Sunday, 23 March 2014

ગુરુ ની ધમાલ અને સાહેબ ની કમાલ


કમાલ કરે છે અને ક્યારેક ધમાલ પણ કરે છે,
એ ડોશો હજુયે એની ડોશી ને વહાલ કરે છે. . . . !!!

                                    બાકી, તમે જ કહો છોડી ના દે. . . ???

અઘરા સબ્દો નો અર્થ:

1. ડોશો = રેડ કે. અડવાની
2. ડોશી = સાહેબ : ધ બોસ

# ગુરુ ની ધમાલ અને સાહેબ ની કમાલ

(કાર્ટૂન સોર્સ : નીનાન - Ninan's World)

એ તો સાહેબ ખરો કમાલી . . . !


ભાજપ માં જે પ્રમાણે અડવાણી, પાઠક, જશવંત સિંહ ની હાલત થઇ રહી છે એ જોતા તો એક વ્યક્તિ તરીકે અટલ બિહારી બાજપાઈ ખુશ થતા હશે કે " thank God, હું એક્ટીવ રાજકારણ માં નથી. . . નહી તો . . મારી હાલત કેવી થાત . . . ? ભગવાન જાણે . . . (ઉફ્ફ, સોરી, . . . સાહેબ જાણે . . . ) "

# એ તો સાહેબ ખરો કમાલી . . . મારો સાહેબ ખરો કમાલી . . . !!!

Saturday, 22 March 2014

ભારત માં ફક્ત બે જ પ્રકાર ના માણસો હોય છે


" અને કેજરીવાલે કહ્યું કે ભારત માં ફક્ત બે જ પ્રકાર ના માણસો હોય છે -

1. ક્રાંતિકારી અને

2. બહુ જ ક્રાંતિકારી

આ શોધ મેં મારા હમણાં ના ભારત ભ્રમણ દરમ્યાન કરી છે. . . "

(કાર્ટુન : નિમેષ દ્વારા )

Tuesday, 18 March 2014

આયારામ અને ગયારામ



અને એ એ નેતાજી બોલી ઉઠ્યા : "હું ભાષણ તો કરીશ પણ એતો કહો કે કયા પક્ષ વિષે મારે ખરાબ બોલવાનું છે - ગઈ કાલે જે પક્ષ છોડ્યો હતો એ કે આજે જે પક્ષ જોઈન કર્યો છે તેના વિષે  . . . ચોખવટ કરો યાર. . . . "

# આયારામ અને ગયારામ

Saturday, 15 March 2014

પક્ષ બદલું કે ના બદલું?

બોલો, પછી હું પક્ષ બદલું કે ના બદલું?
અત્યારે પક્ષ-પલટુ ઓં થી બધા રાજકીય પક્ષો પરેશાન છે, . . .
પણ પક્ષ-પલટુ ઓ ની પોતાની વ્યથા હોય છે . . .
જેમ કે ~ 


 પક્ષ બદલું કે ના બદલું?

પાંચ વર્ષ થી અથડાયો,ગામે-ગામ ભટકાયો,
પાંચ વર્ષ થી પછડાયો, નાકે-નાકે ટટળાવ્યો,
ને હવે હાઈ કમાન્ડ કહે છે કે ટીકીટ નહિ મળે,
બોલો, પછી હું પક્ષ બદલું કે ના બદલું?

પહેલા તો ઓપ્સન નહોતા એટલે બાપા ને જિંદગી ગઈ એક પક્ષ માં,
પક્ષ ને મેં આપ્યું જીવન પણ, પક્ષે મને શું આપ્યું?
જવાબ મળ્યો - " બાબાજી ક થુલ્લું" - મારો પૌત્ર ખીજવે મને,
બોલો, કંટાળી ને પછી હું પક્ષ બદલું કે ના બદલું?

ગયા પાંચ વર્ષો ગાળ્યા વિરોધ પક્ષ માં,
અને હજુયે સરકાર રચવાનો મેળ પળે એમ નથી લાગતું,

આજ જ છે મોકો - સામે નો પક્ષ દેખાય છે જોર માં,
ડહાપણ ની દાઢ સમજી વિચારીને ડાહ્યો થવા નું કહે છે ત્યારે,
તમે જ કહો -  ડાહ્યો થઇ ને પછી હું પક્ષ બદલું કે ના બદલું?

