Monday, 28 October 2013

અરે સાહેબ તમે તો હળ - હળતુ જૂઠું બોલો છે . .




" નહેરુ - ભારત ના એ વખત ના વડાપ્રધાન પોતે સરદાર ની સ્મશાન યાત્રા માં નહોતા ગયા " . . . એવું તમે પોતે બોલ્યા  . . . " - એક દોઢ ડાહ્ય પત્રકાર નો પ્રશ્ન . . .

સાહેબ તો પહેલા થોડા ગૂંચવાઈ ગયા . .

આવું ક્યારેય બનતું નથી . . . પોતાના PR મેનેજરો ને ખાસ સુચના આપેલી છે કે માહિતી એક દમ સચોટ અને સાચી હોવી જોઈએ . . .
પછી ભલે પોતે એને જૂઠ માં દબોળી  ને બોલે . . . એ એમની મરજી ની વાત છે . . .
સૌથી પહેલા તો તેઓ કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર ના થયા પણ પોતાની વધેલી - ગટેલી ઈજ્જત નો સવાલ હતો . . . આથી તેઓ માઈક હાથ માં લઇ ને ઉભા રહ્યા . . .

ધીમે રહી ને પોતાનું ભૂંગળું આગવી સ્ટાઈલ માં વગાડવા માંડ્યું :

" ગુજરાત ની છ કરોડ ની જનતા ને હું જવાબ આપીશ . . . કે હું કશું એવું બોલ્યો જ નથી . . . આ તો મીડિયા નું ગતકડું છે . . . મારા સબ્દો ને તોડી - ફોડી ને મરોડવામાં આવ્યા છે . . . મેં આજ સુધી આવું ક્યારેય બાફ્યું છે . . . શું  તમે મને રાહુલ ગાંધી સમજ્યો છે . . . ? બોલો હા કે ના . . ?"

આ વખતે ટોળું હાજર નહોતું એટલે કઈ જવાબ મળ્યો નહિ . . . સાહેબ બિચારા શોભીલા પડ્યા . . .

એટલે ડાહ્યા પત્રકાર સામે ગુરકી ને પાછા બોલવા માંડ્યું: " સરદાર આખી જીંદગી માં નહેરુ ને ક્યારેય પ્રેમ થી મલ્યા  જ નહોતા . . . એવું હું બોલ્યો હોઈશ . . . પણ તમે જેવું કહો છો એવું કઈ જ હું બોલ્યો નથી . . . અરે હું એક સમજદાર મુખ્યમંત્રી છું . . . એક પ્રબળ દાવેદાર છું . . . વડપ્રધાપદ નો . . . હું બફીશ તો પછી વઘાર છે કોણ આ બધું ? આ તો ગુજરાત ને એક વધુ અન્યાય કરવાનું કાવતરું છે . . . વિરોધ પક્ષ દ્વારા . . . ગુજરાત ને સતત અન્યાય થતો રહ્યો છે . . ."
" એક મિનીટ સાહેબ વિરોધ પક્ષ તો તમારો પોતાનો છે . . ."

" ઓહો એવું છે, હું તો સમજો કે એતો અડવાની નો પક્ષ છે . . તમે તો બધું જાણો  છો  . . પણ સવાલ ગુજરાત ને થતા અન્યાય નો છે . . "

"પણ તમે તો હવે આખા દેશ માટે લડવાના છો એવા સમાચાર છે . . . તો એકલા ગુજરાત જ અન્યાય ની કેમ વાત કરો છો . . ?"

" . . . તમે સમજ્યા નઈ . . . છેલ્લા દસ વર્ષ થી મને આ સબ્દો બોલવાની આદત છે . .  અને એ જ રીતે ગુજરાત ના લોકો ને આ જ સબ્દો સાંભળવાની આદત પડી ગઈ  છે . .  એટલે . . . ગાડું ગબડ્યા કરે છે . . . પણ ગુજરાત ની જનતા  . . . સોરી . . . સોરી . . . ભારત ની જનતા જવાબ આપશે . . ."

