Sunday, 27 October 2013

તમને એ ક્યારે સમજાશે? . . .



તમને તો એ સમજાતું જ નથી કે આવું શાને થાય છે? . . .
લાખો કરોડો ના કૌભાંડો કરવા છતાયે આ નેતાઓ જેલ માં થી છૂટી જાય છે, . . .

તમે જાઓ છો પોતાના ખેતરે સાયકલ પર અને,
ગામ ની મુલાકાત નેતાઓ વિમાન માં બેસી ને કરી જાય છે, . . .

નોકર ની નોકરી માં પગાર તો ના વધે જે ગતી થી,
તેની પણ ડબલ ગતિ થી મોંઘવારી વધતી જાય છે, . . .

તમે જેને માન્યા હો જેને ગુરુ આખી જિંદગી ,
એ તો પાંખડીઓ ના પણ બાપ બની જાય છે, . . .

તમને તો એ સમજાતું જ નથી કે આવું શાને થાય છે,
સમજાવવા એ જ વાત નેતાઓ દર પાંચ વરસે તમારે ગામ આવી જાય છે . . .

જરા, કહેશો : તમને એ ક્યારે સમજાશે? . . .

No comments:

Post a Comment