ક્યારે ચૂંટણી લડીશ? ક્યારે પ્રધાન બનીશ?
અને ક્યારે મોટા-મોટા કૌભાંડો કરીશ?
મારું પોતાનું પણ મોટું નામ હોય, સેવા સાથે મેવા ના કામ હોય,
પોતાનું પણ દેશ ના કૌભાંડો માં જામ હોય,
આજે નહિ તો ક્યારે - શું આ દેશ ને મારી જરૂર નથી?
દેશ માટે થઈને - હું પક્ષ બદલું કે ના બદલું?

~ નિમેષ, 16.03.2014 - રવિવાર
( તસ્વીર પ્રતિકાત્મક છે, સોર્સ : ઈન્ટરનેટ )

રાજકારણ ના બેસ્ટ અભિનેતા એવોર્ડ જાય છે . . .


" રાજકારણ ના બેસ્ટ અભિનેતા એવોર્ડ જાય છે શ્રી મૌન્મોહન સિંહ ને . . . છેલ્લા દસ વર્ષો થી તેઓ દેશ ની સમસ્યાઓ માટે ના જવાબ માં ચુપ રહ્યા હતા  .  . . "

~ નિમેષ, 16.03.2014 - રવિવાર
( કાર્ટૂન : નિમેષ દ્વારા)

મને તો એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?

મને તો એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?




તમને સમજાતું હો તો ભલે,
બાકી,
મને તો એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?

ચૂંટણી ના ભણકારા વાગે ત્યારે જ કેમ,
ગામ માં નેતાઓ ના પગરવ સંભળાય છે?

ચાર વર્ષ આખા કોરા ધાકોળ જાય અને,
પાંચ માં વર્ષે બધી યોજનાઓ અપાય છે?

ગરીબો ભૂખમરા થી મરી જાય સદીયો થી,
ફક્ત ચૂંટણી વખતે જ તેમની ચિંતા કેમ નેતાઓ ને થાય છે?

પ્રમાણિક અને લાયક લોકો ફક્ત વોટ આપે અને,
બેશરમ, નફફટ, નાલાયકો કેમ ગામે-ગામ પૂજાય છે?

સદાચારીઓ ને સીટ મળવાનાયે ફાંફાં,
અને ભ્રષ્ટાચારીઓ ચૂંટણી જીતી જાય છે?

તમને સમજાતું હો તો ભલે,
બાકી,
મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે . . . . ?

~ નિમેષ 15.03.2014, શનિવાર

( તસ્વીર પ્રતિકાત્મક છે, સોર્સ : ઈન્ટરનેટ )

Wednesday, 12 March 2014

हमारी सोच बहुत क्रन्तिकारी है





" हमारी सोच बहुत क्रन्तिकारी है . . .

अब देश को चाहिए हमारे जैसे क्रन्तिकारी नेता . . . .

जो खुद decide करें कि कब भगतसिंह का फोटो use किया जाय . . . .

गांधीजी के नाम पे कोंग्रेस वॉट मांगे, सरदार के नाम पे भाजपा वॉट मांगे . . .

तो भला हम क्यों पीछे रहे . . . ?

इसमें क्या गलत हे? "

# बहुत क्रन्तिकारी सोच

સાહેબ આજ-કાલ ચિંતા માં છે



સાહેબ આજ-કાલ ચિંતા માં છે  . . . ચિંતા એ વાત ની છે કે -

" 10 વર્ષ માં ગુજરાત ના લોકો નો વિકાસ થયો હોય કે ના થયો હોય પણ મારો તો વિકાસ થયો છે કે નૈ ?

કેજરીવાલ ને ગુજરાત માં મારો વિકાસ પણ ના દેખાયો ? . . . "

# ચૂંટણી - 2014

Friday, 7 March 2014

હું ગરીબી હટાવીશ . .

" હું ગરીબી હટાવીશ . . ."

અને એ લોકપ્રિય નેતા એ પોતાની આગવી શૈલી માં ભાષણ ચાલુ કર્યું : (ઘણી વાર તો એવું લાગે છે કે જાણે ટેપ-રેકોર્ડર લગાવ્યું હોય. . . )

તમે જાણો છો કે મને ગરીબી કેટલી વહાલી છે, એટલી બધી વહાલી છે કે જ્યાર થી ચૂંટણી લડતા શીખ્યો ત્યાર થી ફક્ત એક જ મુદ્દા પર મેં આજ સુધી ચૂંટણી લડી છે - ગરીબી હટાવો . . .

અને તમે એના શાક્ષી રહ્યા છો પ્રજાજનો . . . તમે મને લગ-લાગટ સાત ટર્મ થી જીતાડ્યો છે, . . .

એનો અર્થ એ પણ થાય કે તમને પણ ગરીબી વહાલી છે, તમને પણ મારું દર વખત નું બોલ બચન ગમે છે. . .