" . . . જનતા પછી જવાબ આપશે . . .પહેલા તમે જવાબ આપો . . : તમે આવો બફાટ કરી ને લોચો માર્યો હોય એવું નથી લાગતું? "

" . . . જુઓ આગળ election આવી રહી છે . . .મારા મેનેજરો એ કહ્યું કે . . ઓલો રાહુલીઓ . . . અરે પેલો સહેજાદો  . . . ગાંડી ગેલી વાતો કરી ને લોકો નું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે . .  તમે નથી જોયું . . . બધે જ એની ચર્ચાઓ છે . . . ફેસબુક, twitter કે પછી છાપા ઓ જ લઇ લો . . . તમને શું ખબર મારે પણ લોકો નું ધ્યાન આવે એવું કરવું પડે છે ક્યારેક . . . અત્યાર ના જમાના નો નિયમ છે . .  જે ચર્ચા માં છે એ ખર્ચા માં છે   .. . સોરી . . . ખોટું બોલી ગયું . . . એ જ જીવતો છે . . .  તમને તો ખબર છે એ છેલ્લા એક વર્ષ થી આવા  નખરા કરી ને એ સહેજાદો લોકો ના ધ્યાન માં આવ્યો છે . . .એટલે મારે પણ આવું કૈક કરી ને પણ લોકો નું ધ્યાન બીજે વાળવું પડશે . . . આ પણ અમારી એક marketting strategy છે . . . જે લોકો ને સમજતા વાર લાગશે . . "

" પણ તમને લાગતું નથી કે આ એ જુઠ છે . . ."

"શેનું જૂઠ ? . . . કશું જુઠું નથી . . . મારા મેનેજરો અને ફેસબુક ના સાથીઓ માંડી પડ્યા છે . . . આ એક જૂઠ થી સો ફરક પડવાનો . . . આવા તો કેટલાય બોલી નાખ્યા છેલ્લા દસ વારસો માં . . . કોઈએ કઈ પકડ્યું? . . . કઈ થયું? . . . તમે સમજ્યા નઈ . . . કોન્ગ્રેસી ઓ દસ જૂથ બોલે તો હું એક પણ ના બોલું . . . આ તો અન્યાય છે . .  આ વાત ને તો હું election  નો મુદ્દો બનાવી કાઢીશ . . . "
" .. .હેં  . . પત્રકાર બિચારો ભાગી જાય છે . . "

# સાહેબે બાફી કાઢ્યું (ભાગ-1)

Sunday, 27 October 2013

તેરા ઈમોશનલ અત્યાચાર . . .


" લો કર લો બાત . . . "

" કેમ ભાઈ, પાછુ શું  થયું? "

" આ ભાઈ તો આપની જેમ જ રડે છે . . . "

" તે જોયું?"

" હા યાર, તેમની ફરિયાદો પણ આપના જેવી છે, . . . જાણે કે આમ આદમી . . . બિચારો(!!!) . . દેશ ની સમસ્યાઓ થી ગેરાયેલો . . . જાણે કે એના એકલા ના જ ઘર માં થી કોઈ નું કઈ ગુમ થયું હોય।. . . ગુસ્સો પણ આપની જેમ જ કરે છે નઈ ?

" અરે, થોડી વાર તો મનેય દયા આવી ગઈ . . .પણ પછી જેમ જેમ સંભાળતો ગયો તેમ મને હસવું આવવા માંડ્યું યાર, . . . થયું કે કવિ કહેવા શું માંગે છે એ જ ખબર નથી પડતી . . "

" એ તો કવિ જયારે નવી નવી કવિતાઓ લખે ત્યારે થોથવાઈ જાય . . .એવું જ કૈક . . "

" હા, ટીવી પર રડતા તો મેં પણ જોયા . . ."

