Wednesday, 29 October 2014

દિવાળી ના સુરસુરીયા‬ . . .


દિવાળી આવે એટલે નાના હતા ત્યારે સૌથી પહેલા ફટાકડા યાદ આવે, પછી મીઠાઈઓ અને પછી નવા કપડાં . . . , ફરવા જવાનું તો આમેય પોછાતું નહિ એ વખતે. . . પણ, હવે વખત બદલાયો છે. . . નવા કપડાં પહેરવાનો એવો મોહ રહ્યો નથી, મીઠાઈઓ ખાઈ ને બીમાર પડી જવાની બીક તો દરેક ને રહે જ છે. . . . પણ, હજુયે ફટાકડા મન માં થી જતા નથી . . . !!

પણ, ફટકડા ની વાત આવતા જ દેખાય છે - હવા નું પ્રદુષણ . . . .  એટલે અમે આ વખતે દિવાળી ના ફટાકડા ફેસબુક પર ફોડવાનો પ્રયત્ન કર્યો . . . 

પણ, એ તો બધા સુરસુરીયાં નીકળ્યાં  . . . તમે કહેશો કે એવું બધા ફટાકડાઓ માં થોડું થાય?

લ્યો માન્યામાં ના આવતું હોય તો એક ક્લિક પર જુઓ અને તમે પણ ફોડો આ દિવાળી ના સુરસુરીયા‬ . . . 

* * * * *

 . . એક સમય હતો જયારે નવા વર્ષે તમે બીજા વડીલો ને પગે પડી ને આશીર્વાદ લેતા હતા, અને હવે એક સમય એવો આવી ગયો છે કે બાળકો તમને પગે પડી ને આશીર્વાદ લઇ રહ્યા છે. . . . . !

- બહુ શાણ પટ્ટી ના કરો, એનો અર્થ એટલો જ છે કે તમે હવે ઘરડા થઇ રહ્યા છો. . . !!


* * * * *

. . . મંદિર માં પ્રવેશતા જ ઘણા ભક્તજનો ઘંટ એટલા જોર-જોર થી વગાડતા હોય છે જાણે ભગવાન ઘોર નિંદ્રા માં સુઈ ગયા હોય અને અને જગાડવા નો contract એમને આપવામાં આવ્યો હોય. . . . . . . !!

શાંત ગદાધારી ભીમ શાંત . . . . !!


* * * * *



. . . ગંજાઓ ને તેમની બ્યુટીફૂલ ટાલ બુમારક,
પણ,
તમને નવી - નવી સાલ મુબારક . . . . !!
(આ સ્ટેટ્સ ના પ્રયોજક છે ડો. બત્રા - નવા વર્ષે ટાલ ને હરીભરી કરવા માટે આજે જ મળો . . . !!)


* * * * *

. . . અને ઘણા મહાનુભાવો ફટાકડા ફોડવા માટે દીવાસળી ફટાકડા ની નજીક લઇ જતા એટલા બધા ડરતા હોય છે કે જાણે તેઓ એક એવું રોકેટ સળગાવી રહ્યા છે એ મંગળ ગ્રહ પર જવાની શક્તિ ધરાવતું હોય. . . . . !!


* * * * *



. . . . અને પછી એ મહાન ગુજરાતી એન્કરે રમેશભાઈ ને પૂછ્યું : " અચ્છા તો રમેશભાઈ, તમારું નામ અમારા દર્શક મિત્રો ને જણાવશો . . . . "
રમેશભાઈ શરમાઈ ને બોલ્યા : " મિત્રો, જેમ આ મેડમે જણાવ્યું એમ મારું નામ રમેશભાઈ જ છે . . . . "
પછી એ એન્કરે દર્શકો ને જણાવ્યું : " રમેશભાઈ તમારું નામ રમેશભાઈ જ છે એ બતાવવા બદલ આભાર . . . જોયું મિત્રો, રમેશભાઈ નું નામ રમેશભાઈ જ છે. . . "
. . . અને પછી દર્શકો માં તાળીઓ નો ગડગડાટ થઇ ગયો . . . . . !!


