" ઉત્તરપ્રદેશ માં અખિલેશ સરકાર મુઝાફ્ફરનગર રણખામો માં સંવોડાયેલા મુસ્લિમ નેતાઓ સામે ના કેસ પાછા ખેચી લેશે . . . " - એક સમાચાર
એક સામાન્ય નાગરિક તરીકે તમારા મગજ માં બત્તીઓ થવા માંડે છે :
1. શું દેશ માં ન્યાયપ્રણાલીઓ મરી પરવારી છે?
2. શું આ દેશ માં કોર્ટ ખૂટી પડી છે?
3. શું ફક્ત મુસ્લિમો ના વોટ મેળવવા માટેની આ ચાલ નથી? (નાનું છોકરું પણ સમજી જાય. . . !!!)
પોતાના પક્ષ ને બિન સંપ્રદાઇક પક્ષ તરીકે ઠોકી બેસાડતા સમાજવાડી (ઉફ્ફ વાદી . . . ??) પક્ષ આખરે સાબિત શું કરવા માંગે છે?
વારંવાર ગુજરાત ના કોમી રાણખામો ને યાદ અપાવનાર આ લોકો છેવટે પોતાના તરફ થી કેવું ઉદાહરણ આપશે?
ન્યાય આપવાનું કામ દેશ ના ન્યાય ક્ષેત્રો પર છોડવાને બદલે શા માટે દખલગીરી કરવી જોઈએ?
કે પછી સ્યુડો-સેક્યુલર ના ભૂંગળા જોરશોર થી વગાડી ને લોકસભા ની સીટો પર નજર મંડાઈ રહી છે?
અને જોવાની વાત એ છે કે કહેવાતા ચિંતકો, બુધ્ધીજીવો, પોતાની જાત ને સેક્યુલર માનતા નેતાઓ ને આમાં કઈ જ ખોટું દેખાતું નથી. . . તેઓ અત્યારે મોઢું સીવી ને ચૂપ થઇ ગયા છે. . . . તેમના મોઢા માં થી આ બાબતે એક પણ સબ્દ નહિ નીકળે . . .
પણ ધારો કે આવું જ કૈક ગુજરાત માં થયું હોત તો? . . . ફટાફટ, ઠેર-ઠેર આંદોલનો અને ચર્ચાઓ ની હાટડીઓ ખુલી ગઈ હોત . . .
વાત અહી કોઈનો બચાવ કરવાની નથી . . .
પણ, જે પ્રમાણે દેખાડવાના અને ચાવવાના અલગ રાખવામાં આવે છે તેની છે . . .
વાત જે રીતે દેશ ના લોકો ને જુદા પાડવામાં આવે છે તેની છે, . . .
પોતાના વોટ માટે જે રીતે મન ફાવે ત્યારે લોકો ને લડાવવા અને મન ફાવે ત્યારે તેમની વચ્ચે તિરાડો બનાવવી તેની છે. . .
પણ . . . પણ . . . પણ . . . એક મિનીટ , . . .
પોતાની જાત ને હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી હોવાનું ભાન ભૂલીને , દેશ ના એક નાગરિક તરીકે આપણે આ વાત ક્યારે સમજીશું?
# સ્યુડો-સેક્યુલરીઝમ ના ભૂંગળા : આપણે આ વાત ક્યારે સમજીશું?
(કાર્ટુન સૌજન્ય : સતીસ મિશ્રા )