| " હું ગરીબી હટાવીશ . . ." |
અને એ લોકપ્રિય નેતા એ પોતાની આગવી શૈલી માં ભાષણ ચાલુ કર્યું : (ઘણી વાર તો એવું લાગે છે કે જાણે ટેપ-રેકોર્ડર લગાવ્યું હોય. . . )
તમે જાણો છો કે મને ગરીબી કેટલી વહાલી છે, એટલી બધી વહાલી છે કે જ્યાર થી ચૂંટણી લડતા શીખ્યો ત્યાર થી ફક્ત એક જ મુદ્દા પર મેં આજ સુધી ચૂંટણી લડી છે - ગરીબી હટાવો . . .
અને તમે એના શાક્ષી રહ્યા છો પ્રજાજનો . . . તમે મને લગ-લાગટ સાત ટર્મ થી જીતાડ્યો છે, . . .
એનો અર્થ એ પણ થાય કે તમને પણ ગરીબી વહાલી છે, તમને પણ મારું દર વખત નું બોલ બચન ગમે છે. . .
કેટલા પ્રેક્ટીકલ લોકો છો તમે - તમે પણ જાણો છો કે ગરીબી ક્યારેય હટવાની નથી. . .
ફક્ત આપને પ્રયત્ન કરવાનો છે. . . .
આપને ફક્ત કર્મ કરવાનું છે . . .
ફળ ની આશા રાખવાની નથી. . . .
અને મને તમને જણાવતા આનંદ થાય છે . . .
. . . આટલા બધા વર્ષો તમારી ગરીબી હટાવવાના ચક્કર માં મારી પોતાની ગરીબી તો દૂર થઇ જ ગઈ છે. . . . !!!!
(ટોળા માં થી તાળીયો નો ગડગડાહટ . . )
તો તમે વિચારો જો મારી ગરીબી દૂર થતી તો શું તમારી નહિ થાય?
(ટોળા માં થી અવાજ આવ્યો - થાય . . . . થાય. . . થાય . . .)
જો હું મારી ગરીબી દૂર કરી શકું તો તમારા બધા ની ના કરી શકું?
(ટોળા માં થી અવાજ આવ્યો - સાહેબ તમે તો બધું જ કરી શકો. . . .)
બીજા નેતાઓ પોતાના વચનો બદલે છે પણ મેં ક્યારેય પોતાનું ચૂંટણી વચન બદલ્યું નથી. . . . અને એટલે જ દર ચૂંટણી ની જેમ આ વખતે પણ મારે તમારી પાસે થોડો વધારે સમય જોઈએ છે - ગરીબી હટાવવા બીજા પાંચ વર્ષ . . .
અને એટલે જ આ વર્ષે પણ મારું તમને એક જ વચન છે - " હું ગરીબી હટાવીશ . . ."
# ચૂંટણી 2014
No comments:
Post a Comment