* * * * *

ચારે તરફ અંધારું તો ઘણુંયે હશે, આવો એક દીવો બનીએ . . . . !

ચારે તરફ અંધારું તો ઘણુંયે હશે,
આવો એક દીવો બનીએ . . . . !
Happy Diwali Friends . . .


* * * * *

Wishing you a Happy New Year . . .
નવા વર્ષ ની ખુબ-ખુબ શુભકામનાઓ . . . !!





Friday, 24 October 2014

નવા વર્ષે તમે કયો સંકલ્પ કર્યો ?


નવા વર્ષે તમે કયો સંકલ્પ કર્યો ?


નવું વર્ષ બેસી ગયું . . . હવે એવું ના પૂછતાં કે ઉભું ક્યારે થશે. . . ?

અથવા તો નવું વર્ષ આવી ગયું, તો પછી છેવટે ગયું ક્યાં?

નવાવર્ષે એક જીવતા માણસ તરીકે આપણે ઘણા બધા નિર્ણયો અથવા તો સંકલ્પો લેવા પડતા હોય છે. . .

મહાન માણસો નું એક ખાસ લક્ષણ એ હોય છે કે તેઓ નવા વર્ષે નવા - નવા સંકલ્પો લેતા હોય છે અથવા તો બીજા બધા ને લેવડાવતા હોય છે. . . . !!

સંકલ્પો ફક્ત લેવાના જ હોય છે પાળવાના હોતા જ નથી. . . . જેમ કે રેકોર્ડ્સ ફક્ત તોડવા માટે જ બનાવવા માં આવતા હોય છે. . . .!

સંકલ્પ વિષે સૌથી સારી વાત એ પણ છે કે લોકો ને સંકલ્પ વિષે ફક્ત જણાવવાનું હોય છે કારણ કે પાછળ થી કોઈ પૂછતું નથી કે તમે સંકલ્પો પાળ્યા કે નહિ. . . . . ?

સંકલ્પો મોટેભાગે ચૂંટણી ઢંઢેરા જેવા હોય છે. . . ઢંઢેરો ફક્ત અને ફક્ત દર્શાવવામાં આવે છે  . . . કોણ પાળે છે?  એજ રીતે . . . .

કેટલાક મહાનુભાવો ને તો તમે ઓળખતા જ હશો. . . જેમનું ફક્ત એક જ કામ હોય છે સંકલ્પો લેવા અને લેવડાવવા . . . . !!

અને ઘણી વાર આપણ ને એ જાણવાની ઇન્તેજારી હોય છે કે તેમની નજરો માં જે મહાન માણસો છે તેઓ આ નવા વર્ષે નવા-નવા શું સંકલ્પો કર્યા -

જેમ કે :

બપ્પી લહેરી એ સંકલ્પ કર્યો છે કે તેઓ નવા વર્ષ થી એક પણ સોનાના ઘરેણા ને હાથ નહિ લગાડે, . મતલબ કે બીજા એ  હાથ લગાડેલું ઘરેણું જ પહેરશે . . . . !

* * * * *

ફક્ત આંદોલન અને ધરણાં માટે પ્રખ્યાત શ્રીમાન અરવિંદ કેજરીવાલ ને જયારે પૂછવામાં આવ્યું કે - સર તમે આજે નવા વર્ષ માટે તમે શું સંકલ્પ કર્યો ત્યારે તેઓ સૌ પ્રથમ તો અમારા પર ભડક્યા : " દેખો મેં સંકલ્પ તો કુચ ભી લે સકતા હું, પર ઇસસે ક્યાં ભ્રષ્ટાચાર કમ હોંગા . . . ? મેં તો પહેલે સે હી કહે ચુકા હું કે સબ સંકલ્પ મિલે હુએ હૈ. . . એક ઇન્ક્વાયરી બીઠાની ચાહિયે . . . પ્રજા કો માલુમ હોના ચાહિયે કે કૌન સ સંકલ્પ અચ્છા હૈ યા કૌન સા નહિ. . . ? "

" ફિર ભી મુજે કહેતે હુએ ગર્વ હો રહા  હૈ  કી ઇસ સાલ સંકલ્પ લે રહા હું કી પૂરે સાલ તક મેં એક ભી ધરણા યા આંદોલન નહિ કરુંગા . . . "

