Friday, 17 October 2014

હાથ અધ્ધર કરવા - એ વળી શું?


હાથ અધ્ધર કરવા એ કદાચ એક શોખ ની બાબત છે. . . !

કહેવાય છે કે અખબાર ના મથાળા પર થી ઘણા લોકો સમજી જતા હોય છે કે આજે છાપા માં બીજું - શું શું વાંચવા લાયક હશે. . . .!!

આજે એક અખબાર નું મથાળું છે -

"  કાળા નાણા બાબતે મોદી સરકારે હાથ અધ્ધર કર્યા. . .  "

- મજા આજ વાત ની આવતી હોય છે કે વાચકો ને કઈ રીતે એક કોમન ભાષા માં સમાચારો ને સમજાવવા . .

જેમ કે શું આવા મથાળાઓ ના આપી સકાય ? :

1. સરકારે કુણીએ ગોળ ચોપડ્યો.

ઘણા વાચકો ને આ સમાચાર વાંચતા જ મોઢા માં પાણી આવી જાય. . . . !

અહી કેટલાક વાચકો ને ગોળ ખાવાની પ્રેરણા પણ મળી રહે. . . અને સરકાર ના ગોળ પ્રયોગો વિષે પણ માહિતી મળી  રહે . . .

ગોળ વેચવા વાળા પણ પોતાના પ્રચાર માં કહી સકે કે  : જુઓ, અત્યાર ની સરકાર ફક્ત અમારો ગોળ જ કુણી એ ચોપડવા વાપરે છે. . . અને ખુબ જ સફળ છે. . . આવો તમે પણ અમારો પ્રખ્યાત કુણી એ ચોટાડવાનો ગોળ વાપરો અને ફાયદો ઉઠાવો . . . આજ જ ખરીદો  . . . . !

દેશ ની પ્રજા ને ગોળભિમુખ કરવાની તાતી જરૂર છે . . . !!

2. સરકારે એક હાથ અધ્ધર કર્યો . . .

અને પછી બીજા દિવસે અખબાર નું મથાળું દેવાનું : સરકારે બીજો હાથ અધ્ધર કર્યો . . .

અને પછી ત્રીજા દિવસે લખવાનું : સરકારે બંને હાથ એકસાથે અધ્ધર કાર્યા . . .

લોકો ને પણ  હિખવા મળે કે હાથ અધ્ધર તો કરવાના જ છે પણ, સ્ટેપ બાય સ્ટેપ . . .

કેવું પ્રેરણાદાયી ઉદાહરણ બને, રાઇટ ?

3. આજ રીતે પગ અધ્ધર કરવા વિષે પણ વિચારી સકાય . . . અને જો શક્ય હોય તો એના માટે શિબિરો પણ ગોઠવી સકાય . . . જેથી કરી ને અખબારો ને સરળતા રહે તેમના રોજે-રોજ ના મથાળાં બાંધવા માટે . . . !

બંને પગ અધ્ધર હતા ત્યારે સરકાર શ્રી ઉભા હતા કે કેમ એમ સ્પષ્ટ રહેવું કારણ કે  ઘણા બુદ્ધિશાળી વાચકો પૂછી શકે છે - " બંને પગ અધ્ધર હતા તો ઉભા કેમના રહયા ? "

4. સરકારે ક્યારે ક્યારે મોઢું મચકોડ્યું અથવા ક્યારે-ક્યારે ડોકું ધુણાવ્યું એ પણ પ્રજા ને ખબર પડવી જોઈએ . . . !

5. સરકારે હાથ અધ્ધર કાર્ય ત્યારે શું બંને હાથ ખાલી હતા કે ભરેલા એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ . . . યુ સી - લોકો ને કોઈ વાત ની શંકા-કુશંકા ના થવી થવી જોઈએ . . . પાછા લોકો વાતો કરે. . . !!

6.  આ પ્રેક્ટીસ થી લોકો માં એક વાત નો પણ પ્રચાર થશે કે કસરત કરવી જોઈ કારણ કે સરકાર પોતે પણ હાથ ઊંચા - નીચા કરે છે. . . !

સરકારી જાહેરાતો ના ફોર્મ માં પણ એક ખાનું આપવું જોઈએ : શું તમને હાથ અધ્ધર કરતા આવડે છે? - હા કે ના?

7. કોઈ પણ અખબારે ફક્ત "સરકાર" એવું ના લખવું નહિત લોકો એવું સમજી બેસશે કે અહી અમિતાભ બચ્ચન ની વાત થઇ રહી છે. . . અને બચ્ચન સાહેબ હાથ ઊંચા નીચા કરી રહ્યા છે. . . . કારણ કે ઘણા સીનેમાં પ્રેમીઓ ને તો એવું જ છે કે સરકાર એટલે બચ્ચન  . . . !!

8. વેલ, અગત્ય ની વાત એ છે કે પછી વાત અધુરી ના રહેવી જોઈએ કે સરકારે હાથ ઊંચા તો કર્યા પણ પછી નીચા ક્યારે કર્યા . . . યુ સી, સમયગાળો અતિ મહત્વનો છે. . . અત્યાર ના જમાના માં લોકો ને ચોકસાઈ  ગમે  છે. . . . માહિતી પરફેક્ટ હોવી જોઈએ . . . !!

અને એ પણ લખવું જોઈએ કે સરકાર ને હાથ ઊંચા કાર્ય પછી થાક લાગ્યો હતો કે નહિ. . . .!!

9. થઇ સકે તો ઈતિહાસ માં કયા કયા મહાનુભાવો હાથ કે પગ અધ્ધર કર્યા  હતા અને કયા કયા પ્રસંગો એ પણ વાચકો સમક્ષ આલેખન કરવું જોઈએ . . .!

10. અને દરેક સરકારે ક્યારે-ક્યારે હાથ, મોં, પગ, નાક, કાન અધ્ધર કર્યા તેનું દસ્તાવેજી કરણ પણ થઇ સકે. . .  શા માટે નહિ? ભવિસ્ય માં એ વાત નો પણ ગર્વ લઇ સકાય કે જુઓ અમારી સરકારે તો ફક્ત 20156489512645789 વાર જ હાથ અધ્ધર કર્યા હતા. . . !

. . . .કહી સકાય કે હાથ અધ્ધર કરવા એ ભારત ની એક રાષ્ટ્રી સમસ્યા છે. . . !

- ટૂંક માં મૂળ વાત એ છે જીવન માં ગમે ત્યારે હાથ કે પગ તો આપણે અધ્ધર કરવા જ પડતા હોય છે. . .

તો એમાં અપરાધભાવ શા માટે . . .?

આ એક રાષ્ટ્રી મુદ્દો બની સકે અને ભવિસ્ય માં કદાચ કોઈ પક્ષ પોતનો ચૂંટણી નો મુદ્દો પણ બનાવે . . .

. . . .કહી સકાય કે હાથ અધ્ધર કરવા એ ભારત ની એક રાષ્ટ્રી સમસ્યા છે. . . !

તમને શું લાગે છે?

બાય ધ વે : છેલ્લે તમે ક્યારે હાથ અધ્ધર કર્યા હતા?

(તસ્વીર સોર્સ : ઈન્ટરનેટ)

No comments:

Post a Comment