Monday, 6 January 2014

તમારો પગ ભાગ્યો હોય ત્યારે . . .

 તમારો પગ ભાગ્યો હોય ત્યારે ~

ઘણી બધી વાતો તમારા પર વીતે ત્યારે જ સમજાય  છે : એવું ઘરડા માણસો કહી ને ગયા છે. મને પણ હમણાં જ આ વાત ખબર પડી કે જયારે મારો (એટલે કે મારો પોતાનો જ . . .) પગ ભાગ્યો . . . !

જેમ પ્રેમ માં પડ્યા પછી જ ખબર પડે છે કે ખરેખર કેટલા પડ્યા . . .  એમ પગ ભાંગવા ની લાગણી વિષે પણ મને ત્યારે જ ખબર પડી કે એ ખરેખર એ શું હોય છે . . . !!!

ઘણી વાર તમે એવી પરિસ્થિતિ માં મૂકી જાઓ કે તમે સાચું બોલો તોયે લોકો ના માન્ય માં ના આવે.એવું જ આ વખતે મારી સાથે થયું। આમ તો જો કે હું પડતો નથી અને એટલે જ ક્યારેય પગ ભાંગતો પણ નથી. . . ખોટું લોકો આવી ને આપણું માંથું ખાય, અને ઘરે બેસવું પડે એ જુદું।

 . . . બટ, હોની કો કૌન ટાલ સકતા હે? ( . . . ખુદ ટાલિયા ભી નહિ, રાઇટ ?)

આખિર વહી હુઆ જિસકા મુજે ડર થા. છેલ્લી વખતે હું મારા ગામ વેડા ( અલ્યા, ચમ લ્યા, ભૂલી જ્યો, આપનું મેહાંણાં (મહેસાણા) બાજુ) ગયો અને આ પરાક્રમ થઇ ગયું . . .

મારા પગ ભાંગવાના અનુભવો ભાવી અને પ્રભાવી પ્રજા વચ્ચે વહેચતા રોકી સકતો નથી. ( . . . યુ સી આવું બધું બોલવું પડે, એમ સીધે-સીધું ના કહેવાય કે હું બે સબ્દો કે બે ફકરા ધસેડવા માંગું છું. . . સમજાયું?)

જેમ કે :

1. આખું ગામ તમારી સલાહે દોડી આવે છે. . .  તમને તો એજ સમજાતું  નથી કે તમારો ફક્ત પગ જ ભાગ્યો છે કે બીજું પણ કશું  થયું છે. . . .લોકો પગ વિષે આટલું બધું જ્ઞાન ધરાવતા હશે એ પણ ત્યારે જ તમને ખબર પડે છે. તમને મન માં શંકા જાગે છે કે આ બધાના યે પગ આ જન્મ માં ભાગ્યા હશે કે જેથી તેમને આટલો-બધો અનુભવ છે? ( . . . કે પછી ગપ્પા મારે છે. . . !! )

2.  હમણાં ઓફીસ જવા માટે સ્પેસીયલ રીક્ષા કરી તો રીક્ષાવાળો પણ સળંગ વિશ મિનીટ સુધી " પગ ભાગે ત્યારે શું કરવું અને શું ના કરવું"  - એ વિષય પર ભાષણ કરતો રહ્યો . . .  છેવટે કંટાળી ને મેં વચ્ચે રીક્ષા ઉભી રાખવી અને થોડું ચાલી લેવાનું ઉચિત માન્યું . . . યુ સી, લોકો તો કીધે રાખે આપણે બધું થોડું માની લેવાય . . . ઘડીવાર તો મને પણ બીક લાગી કે જે રીતે તે ભાષણ આપી રહ્યો છે એ જોતા તો " પગ ભાંગવા " પર જાણે થીશીશ ના લખ્યો હોય. . . અને એકલવાયા કવિ ની જેમ વાચકો ને શોધતો હોય અને જાણે હું જ જડપાઈ ગયો હોઉં . . .

3. અમુક લોકો તો રાહ જ જોઇને બેઠા હતા : "જોયું ને બહુ કૂદતો હતો, ભાગ્યો ને હવે . . . "
. . . અને અમુક લોકો સીધે સીધું કશું ના કહે પણ ઇન ડાયરેક્ટ ભાષા માં આપણ ને શ્રાપ આપતા હોય એમ સંભળાવે - " થોડુ ધ્યાન રાખો હવે, મોટા થઇ ગયા, ક્યાં સુધી ટાંટિયા તોડશો . . . "

. . . એક તો યાર, મજાનો આરામ કરવા મળતો હોય અને પાછા આવું બોલીને આપણી મજા બગાડે. . . એ લોકો ને કોણ સમજાવે કે અમારા જેવા નોકરી વાળા ને પગ ભાગે ત્યારે જ પરાણે રજા મળતી હોય છે. . .  !

4. અને હદ તો ત્યારે થાય કે લોકો ખબર કાઢવા આવે અને પાછા આપણ ને પૂછે : -

"અચ્છા, તો તમારો પગ ભાગ્યો છે, અમને તો એમ કે તમારા હાથ -પગ બંને ભાગી ગયા હશે. . . " (આપણે વિચારીએ કે આ ખબર કાઢવા આવ્યા છે કે. . .  ?)

"કયો પગ ભાગ્યો?"

 " . . . અને આ હાથ ના ભાગ્યો? "

" કેમ હાથ ના ભાગ્યો અને પગ જ ભાગ્યો?"

"બંને પગ નહોતા ભાંગ્યા તમારા?"

"કેમ ભાગ્યો?"

"એવું શું કરતા હતા?"

"થોડું ધ્યાન ના રખાય?"

"સામે વાળાને તો કઈ નથી થયું ને, તમારે તો ચાલે પણ સામે વાળા નું તો વિચારવું પડે ને યાર. . . "

પણ છતાયે  . . . ગમે યાર લોકો તમારી ફિકર કરે, તમને એ બહાને મળવા આવે. . .  થોડી સલાહ મળે . . . !!!

પણ સૌથી મોટી મજા ~  . . . એ લાગણી જોરદાર છે કે તમે નાના બાળક ની જેમ સાજા થઇ ને પગ માંડવાનું શરુ  કરો . . .  જાણે પા -પા  કરતા ના હોય . . .

. . . ઠીક છે હવે ભગવાન ને ગમ્યું એ ખરું બીજું શું થાય હવે. . . ?

ચીયર્સ  . . .!!!

No comments:

Post a Comment