . બોલે તો બોલ બચ્ચન થઇ ગયું સાહેબ થી. . .  યુ નો આવું થતું નથી પણ . . .

વિચારો, . . . એક વાર થયું જ છે તો ફરીથી પણ આવું થઇ સકે છે, એટલે કે સાહેબ ની જીભ હવે થોડી-થોડી લપસતી જ જવાની છે  :



વધુ એક થી એક ચડિયાતા આવનાર લોચાઓ  :

" મનમોહનલાલ તમે એક વાર મારી સામું આવી ને ભાસણ  તો કરો . . . ?"

(એટલા માં તો ટોળા માં થી બધા મનમોહનલાલ નામ ધારી રીતસર ના ઉભા થઇ ગયા. . . એમેને લાગ્યું કે સાહેબ તેમને ગળે લગાવવા બોલાવી રહ્યા છે, એમને સુ ખબર કે સાહેબ મનમોહનસિંગ ને ધમકાવી રહ્યા છે . . .!)

" મોઢવધીયાલાલ, તમે કોન્ગ્રેશ ને નઈ બચાવી શકો. . . "
( અર્જુન મોઢવધીયા આ સાંભળી ને બેહોસ થઇ ગયા છે, તેમનાથી આ સદમો સહન થતો નથી . . . સાહેબે આપેલું આટલું બધું માન-પાન. . . . !)

" વાઘેલાલાલ, તમે પક્ષ પલટુ ભલે રહ્યા, પણ હવે ભાજપ માં પાછા આવી જાઓ. . .  "
( શંકરસિંહ વાઘેલા એ તરત જ પ્રેસ બોલાવી ને જાહેર કરી દીધું છે કે આ માન વાચક શબ્દો બીજા કોઈ ના માટે હશે પણ એમાં જેનો ઉલ્લેખ કરાયો છે એ વાઘેલા હું નથી . . . !)

અને છેલ્લલો બાઉન્સર જે હજુ કોઈ ને ખબર પડી નથી :

" સહ્જાદાલાલ અને સોનીયાલાલ ને આવતા વર્ષ નો સંયુક્ત ભારતરત્ન મળવાનો છે. . . "

# સાહેબે માર્યો લોચો . . .
(ક્રમશ : લોચા તો ચાલુ રહેવાના. . . !)

ઓપેરેસન લીફ્ટ @ થીંક ટેક . . .


તહેલકા ના કુખ્યાત ( પ્રખ્યાત તો એ પહેલા હતા હવે નથી રહ્યા . . . !) પત્રકાર તરુણ તેજપાલ કે જે સ્ટીંગ ઓપેરેસન કરવા માટે જાણીતા છે તે હવે એક નવું સ્ટીંગ ઓપેરેસન કરવાના છે - ઓપેરેસન લીફ્ટ @ થીંક ટેક :

તેમને ચિંતા છે કે દિવસે-દિવસે દેશ માં ફેલાયેલા વધુ ને વધુ આસુમલો ની વધુ લીલાઓ બહાર આવતી જાય છે, . . . તરુણભાઈ ને ડર છે કે . . . . કે વિકૃત માણસો ની માનસિકતા ગમે ત્યાં બહાર આવી સકે છે : પછી ભલે એ આશ્રમ હોય કે લીફ્ટ . . . !

. . . અને પછી તેઓ આ ઓપેરેસન લીફ્ટ વિષે માફી પણ માગી લેશે . . . !!!

# કરુણ ઈજ્જતસંભાલ

Tuesday, 19 November 2013

રાજકીય પાર્ટી ઓ નો ચૂંટણી ઢંઢેરો . . .

રાજકીય પાર્ટી ઓ  નો ચૂંટણી ઢંઢેરો

એક રાજકીય નેતા ની સિક્રેટ ડાયરી માં થી :

આજ કાલ દરેક રાજકીય પક્ષ ને એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે :

દર પાંચ વર્ષે મારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવો પડે છે, હવે તમે જ કહો હું છાપી-છાપી ને હું શું છાપું? હું આજકાલ ગણો કન્ફ્યુંસન માં છું. ખબર નથી પડતી કે શું કરું. . .