" પણ યાર, તે બધા સામું વોટ માગવા આ રીતે જશે તો એમને વોટ કોણ આપશે? . . . મને તો લાગે છે આ રીતે વોટ માંગશે  તો એની વાટ લાગી જશે"

" એવું નથી ય્યાર, આ બધા ગતકડા પાછળ પણ કૈક તો ગણતરી હશે એ નવા સાહેબ ની . . . તું જ કહે આવડી મોટી અને દેશ ની જુના માં જૂની પાર્ટી  છે અને દેશ પર સૌથી વધુ રાજ પણ એમના જ માણસો એ કર્યું છે  અને હવે તેઓ શ્રી બધુ સંભાળવા ના છે એટલે આ ભાઈ રડે કે હસે . . . એ કૈક તો વિચારી ને જ રડ્યા હશે ને ભાઈ  "
" હા, એ વાત પણ સાચી . . . પણ લાગે છે ભાઈ ને તાલીમ ની હજુ જરૂર છે . . . પણ એમના ગુરુ દિગ્ગીભાઈ છે . . . જેમને પોતાને પણ કઈ જગ્યાએ શું  બોલવું તેની તાલીમ ની ખાસ જરૂર છે . . ."

" ઈ તો પછી જેવા ગુરુ લોચા મારે એવા તેમના ચેલાઓ પણ મારવા ના જ . . . "

" કદાચ, સાહેબ ને એવું હશે કે લોકો ને લાગણી વેળા માં ખેચવા જોઈએ, જેથી લોકો પોતાની વાસ્તવિક દુનિયા માં થી બહાર આવી ને લાગણીઓ માં તણાય, . . . કારણ કે લોકો નું સુખ તો ભ્રષ્ટાચાર માં તણાઈ ગયું છે, . . . થોડું કદાચ સમય આવે તો રડવું પણ પડે, કદાચ એટલું બધ રડવું પડે કે દેશ ના બધા રૂપિયા એ આંશુ ઓ માં વહી જાય દેશ ની બહાર, . . ક્યાંક લોકો ની સહાનુભુતિ મળી જાય, . . આમેય આપના લોકો બધું જલ્દી બુલી જાય છે, . . . તન યાદ છે અન્ના ?"

" એડા અન્ના, . . પેલી ફિલ્મ નું પાત્ર , . . તું યાર અત્તારે તને મજાક સુજે છે? . . "

"  ના યાર, જો તું અન્ના ને પણ ભૂલી ગયો ને . .  અન્ના હજારે . .  યાદ આવ્યું . .  પેલું આંદોલન . . . , તારી જેમ બધાયે ભૂલી જાય છે, જયારે વોટ આપવા જાય ત્યારે, . . બસ યાદ હોય છે તો પાંચ દિવસ પહેલા સાંભળેલું ભાષણ, . .  હાથ માં આવેલા વોટ ના રુપિયા, રોજ રાત્રે જાપટેલો નાસ્તો . . . અને નેતા ઓની કામ ચોર લાગણીઓ સાથે ની છેતર્પીંડીઓ . . . . હા તો સાહેબે આમાં થી જ એક સાધન વાપર્યું  છે . . "

"પણ લાગતું નથી કે થોડું કાચું કપાઈ  ગયું છે . . "

" હા, એ તો શરુઆત માં તો એવું જ થાય, . . ધીમે ધીમે આદત પડી જશે  . . રડવાની . . . અને રડી ને વોટ માંગવાની પણ. . . એ તો ભાઈ સમય સમય ને શીખવાડી દે . . ."



"હા ભાઈ, એ તો જેવા જેના નસીબ . . બીજું શું? . .. રડી ને પણ વોટ મળતા હોય તો શું ખોટું છે? કદાચ ભાઈ વિદેશ માં ભણી ને આવ્યા છે એટલે ત્યાં થી નવી ટેકનીક સીખી ને આવ્યા હોય . .એવું પણ બને . . "

" પાછા ભાઈ કહે છે કે પોતને પણ ખબર નથી પડતી કે પોતે શું કહી રહ્યા છે . . .  આવું તો આજ કાલ પાગલ થઇ ગયેલા કવિઓ પણ નથી કહેતા। . . ."

" લાગે છે કે ભાઈ કોઈક ની કોપી કરવા ગયા અને ભરાઈ ગ્યા . . . "

" હવે એ  જ કે . . . એમની વાતો પર થી એવું નથી લાગતું કે સાહેબ ઈ જગ્યા ને કવિ સંમેલન સમજી બેઠા હશે . . . તેમની ભાવનાઓ  સમજવા બેસીએ  તો એવું જ ફલિત થાય છે . . . "

" ઓહો  . . . અહા . . . કેવું અદભૂત !!! . . . બિલકુલ સાચી વાત . . . હવે સમજાઇ  ગયું . . . કવિ કહેવા માંગે છે કે . . "

# પપ્પુભાઈ તો રડી પડ્યા (ભાગ-3) . . .

તમને એ ક્યારે સમજાશે? . . .



