Thursday, 2 January 2014

ખુબ જમેગા રંગ જબ મિલેંગે તીન યાર - સાહેબ, બાબા ઔર આપ





હવે કંઈક પરિસ્થિતિ અલગ થઇ છે ~

લોકશાહી ને ધબકતા રહેવા માટે શસક્ત વિરોધ પક્ષ હોવો જરૂરી છે. જેમ ગુજરાત રાજ્ય માં વિરોધ પક્ષ કોન્ગ્રેશ મૃતપ્રાય છે એ જ રીતે રાષ્ટ્રીય કક્ષા એ વિરોધ પક્ષ તરીકે ભાજપ પણ મૃતપ્રાય ય છે અને એ વાત ની સાબિતી છે આપ નો ઉદય . . . ગુજરાત માં સાહેબ ની લીલાઓ સામે બોલનાર કોઈ નથી એમ દેશ માં પણ મૌની બાબા ની ભ્રષ્ટ લીલાઓ સામે અવાજ ઉઠાવનાર કોઈ નહોતું . . . ભાજપ વાળાઓ એક-બીજો ના પગ ખેચવા માં થી જ ઊંચા ના આવે એટલે દેશ નો તો વિચાર જ ક્યાં આવે?

અત્યાર સુધી દેશ ના લોકો પાસે એકેય ઓપ્સન જ નહોતો એટલે "ના મામા કરતા કાણા મામા સારા' એ ન્યાયે વાર ફરથી બે મુખ્ય પક્ષ માં ના એકાદ ની પસંદગી થઇ જતી હતી પણ હવે એક ઓપ્સન કદાચ લોકો પાસે છે. . .

પરિસ્થિતિ રોમાંચક તો બની જ ગઈ છે, જોવાનું એ છે કે બદલાયેલા પરિમાણો થી દેશ નું, લોકો નું કેટલું ભલું થાય છે?

એ તો આવનારો સમય જ કહેશે કે કોણ ખરેખર દેશ નું ભલું કરવા નીકળ્યું છે અને કોણ પોતાનો વ્યક્તિગત સ્વાર્થ પોષવા. . . 

લેકિન, કિન્તુ, પરંતુ :

અબ, ખુબ જમેગા રંગ જબ મિલેંગે તીન યાર - સાહેબ, બાબા ઔર આપ . . .

# બદલાયેલું રાજકારણ

No comments:

Post a Comment