કેટલા પ્રેક્ટીકલ લોકો છો તમે - તમે પણ જાણો  છો કે ગરીબી ક્યારેય હટવાની નથી. . . 

ફક્ત આપને પ્રયત્ન કરવાનો છે. . . .

આપને ફક્ત કર્મ કરવાનું છે . . . 

ફળ ની આશા રાખવાની નથી. . . .

અને મને તમને જણાવતા આનંદ થાય છે  . . .

 . . .  આટલા બધા વર્ષો તમારી ગરીબી હટાવવાના ચક્કર માં મારી પોતાની ગરીબી તો દૂર થઇ જ ગઈ છે. . . . !!!!

(ટોળા  માં થી તાળીયો નો ગડગડાહટ  . . )

તો તમે વિચારો જો મારી ગરીબી દૂર થતી તો શું તમારી નહિ થાય?

(ટોળા  માં થી અવાજ આવ્યો - થાય . . . . થાય. . .  થાય . . .)

જો હું મારી ગરીબી દૂર કરી શકું તો તમારા બધા ની ના કરી શકું?

(ટોળા  માં થી અવાજ આવ્યો - સાહેબ તમે તો બધું જ કરી શકો. . . .)

બીજા નેતાઓ પોતાના વચનો બદલે છે પણ મેં ક્યારેય પોતાનું ચૂંટણી વચન બદલ્યું નથી. . . . અને એટલે જ દર ચૂંટણી ની જેમ આ વખતે પણ મારે તમારી પાસે થોડો વધારે સમય જોઈએ છે - ગરીબી હટાવવા બીજા પાંચ વર્ષ . . .

અને એટલે જ આ વર્ષે પણ મારું તમને એક જ વચન છે - " હું ગરીબી હટાવીશ . . ."


# ચૂંટણી 2014



લોકો કોના - કોના થી ડરે છે?





હમણાં ગુજરાત માં આવી ને કેજરીભાઈ બોલ્યા કે લોકો અહિયાં દરે છે . . . .

મુંબઈ માં લોકો કહે છે કે સેના અને મનસે થી ડરે છે,

દિલ્હી માં કહે છે કે લોકો કેજરી થી ડરે છે,

બંગાળ માં કહે છે કે દીદી થી ડરે છે,

ગુજરાત માં કહે છે કે મોદી થી ડરે છે,

આ તો થયા ફક્ત ઉદાહરણો  . . .

ભલે, ભાઈશ્રી એ પોતાનું નામ ના લીધું હોય પણ, . .  પણ, . . . . પણ, . . .

પણ, કેજજરી ભાઈ ની વાત તો સાચી છે કે લોકો ડરે છે . . . . . !!!

# ચૂંટણી 2014

છેવટે નેતાજી આવ્યા ખરા. . . .


ગામ ના લોકો આજે ખુશ હતા. . .  છેવટે નેતાજી આવ્યા ખરા. . . .

અને જયારે એ ગામડિયા એ પૂછ્યું કે નેતાજી તમે છેલ્લા પાંચ વર્ષ માં કેમ દેખાયા નહી?

ત્યારે નેતાજી ગર્વ થી છાતી ફુલાવી ને બોલ્યા :

" હું ગામ ના વિકાસ ના કામો કરવા માં એટલો બધો વ્યસ્ત હતો કે હું ભૂલી જ ગયો કે હું એક નેતા છું અને મારે ગામ ની મુલાકાત પણ કરવાની હોય  . . . એતો ભલું થાજો દર પાંચ વર્ષે આવતી આ ચૂંટણી નું કે આ વર્ષે આવી અને મેં તમને દર્શન દેવાનો સમય કાઢ્યો . . . "

અને નેતાજી ના આ વિધાન ને ગામ ના લોકો એ તાળીયો ના ગડ-ગડાહટ થી વધાવ્યું  . . .

#  ચૂંટણી 2014

Wednesday, 5 March 2014

65 વર્ષ થી ગરીબ





તમે તો જાણો જ છો કે રાગા ને કેવા નવા-નવા વિચારો આવે છે (ના ખબર હોય તો અર્નાબ સાથેનો વાર્તા-વિલાપ જોઈ લેવો. . .) રાગા એ ગણું બધું બીચાર્યું છે. . . .

આ દેશ માટે, આ દેશ ની જનતા માટે તેમનો પક્ષ તો છેલ્લા સાઈઠ ઉપર વર્ષો થી કઈ કરી સક્યો નથી, પણ રાગા ને પર્સોનલી તેનું બહુ જ દુખ છે, અને એટલે જે દેશ ની જનતા માટે, આવનારી પેઢી માટે તેમને કૈક કરવું છે. . . . .