તમને તો એ સમજાતું જ નથી કે આવું શાને થાય છે? . . .
લાખો કરોડો ના કૌભાંડો કરવા છતાયે આ નેતાઓ જેલ માં થી છૂટી જાય છે, . . .

તમે જાઓ છો પોતાના ખેતરે સાયકલ પર અને,
ગામ ની મુલાકાત નેતાઓ વિમાન માં બેસી ને કરી જાય છે, . . .

નોકર ની નોકરી માં પગાર તો ના વધે જે ગતી થી,
તેની પણ ડબલ ગતિ થી મોંઘવારી વધતી જાય છે, . . .

તમે જેને માન્યા હો જેને ગુરુ આખી જિંદગી ,
એ તો પાંખડીઓ ના પણ બાપ બની જાય છે, . . .

તમને તો એ સમજાતું જ નથી કે આવું શાને થાય છે,
સમજાવવા એ જ વાત નેતાઓ દર પાંચ વરસે તમારે ગામ આવી જાય છે . . .

જરા, કહેશો : તમને એ ક્યારે સમજાશે? . . .

Friday, 25 October 2013

છેલ્લા દસ વરસો માં હું કઈ બોલ્યો ?"

. . પણ છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો?
. . . જ્યાર થી તેઓ વિદેશ યાત્રા એ થી પાછા આવ્યા ત્યારથી તેઓ થોડા ચિંતા માં દુબેલા જનાતા હતા . . . આમ તો તેઓ ક્યારેય એટલું વિચારતા નથી કારણ કે તમે કહી શકો કે એટલું વિચારવાની એમની તાકાત નથી . . . તમે તો જાનો છો કે તેમના છેલા દસ વારસો madam ના હુકમો માનવા માં જ ગયા છે . . . આમ તો શાંત રહેવું એ તેમનો એક માત્ર ગુણધર્મ છે . . (ખાસ નોધ: અહિયાં તમારે એવું માનવા ની જરાયે જરૂર નથી કે બાકી ના બધા અવગુણો જ તેમના માં છે . . !)

પોતાના  અધિકારીઓ ને જોર થી બુમ પાડી : ક્યાં મરી ગયા બધા ઓ  . . .?
અધિકારી તો ડરી ગયા . . . છેલા દસ વારસો માં સાહેબ ને આટલા ગુસ્સે  ક્યારેય સાંભળ્યા નહોતા . . . એટલા માં તો એમના હુકમ ના બધા એક્કાઓ હાજર થઇ ગયા : " જી સર  . . . જી સર  . . . જી સર  . . . "

આ સાંભળી ને તેઓ ખુસ થયા . . . હજુ પણ એજ પરમ્પરા છે . . . office માં ફક્ત બે જ વાક્યો બોલાય છે : " જી સર  . . . " કે પછી  " જી madam . . . "

તમે બધા હવે સાચું જ બોલસો  . .  ભલે હું કઈ કરું પણ તમે આજે . ..  જે તમને સાચું લાગતું હોય એ જ બોલો .  . અવાજ સંભળાયો : " જી સર . . "

છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો?

ધીમેથી અવાજ સંભળાયો : " ના  સર . . "

" આપના  રૂપિયા ની પથારી ફરી ગઈ , . . પણ છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો? "
. . . અવાજ સંભળાયો : " ના  સર . . "

" આપના દેશ માં ગરીબી ઓછી થવા ની જગ્યાએ વધતી ગઈ , . . પણ છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો? "
અવાજ સંભળાયો : " ના  સર . . "

" આપના બધા જ મંત્રીઓ એ મન ફાવે એમ ભ્રષ્ટાચાર કર્યો , પોતાન ખીચા દેશ ની પ્રજા નો ભોગે કાર્ય , . . પણ છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો? "
અવાજ સંભળાયો : " ના  સર . . "

