Monday, 28 October 2013

અરે સાહેબ તમે તો હળ - હળતુ જૂઠું બોલો છે . .




" નહેરુ - ભારત ના એ વખત ના વડાપ્રધાન પોતે સરદાર ની સ્મશાન યાત્રા માં નહોતા ગયા " . . . એવું તમે પોતે બોલ્યા  . . . " - એક દોઢ ડાહ્ય પત્રકાર નો પ્રશ્ન . . .

સાહેબ તો પહેલા થોડા ગૂંચવાઈ ગયા . .

આવું ક્યારેય બનતું નથી . . . પોતાના PR મેનેજરો ને ખાસ સુચના આપેલી છે કે માહિતી એક દમ સચોટ અને સાચી હોવી જોઈએ . . .
પછી ભલે પોતે એને જૂઠ માં દબોળી  ને બોલે . . . એ એમની મરજી ની વાત છે . . .
સૌથી પહેલા તો તેઓ કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર ના થયા પણ પોતાની વધેલી - ગટેલી ઈજ્જત નો સવાલ હતો . . . આથી તેઓ માઈક હાથ માં લઇ ને ઉભા રહ્યા . . .

ધીમે રહી ને પોતાનું ભૂંગળું આગવી સ્ટાઈલ માં વગાડવા માંડ્યું :

" ગુજરાત ની છ કરોડ ની જનતા ને હું જવાબ આપીશ . . . કે હું કશું એવું બોલ્યો જ નથી . . . આ તો મીડિયા નું ગતકડું છે . . . મારા સબ્દો ને તોડી - ફોડી ને મરોડવામાં આવ્યા છે . . . મેં આજ સુધી આવું ક્યારેય બાફ્યું છે . . . શું  તમે મને રાહુલ ગાંધી સમજ્યો છે . . . ? બોલો હા કે ના . . ?"

આ વખતે ટોળું હાજર નહોતું એટલે કઈ જવાબ મળ્યો નહિ . . . સાહેબ બિચારા શોભીલા પડ્યા . . .

એટલે ડાહ્યા પત્રકાર સામે ગુરકી ને પાછા બોલવા માંડ્યું: " સરદાર આખી જીંદગી માં નહેરુ ને ક્યારેય પ્રેમ થી મલ્યા  જ નહોતા . . . એવું હું બોલ્યો હોઈશ . . . પણ તમે જેવું કહો છો એવું કઈ જ હું બોલ્યો નથી . . . અરે હું એક સમજદાર મુખ્યમંત્રી છું . . . એક પ્રબળ દાવેદાર છું . . . વડપ્રધાપદ નો . . . હું બફીશ તો પછી વઘાર છે કોણ આ બધું ? આ તો ગુજરાત ને એક વધુ અન્યાય કરવાનું કાવતરું છે . . . વિરોધ પક્ષ દ્વારા . . . ગુજરાત ને સતત અન્યાય થતો રહ્યો છે . . ."
" એક મિનીટ સાહેબ વિરોધ પક્ષ તો તમારો પોતાનો છે . . ."

" ઓહો એવું છે, હું તો સમજો કે એતો અડવાની નો પક્ષ છે . . તમે તો બધું જાણો  છો  . . પણ સવાલ ગુજરાત ને થતા અન્યાય નો છે . . "

"પણ તમે તો હવે આખા દેશ માટે લડવાના છો એવા સમાચાર છે . . . તો એકલા ગુજરાત જ અન્યાય ની કેમ વાત કરો છો . . ?"

" . . . તમે સમજ્યા નઈ . . . છેલ્લા દસ વર્ષ થી મને આ સબ્દો બોલવાની આદત છે . .  અને એ જ રીતે ગુજરાત ના લોકો ને આ જ સબ્દો સાંભળવાની આદત પડી ગઈ  છે . .  એટલે . . . ગાડું ગબડ્યા કરે છે . . . પણ ગુજરાત ની જનતા  . . . સોરી . . . સોરી . . . ભારત ની જનતા જવાબ આપશે . . ."

" . . . જનતા પછી જવાબ આપશે . . .પહેલા તમે જવાબ આપો . . : તમે આવો બફાટ કરી ને લોચો માર્યો હોય એવું નથી લાગતું? "

" . . . જુઓ આગળ election આવી રહી છે . . .મારા મેનેજરો એ કહ્યું કે . . ઓલો રાહુલીઓ . . . અરે પેલો સહેજાદો  . . . ગાંડી ગેલી વાતો કરી ને લોકો નું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે . .  તમે નથી જોયું . . . બધે જ એની ચર્ચાઓ છે . . . ફેસબુક, twitter કે પછી છાપા ઓ જ લઇ લો . . . તમને શું ખબર મારે પણ લોકો નું ધ્યાન આવે એવું કરવું પડે છે ક્યારેક . . . અત્યાર ના જમાના નો નિયમ છે . .  જે ચર્ચા માં છે એ ખર્ચા માં છે   .. . સોરી . . . ખોટું બોલી ગયું . . . એ જ જીવતો છે . . .  તમને તો ખબર છે એ છેલ્લા એક વર્ષ થી આવા  નખરા કરી ને એ સહેજાદો લોકો ના ધ્યાન માં આવ્યો છે . . .એટલે મારે પણ આવું કૈક કરી ને પણ લોકો નું ધ્યાન બીજે વાળવું પડશે . . . આ પણ અમારી એક marketting strategy છે . . . જે લોકો ને સમજતા વાર લાગશે . . "

" પણ તમને લાગતું નથી કે આ એ જુઠ છે . . ."

"શેનું જૂઠ ? . . . કશું જુઠું નથી . . . મારા મેનેજરો અને ફેસબુક ના સાથીઓ માંડી પડ્યા છે . . . આ એક જૂઠ થી સો ફરક પડવાનો . . . આવા તો કેટલાય બોલી નાખ્યા છેલ્લા દસ વારસો માં . . . કોઈએ કઈ પકડ્યું? . . . કઈ થયું? . . . તમે સમજ્યા નઈ . . . કોન્ગ્રેસી ઓ દસ જૂથ બોલે તો હું એક પણ ના બોલું . . . આ તો અન્યાય છે . .  આ વાત ને તો હું election  નો મુદ્દો બનાવી કાઢીશ . . . "
" .. .હેં  . . પત્રકાર બિચારો ભાગી જાય છે . . "

# સાહેબે બાફી કાઢ્યું (ભાગ-1)

No comments:

Post a Comment