* * * * *

અને સૌથી મોટા સંકલ્પો તો શ્રીમાન રાહુલ ગાંધી ના છે : " હું સૌથી પહેલા તો ફેસબુક પર ઓફિસીયલી આવી જઈશ, . . . હું નથી તોયે મારા વિષે આટલી બધી વાતો થાય છે, તેથી હું પહોચી જ જઈશ ફેસબુક પર - તેના માટે બધી જ તૈયારી થઇ ગઈ છે અમારા પક્ષ દ્વારા . . . "

" બીજો સંકલ્પ એ છે કે આ વર્ષે હું લોકસભા ની ચૂંટણી જીતી ને બતાવીશ . . . "

" . . . પણ, લોકસભા ની ચૂંટણી તો પાંચ વર્ષ પછી જ આવશે . . . "

" તો ઇસમેં ક્યાં હૈ, હમ પાંચ સાલ બાદ લડેંગે ઔર જીતેંગે, તબ તક મુજે આરામ કરને દો . . . . "

* * * * *

અન્ન હઝારે ને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો : " દેખિયે મેરા કામ હૈ સિર્ફ ઔર સિર્ફ આંદોલન કરના હૈ , મુજે રાજનીતિ મેં કોઈ દીલચપ્સી  નહિ હૈ, . . . ફીર ભી મેંને ઇસબાર સંકલ્પ લિયા હૈ કે ઇસ બાર મેં સુરર્ખીયો મેં રહુંગા ઔર કહી ગુમ નહિ હો જાઉંગા, . . . મેં લોંગો કે બીચ હી રહુંગા . . . હર મહીને મેં કોઈ ના કોઈ બાતો પર આંદોલન કરતા રહુંગા . . . "

* * * * *

બિલાવલ ભુટ્ટો નો સંકલ્પ છે : " હું આ વરષે વાણી વિલાસ નહિ કરું, અને કમ સે કમ પોતાના પર તો જોક નહિ જ કરું. . . . . "

* * * * *

શ્રીમાન દિગ્વિજય સિંહ ને સંકલ્પ છે : " હું આ વર્ષે નવી કોઈ ગલફ્રેન્ડ નહિ બનાવું . . . "

* * * * *

સોનિયા ગાંધી નો તો દર વર્ષે એક જ સંકલ્પ હોય છે : " હું આ વર્ષે પણ સ્પષ્ટ હિન્દી બોલવાનો પ્રયત્ન કરીશ . . . "

* * * * *

અર્જુન મોઢવાડિયા નો આ વર્ષે એજ સંકલ્પ છે - " હું આવતા પાંચ વર્ષો માં ગુજરાત માં કોન્ગ્રેશ ને કાર્યક્ષમ બનાવી દઈશ . . . "

* * * * *

અખિલેશ યાદવ નો સંકલ્પ એક જ છે : " ઉત્તર પ્રદેશ માં બળાત્કાર ના બનાવો ઓછા થાય તે માટે પ્રયત્નો કરવા . . . અને પોતાના પિતા ને સમજાવવા કે તેઓ - બચ્ચે સે ગલતી હો જાતી હૈ જેવા ફાલતું નિવેદનો ના કરે. . . "


           બસ, આ વર્ષે કોઈ જ સંકલ્પ લેવામાં નહિ આવે . . . .!

ઘણી વાર તમે બુદ્ધિશાળી છો ( . . .. ભલે ખરેખર માં એવું ના પણ હોય એ અલગ વાત છે : ટોપ મોસ્ટ સિક્રેટ . . . !) એવું લોકો માં દર્શાવવા માટે પણ તમારે નવા વર્ષે એકાદ નવો સંકલ્પ તો કરી જ લેવો જોઈએ  . . . . તમને તો ખબર જ હશે કે આજ-કાલ બુદ્ધિશાળી હોવું અગત્યનું નથી જેટલું કે બુદ્ધિશાળી દેખાવું . . . !!