અધિકારીઓ બિચારા વિચાર માં પડી ગયા . .  લાગે છે કે સાહેબ ને આજે બૌ ખોટું લાગી  ગયું છે . .હવે એમના થી કદાચ દેશ ની આવી પરિસ્થિતિ નઈ  જોવાતી હોય . . . અને પાછા વિદેશ પ્રવાસે જઈ આવ્યા એટલે કદાચ બહાર ના લોકો ની વિચારસરણી નો પણ પ્રભાવ હોઈ સકે . . . લાગે છે કે madam ને ફોન કરી દેવો સારો . . . નથી ને સાહેબ કદાચ રાજીનામું ધરી દે . . એક બે અધિકારીઓ તો ઠંડુ લેવા પણ દોડ્યા . . .

" તમે જ કહો . . . હું તો ફક્ત ચિઠ્ઠી નો ચાકર હતો . . . દેશ ની જનતા શું  આ વાત નથી જાણતી ? મારા પર કેવા કેવા આક્ષેપો થતા રહ્યા . . . એ તો ફક્ત હું જ જાણું  . . . પણ છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો? "
 . . . થોડા વધુ જોર થી સામુહિક અવાજ સંભળાયો : " ના  સર . . "

" મારી સરકાર સામું કેટલા આંદાલાનો થયા, . . . સરકાર ચલાવવી એ કઈ જેવી તેવી વાત છે, . .  આ લોકો ને કઈ ખબર પડતી નથી, . . બસ ફક્ત એક દિવસ વોટીંગ કર્યું એટલે સરકાર બની ગઈ? . . . અરે,  વારે તહેવારે અમારે BSP , SP , ડાબેરીઓ અને બીજી કેટલીયે નાની મોટી પાર્ટી ઓ ને ખુશ  રાખવી પડે છે . . ત્યારે  સરકાર ચાલે છે . . . આટલું બધું manage  કરવા છતાયે છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો? "

. . . એકસાથે જોર થી સામુહિક અવાજ સંભળાયો : " ના  સર . . "

" હવે છેલા વર્ષ માં તો મારે પણ કોલસા થી હાથ ખરડવા પડ્યા આ સરકાર ચાલવા માટે, . .  ત્યાં અમેરિકા દબાવ કરે છે, . . એક બાજી પેલો પાકિસ્તાન નો સરિફ દાદાગીરી કરે, અને રહી જતું હતું તે આ મોદી ફાટી નીકયો છે . . . આટલું બધું સહન  કરવા છતાયે છેલા દસ વારસો માં હું કઈ બોલ્યો? "

બિચારા અધિકારીઓ તો રડું રડું થઇ રહ્યા હતા  . . . . . . એકસાથે જોર થી સામુહિક અવાજ સંભળાયો : " ના  સર . . "

અચાનક સાહેબ ગળગળા થઇ ગયા, . . . આંખો માં થી ટપકા પાડવા ની તૈયારી માં જ હતા ત્યાં તેઓ બોલવા લાગ્યા : " તો કહો, . .  હું શું  કરું? છેલા દસ વરસો માં હું કઈ બોલ્યો નથી ને હમણાં madam નો ફોને આવ્યો કે આ વખતે પણ અપના party ના વરરાજા તમે જ છો . . . હવે હું પ્રજા સામે જઈ  ને ભાસણ માં સુ બોલું ? હું છેલ્લા દસ વારસો માં કઈ બોલ્યો છું?"

અચાનક અધિકારીઓ ના હાવભાવ બદલાયા , તેમની ચહેરાઓ ની રેખાઓ તંગ થઇ અને અત્યાર સુધી નો સૌથી મોટો પડગો સંભળાયો : " જી મેડમ , . . . જી મેડમ . . .  "




તમારે હજુ ગણું બધું કામ કરવાનું છે આ દેશ માટે . . .

તમારે હજુ ગણું બધું કામ કરવાનું છે આ દેશ માટે . . .

વિચારો કે જ્યાં હજુ પણ કૌભાંડ કરવાના બાકી છે તેનું એક લીસ્ટ બનાવી ને પ્રાયોરીટી પર ના લેવાય . , માન્યું કે હવે એક જ વરસ બાકી છે . . રાત થોડી ને વેશ જાજા . . જેવી તમારા લોકો ની પરિસ્થિતિ હશે એની ના નથી પણ આ એક મોટું કામ છે જે તમારે કરવું જોઈએ . . .