આમ તો છેલ્લા ઘણા વર્ષો થી અમે નીચેના મુદ્દાઓ જ છાપીએ છીએ  :

1. ગરીબી હટાવીશું. . .( અમને પોતાને પણ નવાઈ  લાગે છે, દર વખતે અમે આ તો છાપીએ જ છીએ, જેમ અમને ખબર છે. . .  તેમ દેશ ના લોકો ને પણ પણ ખબર જ છે કે આ ફક્ત લખવા માટે જ છે. . . બસ ફક્ત લખતા રહેવાનું છે, આમાં કરવાનું કશું નથી, અમે કઈ રીતે ગરીબી હટાવી શકીએ? ખાનગી માં કહું તો દેશ ની ગરીબી હટાવવાની વાત કરતા-કરતા મેં અને અમે લોકો એ અમારી ગરીબી હટાવી દીધી છે. . . આ વાત માં દેશ નો પણ ફાયદો જ છે. . . દેશ માં અમુક ટકા લોકો ની ગરીબી તો દુર થશે . . . યુ નો. . . આ પણ દેશ ની સેવા જ છે ને . . . રાઇટ ? તમે તો જાનો જ છો કે ફલાણા બાબા એ કહ્યું છે કે પોતાની સેવા એ દેશ ની પણ સેવા જ છે. . . !)

2. મોંઘવારી ઘટાડીશું . . . ( તમે તો હસવા માંડ્યા યાર ,. . . જાણે મેં કઈ જોક ના કહી હોય. . .  ! ઉપર ના મુદ્દા ની જેમ જ આ પણ એક રેઢિયાળ મુદ્દો છે જે અમારી પાર્ટી આઝાદી મળી ત્યાર થી છાપે રાખીએ છીએ . . . મારું બસ ચાલે તો હું લખું જ ના. . . . તમે જ કહો : મોઘવારી આજ સુધી એક પણ આવેલી સરકારે ઘટાડી? ઉપર થી વધતી જાય છે. . . છતાયે દર વખતે બધા પક્ષો આવો મુદ્દો લખે છે એટલે અમારે પણ આવું બધું છાપવું પડે છે. . . યુ નો કે અત્યારે માર્કેટીંગ નો જમાનો છે એટલે સામે વાળો જેવું કરે એવું આપણે પણ કરવું પડે. . . અમારે પણ સ્પર્ત્ધા માં ટકી રહેવાનું છે યાર. . . તમે જ કહો મારી વાત વ્યાજબી છે ને?

3. આતંકવાદ નાબુદ કરીશું. . . ( બસ ખાલી છાપી દેવાનો આ મુદ્દો . . . અમારાથી કશું થાય એમ નથી. . .  જેમ બીજાથી પણ કશું થાય એમ નથી . . . !!!)

4.  પાડોશી દેશો સાથેના સંબંધો સુધારીશું . . . ( ટૂંક માં કહું તો પાડોશી દેશો માં પ્રવાશો કરવાના, તેમના પ્રધાનો જોડે હાથ મિલાવવાના, થોડા ફોટા પડાવવાના, પ્રેસ રીલીજ કરવાની, ... બસ આવું બધું . . . !!!)

5. દેશ નો વિકાસ કરીશું।. . . ( . . . આ તો ફક્ત આવું લખીએ છીએ પણ એનો ખરો અર્થ થાય છે : અમે અમારો વિકાસ કરીશું. . .  દેશ નો વિકાસ તો છેલ્લા સાઈઠ વર્ષો થી કરીએ છીએ , કેટલો વિકાસ કર્યો છે એ તો તમે જાણો  જ છો. . . !)

આ તો દર વખત ના ઓલ ટાઈમ ગ્રેટ મુદ્દાઓ છે જે અમારા મુખ પત્ર માં હોય છે. . .
પણ , હવે જમાનો બદલાયો છે, અને હવે દેશ માં જાગૃતિ આવી છે, કહે છે કે લોકો ને બધી જ જાણ  હોય છે. . .  અને સર્વે પ્રમાણે હાઈ કમાન્ડ નો ઓર્ડેર છે કે આ વખતે કઈ નવા વચનો મારે લખવાના છે. . . .

તમારા ધ્યાન માં કોઈ બીજા મુદ્દાઓ હોય તો પ્લીસ કહેજો : અમે જરૂર છાપીશું . . . અરે ય્યાર,  ગભરાસો નહિ, અમારે ફક્ત છાપવાના જ છે, કશું કામ ક્યાં કરવાનું છે?

# ચૂંટણી : 2014



એક મચ્છર અપને દેશ કે પ્રોબ્લેમ સુલ્જા સકતા હે . . . !!!

સાલા એક મચ્છર અપને દેશ કે પ્રોબ્લેમ સુલ્જા સકતા હે  . . . !!!