હવે થાય છે એવું કે ઘણા બુદ્ધિ શાળી મિત્રો આપણ ને અવાર - નવાર પૂછતાં રહેતા હોય છે કે : " નવા વર્ષે તમે કયો સંકલ્પ કર્યો ? "

અમે તો આ વર્ષે સંકલ્પ લીધો છે કે બસ આ વર્ષે કોઈ જ સંકલ્પ લેવામાં નહિ આવે . . . .!

તો બોલો - તમારો જવાબ તૈયાર છે કે નહિ. . . .?

Thursday, 23 October 2014

હોને કો તો કુચ ભી હો સકતા હૈ . . . !!


હોને કો તો કુચ ભી હો સકતા હૈ . . . . !!

મહાન માણસો કહી ને ગયા છે કે - Nothing is Impossible . . . . . !!

પણ છતાયે દુનિયા માં ઘણી એવી બાબતો છે જે અઘરી છે, મુશ્કેલ છે. . . .

જેમ કે તમે જ કહો નીચેની બાબતો શું શક્ય છે?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા શક્તિમાન કપડે ધો સકતા હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા રાહુલ ગાંધી election જીત કે કોન્ગ્રેશ કે લિયે વડાપ્રધાન બન શકતે હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા અરવિંદ કેજરીવાલ ધરણાં-આંદોલન છોડ શકતા હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા અભિષેક બચ્ચન અકેલા એક સુપરહિટ ફિલ્મ દે શકતા હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા અમિત શાહ અપની સ્ટેટેજી મેં નિસ્ફળ હો શકતે હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા શાહરૂખ ખાન ક ક ક ક ક ક ક ક ક ક કરના છોડ શકતા હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા કપિલ શર્મા સબ લોગો કી મજાક ઉડાના છોડ શકતા હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા સુરસુરિયા જઈસે બમ આવાજ કર શકતે હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા એક બાર બહાર નિકાલા હુઆ પેસ્ટ દુબારા અંદર જા શકતા હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા ભારતીય ક્રિકેટર પાર્ટ ટાઇમ ક્રિકેટ ખેલના છોડ શકતે હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા રોતે રોતે હુએ હસી આ શકતી  હૈ. . . ?

* * * * * 

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા સોનિયા ગાંધી સ્પસ્ટ હિન્દી બોલ શકતી હૈ. . . ?

* * * * *

હોને કો તો કુચ ભી હો સકતા હૈ,

લેકિન,

ક્યા પાકિસ્તાન કે બિલાવલ કી દિમાગ કી બત્તી જલ શકતી  હૈ. . . ?

Tuesday, 21 October 2014

હેપ્પી ન્યુ યર ના સુરસુરિયા

ક ક ક ક ક ક કિરણ, હેપ્પી ન્યુ યર . . . . !!

શાહરૂખ ખાને જાહેર કર્યું છે કે તે હેપ્પી ન્યુ યર પછી બીજી કેટલીક ફિલ્મો બનાવવા જઈ  રહ્યો છે જેના નામ કંઈક આ પ્રમાણે હશે :

(1). હેપ્પી કાળી ચૌદસ :

 - જેમાં એ પોતે ભૂત બનશે, અને દીપિકા પાદુકોણે ભૂતણી.

 તેમનું માનવું છે કે આ ફિલ્મ ખુબ જ ઓછા ખર્ચા માં બની જશે કારણ કે શાહરૂખ ખાને અને દીપિકા એ મેક અપ કરવાની જરૂર જ નહિ પડે . . . !

(2). હેપ્પી ભાઈ બીજ :

- આ એક નવો પ્રયોગ છે જેમાં શાહરૂખ ખાન પોતે ભાઈ બનશે અને દીપિકા પાદુકોણે બહેન . . . ! 

(વધુ કહેવાનું કશું રહેતું નથી, અસ્તુ . . . !!)

(3). હેપ્પી લાભ પાંચમ :

- આ ફિલ્મ ની ટીકીટો માં દર્શકો ને ફ્રી ટીકીટ અને વધારામાં દર કલાક ઉપર ફિલ્મ જોવાના રૂપિયા ચુકવવામાં આવશે, દર્શકો ના લાભ માટે.