અમારું તો કહેવું છે કે દેશ ને લુંન્તવા માં કોઈ કચાશ ના રહેવી જોઈએ . . . શા માટે રિસ્ક લેવાનું ? ધારો કે પસી તમારી સરકાર ના બની તો . . . ? પછી કહેતા ની કે મન ની મન માં રહી ગઈ ?

એ સુ બોલ્યા સાહેબ કે તમને આ દેશ ની ચિંતા છે? . . તમે પોતે આવું વિચારો એ કેમ ચાલે? . . . દેશ ની ચિંતા માટે અમે બધા છીએ . . . તમારું કામ તો છે દેશ ને લુંનત્વાનું . . . તમારે તમારી વરસો થી ચાલી આવતી પરંપરા ના તોડવી જોઈએ . . .

અને તમે ઈવું ના વિચારો કે મારા પછી દેશ નું સુ થશે (. . . આ તો એટલા માટે કે તમે આજે બોલ્યા કે તમારી દાદી ની જેમ તમને પણ એ લોકો મારી નાખશે . . .) ????

વધુ તો સુ કહિએ સાહેબ . . . તમારથી થાય એટલા કૌભાંડ કરો અને પછી જે બાકી રહી જશે એ આવનારી સરકાર પર છોડો . . . તમ તમારે તમારું કર્મ કરો . . . દર વખતે જેલ માં જવાની આશા ના રાખો . . . દેશ ના લોકો બિચારા અત્યારે બૌ busy છે . . સુ કરે બિચારા . . . તમે લોકો બધું ચાવી જાઓ છો અને ભરવું અમારે પડે છે . . . પણ વાંધો નહિ યાર અમને તો હવે આદત પડી ગઈ છે . . . અમારા તો પેટ નું પાણી એ નથી હલતું . . .

પણ તમે આમ રડો નહિ યાર . . . કારણ કે તમારે હજુ દેશ માટે ગણું કરવાનું છે . . .

# પપ્પુભાઈ તો રડી પડ્યા (ભાગ-2) . . .

યાર તમે તો કમાલ કરો છો . . .

યાર તમે તો કમાલ કરો છો . . .

. . . .જ્યાં જાઓ ત્યાં બસ રડવા જ મંડો છો . . . મારી દાદી એ આમ કર્યું હતું અંને મારા દાદા એ તેમ કર્યું હતું . . . મારી મા ત્યારે રડી હતી અંને . . અને મને ગુસ્સો આવે છે . . . ગરીબી એ માનસિક સમસ્યા છે . . . એ લોકો મને મને મારી નાખશે . . . ( હવે તો હદ થઇ ગઈ યાર . . . !!!)

. . . અમે પણ સમજીએ છીએ કે કે દેશ ના લોકો તમારા થી કંટાળી ગયા છે હવે . . . election માં તમારી પાસે બોલવા જેવું કઈ રહ્યું નથી . . પણ યાર આમ રડાવો બેસો એ કેમ ચાલે . . ????

@ પપુ ભાઈ તો રડવા લાગ્યા . . . !

The Student and his Godfather : ભાગ - 1

" તમે દર વખતે મને વાતો કરીને સમજવી દ્યો છો દાદા પણ આ વખતે હું કઈ જ સમજવાનો નથી . . " આજે હું ખુબ જ ગુસ્સા માં હતો . . . અને મારા મગનદાદા મને ગુસ્સે થતો જોઈ ને હસી રહ્યા હતા . . .

વાત તો એમને ખબર જ હતી . . . . હું તાડૂક્યો  - " દાદા આમ હસો નહિ . .  બોલો મારી જગ્યા એ તમે હોત તો તમે શું  કરત? . . ."

તેઓ થોડી વાર તો મારી સામું જોઈ ને હસતા રહ્યા . . . પછી હસતા હસતા બોલ્યા :

જીવન ફરિયાદો કરવા માટે છે જ નહિ દોસ્ત , , ,

તું ખોટો જ દુખી થાય છે . . .

તારું કહેવું એમ છે કે હું  આ પરિસ્થિતિ માં હોય તો હું શું કરત ?