તમને કદાચ ખબર નહિ હોય પણ રાગા એક નવી ફિલ્મ બનાવવા માંગે છે જેનું ટાઈટલ તેમને વિચાર્યું છે : 65 વર્ષ થી ગરીબ . . .

# 65 Years a Poor - Inspired by RaGa

અઘરા સબ્દો ના અ(ન)ર્થ :
રાગા = રાહુલ ગાંધી

શ્રી . . . શ્રી . . . શ્રી . . .



માર્કેટ માં એક લેટેસ્ટ ટ્રેન્ડ જોવા મળ્યો હતો કે ફલાણા અને  ઢીંકણા ભાઈઓ પોતાની આગળ અને પાછળ કશુયે વિચાર્યા વિના " શ્રી " લગાડી દેતા હતા  . . .

જેમ કે -

1. સહારાશ્રી  (જે અત્યારે બેસહારા થઇ ગયા છે . . . )

2. સાહેબશ્રી (એમના ભક્તો ને પૂછી લેવું . . .)

3. વાઘેલાશ્રી (છેલ્લે ભાગેલાભાઈ કઈ પાર્ટી માં હતા?)

પણ, હવે આવી ગેલછા પાછળ ના કારણો ખબર પડી જતા એવા ખાસ લોકો વિશેષણો પોતાના આગળ અને પાછળ થી હટાવી રહ્યા છે. . . . ડર થી કે ક્યાંક પોતાનો બદસુરત ચહેરો કાળી શાહી થી વધુ બદસુરત ના થાય . . . !!!

# Sahara Effect

~ Nimesh 06/03/2014

શ્રી 420

આજ કી તાજા ખબર ~

હમણાં મળેલા અંદર ના સુત્રો (સોરી, આ વખતે વર્તુળો એ માહિતી આપી નથી, અને બધા ચોરસો અને લંબચોરસો તિહાર જેલ માં છે એટલે તેઓ કોઈ માહિતી આપી શક્યા નથી. . . !) ના જણાવ્યા પ્રમાણે સહારા શ્રી જે અત્યારે બેસહારા થઇ ગયા છે તે તિહાર જેલમાં રહી ને એક ફિલ્મ બનાવી રહ્યા છે જેનું ટાઈટલ  છે : શ્રી 420

નોધવા લાયક વાત એ છે કે તેઓ એ ફિલ્મ વિષે વધુ વિગતો આપવાની અત્યારે ના પાડી છે પણ, આ ક્ષણે તેઓએ ફક્ત એટલું જ જણાવ્યું હતું કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. . .

# શ્રી 420

~ Nimesh 06/03/2014

નદી, પુલ અને ચૂંટણી . . .



"અમે આમ કરીશું અને તેમ કરીશું, . . ."

નદી, પુલ અને ચૂંટણી. . .

ચૂંટણી આવી,
મોટા-મોટા અને ખોટા-ખોટા વાયદાઓ લાવી,
પાંચ વર્ષે સાહેબ ને લોકો યાદ આવ્યા,
સાહેબ ને ટેન્સન આવ્યું,
ફરી પાછું એજ લોકો સામે મારે વોટ માંગવા જવાનું,
ફરી પાછું એજ ભાષણ મારે વાંચવાનું,

સાહેબ પહોચ્યા સીધા પોતાના મત વિસ્તાર માં,
નેતાજી ની એક વાત -
"અમે આમ કરીશું અને તેમ કરીશું,
પેલું કામ પહેલા કરીશું, અને ઠેલેલું કામ પછી કરીશું,
તમે કહો કામ કરીશું,
પણ, વોટ અમારે નામ કરીશું, . . ."

અને સાહેબ થી બફાઈ ગયું - " ગામ ની નદી પર પુલ બનાવીશું, . . . "

સાંભળી ને એક ગામડિયો બોલ્યો -
" પણ, સાહેબ અમારા ગાંમ માં તો ચોંય નદી તો નૈં. . ." 

સાહેબ થોડા ચમક્યા, "હેં . . ."
અને પછી તરત મારી પલટી,
શું કીધું - ગામ માં નદી નથી?
તો પહેલા કેમ ના બોલા -
ગામ માં પહેલા નદી લાવીશું,
અને પછી પાંચ વર્ષ પછી આવતી ચૂંટણી માં મારો નવો વાયદો હશે -
નદી માં પુલ બનાવીશું, . . . . 

# ચૂંટણી 2014

~ Nimesh 06.03.2014, Wednesday