દેશ માં મચ્છરો નો ઘણો જ  ઉપદ્રવ છે, . . . અને દર વર્ષે મલેરિયા ના કારણે કદાચ હજારો માણસો મૃત્યુ પામતા હશે. . .

પણ આપને અત્યારે બીજી ઘણી મોટી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છીએ જેવી કે : ગરીબી, ભ્રષ્ટાચાર, કૌભાંડ, મોંઘવારી, ડૂબતો રૂપિયો, અને બીજા પણ ઘણા જ પ્રોબ્લેમ છે જેના તરફ મધ્યમ માણસો નું ધ્યાન હંમેશા ખેચાતું રહે છે અને સતત ચિંતા સતાવતી રહે છે. . .

પણ, આજ સુધી મચ્છરો પર ઉગ્ર લેવલે કોઈ ચર્ચા પત્રો બહાર પડ્યા નથી, કે તેમાં વિષે અખબાર માં પણ કઈ વિશેષ છપાતું નથી, હજારો માણસો ની જાન લેવા છતાયે મચ્છરો હજી એ મોસ્ટ વોન્ટેડ લીસ્ટ માં આવ્યા નથી. . . કેટલો બધું પ્લાન્નીંગ કરવું પડે છે, કેટલો સંઘર્ષ કરવો પડતો હશે મચ્છરો ને. . . અને એટલે જ મચ્છરો પોતાને ખુબ જ નાકામા સમજી રહ્યા છે. . . પણ ઉપરવાળા ને ત્યાં દેર છે પણ અંધેર નથી. . . છેવટે ભગવાને (ઉફ્ફ, સોંરી  . . . રાહુલ ગાંધી અને મોદી એ . . . ) મચ્છરો ની સામું જોયું છે. . .

અને એટલે જ આજ-કાલ મચ્છરો ચર્ચા માં છે. . . આભાર આપણા નેતાઓ નો : -

હમણાં જ સતત રડવા માટે જાણીતા રાહુલ ગાંધી એ જણાવ્યું છે કે : " તેને બુન્દેલખંડ માં ખુબ જ મચ્છરો કરડયા. . . "

( . . . સાલ્લુ, એક સામાન્ય માણસ તરીકે  આપને જાહેર માં આવી ચર્ચાઓ કરતા ક્યારે સીખીશું??? )

વિશેષ ટીપ્પણી માટે જાણીતા મોદીએ જણાવ્યું કે : " બુન્દેલખંડ ના એ મચ્છરો ને સલામ છે, તેમને રાહુલ ગાંધી નું લોહી ચૂસ્યું. . . . મચ્છરો ને ઘણી જ ટ્રેન્નીંગ  આપવામાં આવી છે, તેમને ખબર છે કે કોનું લોહી ચૂસવા જેવું છે. . ."

મચ્છરો ખુશ છે કે છેવટે તેમની નોંધ અને ચર્ચાઓ રાષ્ટ્રીય લેવેલે થઇ રહી છે. . .

ગરીબી, ભ્રષ્ટાચાર, કૌભાંડ, મોંઘવારી, ડૂબતો રૂપિયો, અને બીજી પણ ઘણી બધી સમસ્યાઓ દેશ ની સામે છે છે પણ કદાચ એ ઘણી મોટી છે . . .

દેશ ની જનતા હરખાઈ રહી છે કે નેતાઓ હવે દેશ ના લોકો ની મૂળભૂત અને નાના માં નાની સમસ્યાઓ તરફ ધ્યાન આપી રહ્ય છે . . . લોકો આ જાણી  ને ખુશ થાય છે કે આજે નાની સમસ્યાઓ ની ચર્ચા થશે, પછી તેમનું સોલ્યુસન આવશે, . . .  પછી મોટી સમસ્યાઓ ચર્ચાશે. . . અને કદાચ ઉકલાશે . . .

વાહ-વાહ. . . !

વિચારો દોસ્તો આ બધી સમસ્યાઓ ના નિરાકરણ નું મૂળ એક મચ્છર થી સરું થશે. . .  .

સાલા એક મચ્છર અપને દેશ કે પ્રોબ્લેમ સુલ્જા સકતા હે।  . . . !!!

# ચૂંટણી  : 2014

ચૂંટણી : 2014 અને નીવેદનબાજીઓ, દલીલો, આક્ષેપો


ચૂંટણી  : 2014 અને નીવેદનબાજીઓ, દલીલો,  આક્ષેપો. . .