તું જાણે છે કે તારો આ પ્રશ્ન જ ખોટો છે . . . જીવન નું એક સૌથી મોટું સત્ય જ આ છે કે કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ ની જગ્યા ક્યારેય ના લઇ સકે . . . એવા વલખા મારવા જ ખોટા છે . . . તું એ તું છે અને હું એ હું છું . . . એક બીજા ની સરખામણી કે એક બીજા નું જીવન જીવવાની વાત થઇ સકે જ નહિ . . .

ક્યારેય તે કોઈ છોડ ને ઉગતો જોયો છે? જે જગ્યા એ બીજ પડ્યા હોય એ જ જમીન માં તેને ઉગવું પડે છે . .  તેમાં તેને એવું વિચારવાની જરૂર જ રહેતી નથી કે પોતે કોઈક સારી જગ્યા એ ઉગ્યો હોત તો વધુ સારી રીતે વિકાસ પામી સક્યો હોત . . .

ચાલ, હવે હું તારા સબ્દો માં વાત કરું . .  તું cricket તો જુએ જ છે ને . . . ધારો કે તમે પ્રથમ ક્રમે રમવા આવો તો તમારા પર બહુ pressure રહેતું નથી અને તમે બિન્દાસ્ત રમી શકો છો . . રાઇટ ? . . . પણ ધારો કે તમે સાતમાં ક્રમે આવ્યા અને બાજી તમારા જ હાથ માં છે : હાર કે જીત? . . . તમે જ એક વ્યક્તિ છો જે યા તો match ને જીતાડી આપશે કે પછી હાર સ્વીકારશે . . . તો આવી જગ્યા એ તું સુ કરત? . . . એમ વિચારી ને out થઇ જાય કે હું સુ કરું : હવે મારા હાથ માં કઈ નથી . . . અને છેક સાતમાં ક્રમે મોકલ્યો . . . હવે હું કઈ ના રમી સકું? . . . કે પછી પોતાના બધા જ best efforts તું આવી મુશ્કેલ ગાડીઓ માં પણ લગાવીસ . . .

" હું તો ગાભા કાઢી દઉં  દાદુ . . . . . .દાદા હજુ તમે મને રમત જોયો નથી . . . આવી match માં તો મારા દોસ્તો મને હજુ એ યાદ કરે છે, . . હમણા જ કાલુભા નો જીવલો ગામ માં મળી ગ્યો . . . કેતો 'તો કે નિમો, તું હોત તો જોવા જેવી match થાત આજ ની . . . છેલી એક ઓવેર માં સત્તર રન લેવાના હતા . . . "

તો પછી આ તારી life પણ match  જ છે ને યાર . . . જ્યાં છો ત્યાં થી જ તમારે પોતાનું બેસ્ટ performance આપવાનું છે। . . કોઈ ફરિયાદ કરવાનો તો સવાલ જ નથી . . તમે ગરીબ તરીકે જન્મ્યા કે પસી તમારી પાસે કસું જ નથી . . . કે પસી તમે અનાથ છો . .  યા તો તમે આખી જીંદગી એ વાત ને રોયા  કરો કે પછી  . . . એટલી મહેનત કરો કે તમારી લાયકાત વધે . . . અને તમે પોતાની મહેનત થી એ બધું મેળવો જે તમારી પાસે અત્યારે નથી . . . choice is yours Dear  . . . either you play  to win or play to loose . . .You decide your fate . . .

હું હસવા લાગ્યો . . બસ બસ દાદા . . . બહુ અંગ્રેજી ના ફાળો હવે . .  બિલકુલ સાચી વાત દાદા . .  આ પણ એક match  જ છે . . . તો ચાલો તમે દડો ફેકો અને હું batting કરું . . .

દાદા ની વાતો ક્યારેક  બહુ ભાઈ ભારે લાગે છે યાર . . એટલે હવે આગળ એ વધુ lectures આપે એ પહેલા એમને બંધ કરવા જરૂરી હતા . . એક તો college ના lectures અને પાછા ઘરે મગન દાદા ના lectures  . . . ઉફ્ફ  . . .!!!

(The Student and his Godfather  : ભાગ - 1)