(4). હેપ્પી વાઘ બારસ :

 - જેમાં શાહરૂખ ખાન નો એક જ ડાયલોગ હશે - " કેમ લ્યા વાઘ મારશ?, આજે છે વાઘ બારસ . . . " 

આશા છે કે આ ડાયલોગ બહુ જ પોપ્યુલર બની જશે. . . !!

(5). હેપ્પી રાંધણ છઠ્ઠ :

 - જેમાં મહિલાઓ ને રાંધવા માં પડતી સમસ્યાઓ ને ખુબ જ અસરકારક રીતે પડદા પર દર્શાવવામાં આવશે . . . તમે જોઈ શકશો કે શાહરુખ ભાઈ ને રસોઈ માં શું-શું બનાવતા આવડે છે? અને શું નથી આવડતું . . . !! 

આ બધી જ ફિલ્મો દિવાળી પર જ આવશે . . .  Cheers . . . . !!

#દિવાળી_ના_સુરસુરિયા

(ફોટો સોર્સ: dreamstime.com)

Friday, 17 October 2014

હાથ અધ્ધર કરવા - એ વળી શું?


હાથ અધ્ધર કરવા એ કદાચ એક શોખ ની બાબત છે. . . !

કહેવાય છે કે અખબાર ના મથાળા પર થી ઘણા લોકો સમજી જતા હોય છે કે આજે છાપા માં બીજું - શું શું વાંચવા લાયક હશે. . . .!!

આજે એક અખબાર નું મથાળું છે -

"  કાળા નાણા બાબતે મોદી સરકારે હાથ અધ્ધર કર્યા. . .  "

- મજા આજ વાત ની આવતી હોય છે કે વાચકો ને કઈ રીતે એક કોમન ભાષા માં સમાચારો ને સમજાવવા . .

જેમ કે શું આવા મથાળાઓ ના આપી સકાય ? :

1. સરકારે કુણીએ ગોળ ચોપડ્યો.

ઘણા વાચકો ને આ સમાચાર વાંચતા જ મોઢા માં પાણી આવી જાય. . . . !

અહી કેટલાક વાચકો ને ગોળ ખાવાની પ્રેરણા પણ મળી રહે. . . અને સરકાર ના ગોળ પ્રયોગો વિષે પણ માહિતી મળી  રહે . . .

ગોળ વેચવા વાળા પણ પોતાના પ્રચાર માં કહી સકે કે  : જુઓ, અત્યાર ની સરકાર ફક્ત અમારો ગોળ જ કુણી એ ચોપડવા વાપરે છે. . . અને ખુબ જ સફળ છે. . . આવો તમે પણ અમારો પ્રખ્યાત કુણી એ ચોટાડવાનો ગોળ વાપરો અને ફાયદો ઉઠાવો . . . આજ જ ખરીદો  . . . . !

દેશ ની પ્રજા ને ગોળભિમુખ કરવાની તાતી જરૂર છે . . . !!

2. સરકારે એક હાથ અધ્ધર કર્યો . . .

અને પછી બીજા દિવસે અખબાર નું મથાળું દેવાનું : સરકારે બીજો હાથ અધ્ધર કર્યો . . .

અને પછી ત્રીજા દિવસે લખવાનું : સરકારે બંને હાથ એકસાથે અધ્ધર કાર્યા . . .

લોકો ને પણ  હિખવા મળે કે હાથ અધ્ધર તો કરવાના જ છે પણ, સ્ટેપ બાય સ્ટેપ . . .

કેવું પ્રેરણાદાયી ઉદાહરણ બને, રાઇટ ?

3. આજ રીતે પગ અધ્ધર કરવા વિષે પણ વિચારી સકાય . . . અને જો શક્ય હોય તો એના માટે શિબિરો પણ ગોઠવી સકાય . . . જેથી કરી ને અખબારો ને સરળતા રહે તેમના રોજે-રોજ ના મથાળાં બાંધવા માટે . . . !