રાહુલગાંધી : બીજેપી ચોર છે.

મોદી : હા, અમે કોંગ્રેસ ની ઊંઘ ચોરી છે.

દોસ્તો, વિચારવા જેવી વાત એ છે કે દેશ ની સૌથી મોટી પાર્ટી અને  સંભવિત વડાપ્રધાન પદ ના ઉમેદવારો આ વખતે એક બીજા સામું નીવેદનબાજીઓ, દલીલો,  આક્ષેપો કરવામાં માં વ્યસ્ત છે. . .

આપણો દેશ અત્યારે જે સમસ્યાઓ નો સમાનો કરી રહ્યો છે તેનું સોલ્યુસન શોધવામાં કોઈ ને રસ નથી. . .

કે તેને માટે તેમની પાસે કોઈ જવાબ છે કે નઈ  ર્તેની વાત કોઈ કરતુ નથી. . .

# ચૂંટણી  : 2014

Monday, 18 November 2013

મારે કોલગેટ કૌભાંડ માં કશું જ છુપાવવાનું નથી : ડૉ. મૌની બાબા





એક સમાચાર : મારે કોલગેટ કૌભાંડ માં કશું જ છુપાવવાનું નથી : ડૉ. મૌની બાબા (ઉર્ફે : ડૉ. મૌનમોહનસિંઘ)

( સંભાવના ની દ્રષ્ટી એ અર્થગટન : બીજા બધા કૌભાંડ માં હશે પણ આમાં તો નથી જ. . .)

આ વખત નો ચુંટણી ઢંઢેરો . . .





એક નેતા બીજા નેતા ને : " અલ્યા, ચૂંટણી નજીક આવે છે, આ વખતે ચુંટણી ઢંઢેરા માં કયો મુદ્દો સૌથી અગ્રમ રાખવો છે? "

બીજો નેતા (થોડું ખંધુ વિચારી ને, ધીમું હાસ્ય વેરવતા) : એ જ મુદ્દો જેનાથી આપણે સ્વતંત્રતા મેળવી ત્યારથી ચુંટણીઓ જીતતા આવ્યા છીએ - " ગરીબી નિવારણ . . . "

Sunday, 17 November 2013

ચૂંટણી - 2014


આ વખતે ચૂંટણી વિચિત્ર રીતે પેશ થવાની છે :

એક પણ નેતા લોકો ના કામ ની વાતો નથી કરતા . . . .

એક નેતા સરદાર ને વેચવા નીકળ્યો છે, . . .

એક નેતા રામ નું મંદિર વેચવા નીકળી પડ્યો છે. . .

એક બાબો ચૂંટણી ને નજીક આવતી જોઇને જ્યાં જાય ત્યાં રોદણાં રડવા માંડે છે . . .

એક મેડમ હજુ પણ હિન્દી બોલવાની પ્રેક્ટીસ ચૂંટણી સભા માં કરે છે . . .

એક મોટા ગજા નો નેતા તો છેલ્લા દસ વર્ષ થી કઈ જ બોલ્યો નથી . . .

કેટલી વિચિત્ર વાત છે કે આ વખતે પણ ચૂંટણી એ જ મુદ્દાઓ પર લડાવવાની છે કે જે મુદ્દાઓ પચાસ વર્ષ પહેલા ની ચૂંટણી માં વપરાયા હતા . . . ઉફ્ફ, . . . . કહેવાતા નેતાઓ બદલાય છે. . . બાકી બધું એમ નું એમ જ છે . . .

Wednesday, 6 November 2013

તમને શું લાગે છે : ભારત માં ખરેખર કઈ શાહી છે?

દિલ્હી માં એક જોરદાર ચર્ચા ચાલી રહી છે :

બધા રાજકારણીઓ અને નેતાઓ ભેગા મળી ને એક આંદોલન કરી રહ્યા છે - તેમનું કહેવું છે કે ભારત માં લોકશાહી ક્યાંય છે જ નહિ, . . . તેમનું ચોક્કસ પણે માનવું છે કે ભારત માં બીજી ઘણી શાહીઓ છે જેવી કે -

જોક્શાહી,
કૌભાંડશાહી,
બાપુશાહી,
લલ્લુશાહી,
મુલાયમશાહી,
આપશાહી,
સોનીયાશાહી,
બાબાશાહી,
સહેજાદાશાહી,
હજારેશાહી ,
મોદીશાહી,
પ્રદેશવાદશાહી,
પરીવારવાદશાહી,
સંઘશાહી,
કોલસાશાહી,
3G શાહી ,
તેલંગાનાશાહી,
ચૂંટણીશાહી,
સેક્યુલારીસ્મશાહી,
તોફાનોશાહી,
ગરીબશાહી,
અમીરશાહી,
નેતાશાહી,
રેપશાહી ,
ઝગડાશાહી,
. . . . . વગેરે વગેરે . . .

