ઝડપાયા . . . ઝડપાયા . . . ઝડપાયા . . .
તમે આવા સમાચાર તો સાંભળ્યા જ હશે : ફલાણો ઝડપાયો અને ઢીંકણો ઝડપાયો. . .
ખબર છે કે હવે તમે આવું વાંચી ને કંટાળી ગયા છો,
તમને લાગે છે કે આવું તો અમે રોજ વાંચીએ છીએ એમાં નવું શું છે?
પણ ધીરજ રાખો દોસ્તો, . . . .
ટૂંક સમય માં બજાર માં કેટલીક નવી હેડલાઈનો આવવાની છે જેમ કે ~
1. છેલ્લા દસ વર્ષ થી પ્રજા ને વિકાસ ના નામે લૂંટતો પ્રાઇવેટ કંપની નો મેનેજર ઝડપાયો.
2. છેલ્લા દસ વર્ષ થી મૂંગો રહેતો રેઢો ગુનેગાર ઘોટા પાડી ને બોલતા ઝડપાયો.
3. છેલ્લા વર્ષે ગુજરાતી સાહિત્ય નું નોબેલ પ્રાઈઝ જીતતો પ્રશિષ્ટ લેખક બીજા લેખક ની વાર્તા ચોરી કરતા ઝડપાયો.
4. રાજકારણ માં કચરો સાફ કરવાની વાતો કરતો એક બાહોશ નેતા ત્રણ કરોડ ની લાંચ લેતા ઝડપાયો.
5. દર ત્રીજા દિવસે ઉપવાસ પર ઉતરી આવતો એક સમાન્ય માણસ ઉપવાસ દરમ્યાન ચોરી છુપે વડાપાવ ખાતા ઝડપાયો.
6. મોંઘવારી ની વાતો ના રોદણાં રોતો આમ-આદમી નવા વર્ષ ની ઉજવણી કરતા ઝડપાયો.
7. દરેક મુદ્દા પર આડી-વળી વાતો કરતુ એક બાળક (બાબો) ફરી પાછું રડતા ઝડપાયું છે. તેનું કહેવું છે કે પક્ષ માં ફેરફાર લાવવા માંગે છે.
# ઝડપાયા . . . ઝડપાયા . . . ઝડપાયા . . .
No comments:
Post a Comment