| મને હળ -હળતો અન્યાય થયો છે. . . |
એવું નથી કે હાર મળે એ પાર્ટી જ મનો-મંથન કરે. . . . ઘણી વાર કેટલાક ખાસ પ્રકાર ના લોકો પણ પણ મળેલા વિજય માં વિચાર વાયુએ ચડી જતા હોય છે. . . જેમ કે આપના સાહેબ . . .
સાહેબ ને હવે ટેન્સન વધી રહ્યું છે, . . .
સાહેબ વિચારે છે કે - " યાર, બધું બરાબર ચાલતું હતું, અને વચ્ચે આ અરવિંદ કેજરીવાલ આવી ગયો. . . ,
કાલ સુધી લોકો મારી જ વાત કરતા હતા. . .
સમાચારપત્રો, ટીવી, ઈન્ટરનેટ, રેડિયો બધે મારી જ વાતો અને વાહ-વાહ થતી હતી. . .
લોકો મને ભારત ના ભવિષ્ય તરીકે જોતા હતા. . . . અને અત્યારે . . .
. . . અત્યારે બધે જ યાર એ અરવિંદ ભાઈ ની જ ચર્ચાઓ છે. . .
યાર તમે જ કહો - ચાર રાજ્યો માંથી ત્રણ માં તો મેં ભાજપ ને જીતાડ્યું છે, અને છતાંયે આખા વર્ષ નો ન્યુજ્મેકર હું ના બન્યો અને પેલો અરવિંદભાઈ બધી બાજી મારી ગયો. . . . આખું વર્ષ મારી વાતો થાય અને છેલ્લે બાજી બીજું મારી જાય . . એવું થોડું ચાલે? મને તો ઘનુયે લાગી આવ્યું - ચૂંટણી પછી થતી વાતો માં મારા કરતા અરવિંદભાઈ ની વાતો અને ચર્ચાઓ વધુ હતી . . શું આ અન્યાય નથી. . . ?
તમને શું લાગે છે? : દર વખતે ન્યાય-અન્યાય ની વાતો કરતા બિચારા સાહેબ ને અન્યાય નથી થયો?
# સાહેબ ને મળેલો ન્યાય-અન્યાય
~ નિમેશ
(કાર્ટુન સૌજન્ય : સતીશ આચાર્ય )
No comments:
Post a Comment