તમને શું લાગે છે :

ભારત માં ખરેખર કઈ શાહી છે?

ભારત માં જોવા મળતી કૌભાંડ નાથ ની શુભેચ્છાઓ


એક કૌભાંડી નેતા બીજા કૌભાંડી નેતા ને કઈ રીતે નવા વર્ષ ની શુભેચ્છાઓ આપતો હશે ? :

" નવા વર્ષે નવા નવા ક્ષેત્રો જેવા કે - કોલસો, લાકડુ, ગોળ, ચા, ખાંડ , લીલાં શાક ભાજી, બટાકા , ડુંગળી , કલર, મરચું, ક્રિકેટ , સરકારની આવનાર ભાવી યોજનાઓ, વગેરે - વગેરે (. . . બીજા ક્ષેત્રો તમારે તમારી આવડત થી શોધી લેવા !) માં શક્ય એટલાં કૌભાંડો તમે કરી શકો તેવી સુભકામનાઓ . . . "

આપનો હિતેચ્છુ,
કૌભાંડ નાથ

Friday, 1 November 2013

નિવેદનો : સત્તાવાર અને પછી બિન સત્તાવાર . . .

કાલ્પનિક દૃશ્ય :

ગુજરાત માં એક મોટા નેતા નો નો interview લીધા પછી પત્રકાર પેલા નેતા ને પૂછે છે: " સાહેબ, આ સત્તાવાર નિવેદન છે કે પછી બિનસત્તાવાર ? "

પેલા નેતા હજુ આવી બધી વાતો થી ટેવાયા નથી એટલે પૂછે છે : " કેમ લ્યા, આવું બોલે છે?"

પત્રકાર હસતા - હસતા : " ના ના , આ તો સાહેબ પછી પાછળ થી બખાડો થાય તો તમને છટકતા ફાવે . . . !"

***

વેલ, હવે માર્કેટ માં નવો ટ્રેન્ડ ચાલુ થયો છે . . . બિચારા પત્રકારો ને હવે તંત્રીઓ ને ખાસ નોધી ને આપવું પડે છે કે આ લેખ કે interview સત્તાવાર છે કે બિનસત્તાવાર . . .

દોસ્તો, કલ્પના ને હકીકત બનતા વાર નથી લાગતી . . . જેમ મીરા ને મગન બનતા વાર નથી લાગતી। ( યાદ કરો : એસી લાગી લગન, . . મીર હો  ગઈ મગન . . . : મહત્વ અહી લગન નું છે . . !!!)

કોઈ પણ રાજકારણી હવે આવા નિવેદનો આપી ને છટકી સકે છે . . . તમને ઘણીવાર confusion થશે કે ય્યાર, . . હમણાં જે સાંભળ્યું એ આ ભડકેલા નેતા નું સત્તાવાર નિવેદન હશે કે બિનસત્તાવાર . . .!

તમારે હવે આદત પાડવી પડશે દોસ્તો . . . આવું બધું સંભાળવાની અને સહન કરવાની . . .

જેમ કે: . . .

(1) મોદી : સરદાર પટેલ અને નહેરુ વિશે મેં જે કઈ પણ કહ્યું તે મારું સત્તાવાર નિવેદન નહોતું . . . ( . . . બિન સત્તાવર રીતે હું ચૂંટણી માં મુદ્દા ની શોધ માં છું, . . . . ગાંધીજી આજકાલ વેચાય એમ નથી, . . . રામ નું મંદિર બને એમ નથી, . .  થયું લાવ સરદાર નું નામ વટાવી જોઈએ, . . . !)

