| છેલ્લી વાર ના બે બોલ : હવે હું વડાપ્રધાન નહિ જ બનું |
છેલ્લી વાર ના બે બોલ : હવે હું વડાપ્રધાન નહિ જ બનું . . .
એક કાલ્પનિક અહેવાલ: ~
પત્રકાર કેમેરા સામે જોઇને મંદ-મંદ હસતા, : દર્શક આજે મિત્રો આપની સામે છે આપણા લોક્દાજીલા મુન્નુંસિંહ જે છેલ્લા દશ વર્ષ થી વડા પ્રધાન તરીકે આપણ ને ઠોકી બેસાડવામાં આવે છે, . . . તો વધારે સમય ના બગડતા સીધા તેમની સાથે જ વાત કરીશું . . .
સર, અત્યારે તમારા મગજ (જો હોય તો?) માં કયો વિચાર આવે છે?
"હવે હું વડાપ્રધાન નહિ જ બનું" - દયામણા ચહેરા પરથી માંખી ઉડી અને મોઢા માં થી બે બોલ સારી પડ્યા.
"પણ, કેમ?" - બિચારા પત્રકાર ને સમજાયું નહિ.
"કારણ કે આપણા - અરે,આપ વાળા ના નહિ, અમારા પક્ષ ને નવો નેતા મળી ગયો છે."
"નવો નેતા, એ વળી કયો?"
"આપણા સૌના માનીતા બાબા . . ."
" પણ બાબો તો જ્યાં પણ ચૂંટણી પ્રચાર કરવા ગયો છે ત્યાં બધે આપની હર જ થઇ છે, એનું શું? તમે આવું કહી જ કઈ રીતે શકો?"
"કારણ કે મને બાબા માં ભવિષ્ય નો એક કામિયાબ નેતા દેખાય છે"
"ભવિષ્ય નો જ કેમ , વર્તમાન નો કેમ નહિ?"
"કારણ કે આપણા પક્ષ નું વર્તમાન તો અત્ત્યારે હું જ છું અને ભવિષ્ય તો હું છું નહિ કારણ કે હવે મારાથી સહન થતું નથી, એટલે હું આ બધી જવાબદારીઓ બીજાને સોપવા માંગું છું, અને બાબા થી ઉચિત વ્યક્તિ મને કોઈ જણાતો નથી, સૌથી મોટું કારણ તો એ પરિવાર નો છે એટલે . . . "
"દેશ ની આવી હાલત જોઈ ને તમને ક્યારેય રાજીનામું આપવાની ઇચ્ચ્છા ના થઇ?"
"આવી એટલે કેવી?, રૂપિયો 65 જ થયો છે ને હજુ તો ગણો સ્કોપ છે એમાયે . . ."
"તમને શું લાગે છે - તમરો પક્ષ ફરીથી સત્તા પર આવશે?"
" અમે ભલે ગમે તેટલા કૌભાંડો કરીએ આ દેશ ના અમારા વગર છૂટકો નથી, છેલ્લા સાઈઠ વર્ષો થી અમે જ રાજ કરીએ છીએ ને. . ."
"તમને નથી લાગતું કે તમે એક નબળા વડાપ્રધાન છો?"
" તમને કઈ રીતે લાગ્યું?"
"તમારો ચહેરો જોઇને નહિ પણ દેશ ની હાલત જોઇને?
"એ આપને ભવિષ્ય ના ઈતિહાસકારો પર છોડીયે . . . "
" તમને ક્યારેય અમે ગુસ્સા માં જોયા નથી, એવું કેમ?"
" એવું કોઈ કામ જ નથી કર્યું કે ગુસ્સો આવે. . . અને એજ તો મારી ખાસિયત છે અને એટલે જ સ્તો મને આ પદ મળ્યું છે - તમે હજુયે સમજ્યા નહિ?"
"તમને સૌથી મોટી બીક કોની લાગે છે?"
"ગુજરાત ના સાહેબ ની?"
"સાહેબ પર થી યાદ આવ્યું - જો સાહેબ દેશ ના વડાપ્રધાન બને તો . . . . તમારું શું માનવું છે?"
"જેમ મેં વડાપ્રધાન બની ને દેશ નું ભલું નથી કર્યું તો સાહેબ કઈ રીતે કરશે?"
"તમારા આરાધ્ય દેવ"
"બાબા"
"દશ વર્ષ ના ગાળા માં તમને કઈ વાત નું દુખ મન માં રહી ગયું?"
"એજ કે દશ વર્ષ માં પણ હું આ દેશ માટે કઈ જ ના કરી સક્યો . . . સિવાય કે કૌભાંડો માં મૂક સંમતી "
"તમને સૌથી વધુ હાસ્ય કઈ વાત પર આવે છે?
"એજ કે અમે, અત્યાર સુધી-અમારા પક્ષે દેશ પર રાજ કર્યું છે છતાયે કઈ નથી કરી શક્યા છેલ્લા સાઈઠ વર્ષો માં અને તમારા ગુજરાત ના સાહેબ પાંચ વર્ષ માં દેશ બદલાવાની વાત કરે છે. . . મને તો આ જોક પર જ બહુ જ હસું આવે છે. . . "
"દશ વર્ષ મેં તમારા પોતે કેટલા નિર્ણયો લીધા?
"એક જ"
"કયો?"
"એજ કે હવે હું વડાપ્રધાન નહિ બનું . . ."
"તમારા દશ વર્ષ ના શાસન માં તમને સૌથી મોટું કપરું કામ અક્યું લાગ્યું?
"વડાપ્રધાન બનવું. . . "
"હેં. . . "
# કાલ્પનિક અહેવાલ (જે તમને રીયાલીસ્તિક લાગી રહ્યો છે. . . )
No comments:
Post a Comment