બંને પગ અધ્ધર હતા ત્યારે સરકાર શ્રી ઉભા હતા કે કેમ એમ સ્પષ્ટ રહેવું કારણ કે  ઘણા બુદ્ધિશાળી વાચકો પૂછી શકે છે - " બંને પગ અધ્ધર હતા તો ઉભા કેમના રહયા ? "

4. સરકારે ક્યારે ક્યારે મોઢું મચકોડ્યું અથવા ક્યારે-ક્યારે ડોકું ધુણાવ્યું એ પણ પ્રજા ને ખબર પડવી જોઈએ . . . !

5. સરકારે હાથ અધ્ધર કાર્ય ત્યારે શું બંને હાથ ખાલી હતા કે ભરેલા એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ . . . યુ સી - લોકો ને કોઈ વાત ની શંકા-કુશંકા ના થવી થવી જોઈએ . . . પાછા લોકો વાતો કરે. . . !!

6.  આ પ્રેક્ટીસ થી લોકો માં એક વાત નો પણ પ્રચાર થશે કે કસરત કરવી જોઈ કારણ કે સરકાર પોતે પણ હાથ ઊંચા - નીચા કરે છે. . . !

સરકારી જાહેરાતો ના ફોર્મ માં પણ એક ખાનું આપવું જોઈએ : શું તમને હાથ અધ્ધર કરતા આવડે છે? - હા કે ના?

7. કોઈ પણ અખબારે ફક્ત "સરકાર" એવું ના લખવું નહિત લોકો એવું સમજી બેસશે કે અહી અમિતાભ બચ્ચન ની વાત થઇ રહી છે. . . અને બચ્ચન સાહેબ હાથ ઊંચા નીચા કરી રહ્યા છે. . . . કારણ કે ઘણા સીનેમાં પ્રેમીઓ ને તો એવું જ છે કે સરકાર એટલે બચ્ચન  . . . !!

8. વેલ, અગત્ય ની વાત એ છે કે પછી વાત અધુરી ના રહેવી જોઈએ કે સરકારે હાથ ઊંચા તો કર્યા પણ પછી નીચા ક્યારે કર્યા . . . યુ સી, સમયગાળો અતિ મહત્વનો છે. . . અત્યાર ના જમાના માં લોકો ને ચોકસાઈ  ગમે  છે. . . . માહિતી પરફેક્ટ હોવી જોઈએ . . . !!

અને એ પણ લખવું જોઈએ કે સરકાર ને હાથ ઊંચા કાર્ય પછી થાક લાગ્યો હતો કે નહિ. . . .!!

9. થઇ સકે તો ઈતિહાસ માં કયા કયા મહાનુભાવો હાથ કે પગ અધ્ધર કર્યા  હતા અને કયા કયા પ્રસંગો એ પણ વાચકો સમક્ષ આલેખન કરવું જોઈએ . . .!

10. અને દરેક સરકારે ક્યારે-ક્યારે હાથ, મોં, પગ, નાક, કાન અધ્ધર કર્યા તેનું દસ્તાવેજી કરણ પણ થઇ સકે. . .  શા માટે નહિ? ભવિસ્ય માં એ વાત નો પણ ગર્વ લઇ સકાય કે જુઓ અમારી સરકારે તો ફક્ત 20156489512645789 વાર જ હાથ અધ્ધર કર્યા હતા. . . !

. . . .કહી સકાય કે હાથ અધ્ધર કરવા એ ભારત ની એક રાષ્ટ્રી સમસ્યા છે. . . !

- ટૂંક માં મૂળ વાત એ છે જીવન માં ગમે ત્યારે હાથ કે પગ તો આપણે અધ્ધર કરવા જ પડતા હોય છે. . .

તો એમાં અપરાધભાવ શા માટે . . .?

આ એક રાષ્ટ્રી મુદ્દો બની સકે અને ભવિસ્ય માં કદાચ કોઈ પક્ષ પોતનો ચૂંટણી નો મુદ્દો પણ બનાવે . . .

. . . .કહી સકાય કે હાથ અધ્ધર કરવા એ ભારત ની એક રાષ્ટ્રી સમસ્યા છે. . . !

તમને શું લાગે છે?

બાય ધ વે : છેલ્લે તમે ક્યારે હાથ અધ્ધર કર્યા હતા?

(તસ્વીર સોર્સ : ઈન્ટરનેટ)