(2) ડૉ . મનમોહન : કોલસા કૌભાંડ માં સત્તાવાર રીતે મારો કોઈ હાથ નથી . . . ( . . . બિન સત્તાવર રીતે મારા પગ અને મગજ હોઈ સકે છે . . ! ) અને મારા પક્ષ દ્વારા પણ આ વિશે કોઈ સમર્થન અપાયું નથી . . . (બાકી સત્ય તો તમે જાણો  જ છો . . . !) . . . સત્તાવાર રીતે હું ક્યારેય મેડમ ના હુકમો માનતો નથી . . . (???) . . . ( . . અને બિન સત્તાવાર રીતે હું એમના સિવાય બીજા કોઈ નું કઈ માનતો નથી . . . )

(3) સિંદે : સત્તાવાર રીતે જયારે બિહાર માં મોદી ની જાહેર સભા માં ત્રાસવાદી હુમલો થયો ત્યારે હું કઈ કોઈ હિરોઈન સાથે સમારંભ માં ડાન્સ નહોતો કરતો . . . (. . . બિન સત્તાવર રીતે મારું શરીર ત્યાં મૌજુદ હતું . . . એમ મારો કોઈ હાથ નથી . . . ) . . . સત્તાવાર રીતે તો હું મારા ઘરે ચુપ ચાપ સુઈ ગયો હતો .( આમેય છેલા દસ વારસો થી અમે સરકાર માં સુઈ જ રહયા છીએ . . !)

(4) સોનિયા ગાંધી: સત્તાવાર રીતે અમે છેલા દશ વર્ષો માં દેશ ની સેવા જ કરી છે .( . . . બિન સત્તાવર રીતે કહો તો અમે દેશ ને બરબાદ કરવામાં કઈ જ કચાસ છોડી નથી, . .  અને જો છતાયે તમને લાગતું હોય કે હજુ પણ દેશ ને લુંટી સકાય એમ છે તો અમને જણાવો, . . આમારી પાસે હજુ પણ સમય છે . . દેશ ને લુંટવાનો !!!)

(5) રાહુલ ગાંધી: સત્તાવાર રીતે તમે મને યુવાન ગણી શકો છો। (. . . બિન સત્તાવર રીતે કહો તો હું હવે ઘરડો થઇ ગયો છું . ), . . સત્તાવાર રીતે તમે મને કહી શકો કે હું એક રાજકારણી છું . . .  (. . . બિન સત્તાવર રીતે કહો તો હું હવે કવિ બની ગયો છું . . . . એક જૂદ જ પ્રકાર નો કવિ જેને પોતાની ભાષા પોતાને જ સમજાતી નથી .. !) . . .સત્તાવાર રીતે હું ક્યારેય રડ્યો જ નથી . . સત્તાવાર રીતે મેં ક્યારેય કહ્યું જ નથી કે મને ગુસ્સો આવે છે, . . સત્તાવાર રીતે મેં ક્યારેય કહ્યું જ નથી કે મને કોઈ મારી નાંખશે  . . . (. . . બિન સત્તાવર રીતે કહો તો જયારે પણ મને ભાષણ કહેવાનું કહેવામાં આવે ત્યરે હું નાના છોકરા ની જેમ રડવા જ માંદુ છું . . .શું કરું મને આટલા મોટા તોળા ને જોઇને ખબર જ નથી પડી કે હું સુ બોલું . . ?)

(6) આશુમલ : હું  લોકો ને ભક્તિ ના રસ્તે વાળું છું . . .સત્તાવાર રીતે હું ભ્રમચર્ય પાળું છું . (. . . બિન સત્તાવર રીતે કહો તો મારે અને ભ્રમચર્ય ને આ ઉંમરે પણ કઈ લાગતું વળગતું નથી . . . ભક્તિ, માય ફૂટ !!!. . . . એ તો મારો પાર્ટ ટાઇમ ધંધો હતો . . .!!!)

(7) ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ : સત્તાવાર રીતે અમારું અસ્તિત્વ ગુજરાત માં છે ( . . . હેં . . . એ શું બોલ્યા . . ! બિન સત્તાવર રીતે કહો તો અમે અસ્તિવ જ ધરાવતા નથી ગુજરાત માં !), . . . સત્તાવાર રીતે અમે ભાજપ સામે ચૂંટણી લડીએ છીએ . . (બિન સત્તાવર રીતે કહો તો અમે કોન્ગ્રેસ માં એક બીજા સામે જ ચૂંટણી લડીએ છીએ . . જે જગ જાહેર છે . . !)

આ હતા થોદ મુદ્દા જે તમારી સામે આવી સકે છે, . .  તમારે  તૈયાર રહેવાનું છે : સમજવા કે શું આ  સત્તાવાર છે અને શું સત્તાવાર નથી . . !

દોસ્તો , થઇ જાઓ તૈયાર . . . પછી કહેતા નઈ કે અમને ખબર ના પડી . . . !!!