Wednesday, 19 November 2014

એવું ચમ નું લ્યા ?


ટેટસ ચોરી કરશ. . . . એવું ચમનું લ્યા ?
  >>>

અમારી બધી પોસ્ટ અમારા મગઝ ની પેદાશ હોય છે . . . :)

( . . . ભલે તમને અમારા મગઝ હોવા કે ના હોવા વિષે શંકા હોય એ અલગ બાબત છે.)

અમારી પોસ્ટ માં મુખ્ય ફાળો દેશ કે નેતા ‪#‎Desh_Ke_Neta‬ , દેશ કી જનતા‪#‎Desh_Ki_Janta‬ અને કુખ્યાત ( . . . Still in doubt ???  ) ‪#‎Nimonics‬ નો હોય છે.

ઈતિહાસ ગવાહ છે કે જયારે પણ અમે કોઈ જીવન કે મૃત વ્યક્તિ ના સબ્દો અમારી ધ ગ્રેટ દીવાલ પર મુક્યા છે ત્યારે તેમને ક્રેડીટ આપી જ છે - માર્ક ટ્વેન ભાઈ મૃત્યુ પામ્યા હોવા છતાયે જયારે પણ અમારી દીવાલ પર તેમના સબ્દો લખીએ ત્યારે તેમનું નામ નીચે હોય જ. . . .એજ રીતે પૂછી જુઓ પ્રખ્યાત શેકસપિયર ને. . . .!! 

આ મહાન લેખકો ને સદાયે ગર્વ રહ્યો છે કે તેમના સબ્દો અમારી દીવાલ પર છપાતા ( ઓયે . . . ઘસડાતા કોણ બોલ્યું? ) આવ્યા છે. . . . !

આ શેકસપિયર ભાઈ એજ છે કે જે પોતે વાક્ય લખી ને નીચે પોતાનું નામ લખાવે અને પાછો આખા ગામ ને કે'તો ફરે કે - " નાંમ માં શું બાળ્યું છ? . . . " What is there in name? "

( શેકસપિયર તો બિચારો હજુ એ ફોન કરી ને ના પાડે છે કે નિમેષ , નામ ના લખે તો ચાલે હવે, પણ . . . યુ સી આપણે આપણી ક્રેડીટ નું વિચારવું પડે ને. . . . !! - લોકો પાછા વાત્યું કરે - ઓલો નિમેષ, આટલું ભણ્યો તોયે લોકુ ના સ્ટેટ્સ કોપી કરેછ . . . . !!)

- અને હઉથી મોટી બીક તો મન અમાર મિત્ર ગાંડા ભઈ ની લાગ છ, . . . તરત જ ઈમનો ફોન આવ - ચમ લ્યા, આંમ તો બૌ ફોંકા મારશ ક મુ આંમ ન મું તેમ, અન ફેસબુક પર પેલું હું કે - ટેટસ ચોરી કરશ. . . . એવું ચમ નું લ્યા ?

: એટલે જ અમારે અમારા મગઝ નો ઉપયોગ સતત કરતા રહેવું પડે છે. . . . યુ સી . . . !!

નોંધ: 1. કોઈ ની કોમળ લાગણી દુભાવવાનો અહી કોઈ પ્રયત્ન નથી. એટલે ખોટા દુખી ના થાવ.

        2. ઉપર ની નોંધ ફરીથી વાંચી લેવી.

: સંસ્થા ના હુકમથી

~ Issued In Public Interest by Nimonics 

{ ફેસબુક પર લોકોની કવિતાઓ ચોરવા માંડી છે તેના સંદર્ભ માં ફેસબુક પૂરાણ માં લખેલી પોસ્ટ }

પહેલે મેં કાફી પરેશાન થા . . .


પહેલે મેં કાફી પરેશાન થા, . . .  !!

અને એ મશહુર નેતા એ પોતાનું ભાષણ શરુ કર્યું -

પહેલે મેં કાફી પરેશાન થા,

મેં ને કઈ બાર અમેરિકા કે વિઝા કે લિયે અરજી ડાલી થી પર મુઝે કભી વિઝા નહિ મિલા, . . . .

મેં ચાહકર ભી કુચ નહિ કર પા રહા થા, અમેરિકા વાલો ને મેરે અહમ કો ચોટ પહુચાઈ થી, . . .

જહાં ભી જાતા થા લોગ મુજે પૂછતે થે - તુમ કો અમેરિકા વાલો ને કયું વિઝા નહિ દિયા, ઔર મેં કાફી સરમીન્દગી મહેસુસ કરતા થા, . . .

યહાં ગુજરાત મેં મેં રાજા થા, લેકિન ફિર ભી મેરી તમન્ના કુચ ઔર થી. . . .

મેરા દોસ્ત આલ્બર્ટ પીન્તો ભી મુજે તાને પે તાને માર રહા થા. . . .

દિન બ દિન મેં કમજોર પડતા જા રહા થા, . . . મુઝે સમજ મેં નહિ આ રહા થા કી મેં ક્યા કરું, . . . મેંને કઈ રસ્તો સે ટ્રાય કિયા પર મુઝે સફલતા નહિ મિલી . . . !!

તભી મેરે દોસ્ત " ભારેકરી ", "તપેલી" ઔર "નડવાની" ને મુજે બતાયા - વડાં કે પ્રધાન કે બારે મેં. . . . - તુમ કયું વડાં નહિ ખાતે?

ઔર મેંને ભી અરજી ડાલી કુચ બનને કે લિયે, . . . ઔર મેરી કિસ્મત કા તાલા ઔર તપેલા દોનો ખુલ ગયા . . . . !!

મેંને ઝીંદગી મેં બહુત સારે વડાં ખાયે લેકિન ઇસ બારકા મઝા હી કુચ ઔર થા. . . . !!

આજ મેં બહુત ખુશ હું, વડાં કે પ્રધાન બન ને કે બાદ મેં કઈ બાર ભારત કે બહાર જાતા હું, . . .ઔર સભી જગહ સે મુઝે કાફી સારા પ્યાર ઔર રીસ્પેક્ટ મિલતા હૈ. . . . જહાં ભી જાતા હું મેં હી છા જાતા હું. . . . !!

. . . ઔર યે સબ સિર્ફ ઔર સિર્ફ વડાં ખાને કા પ્રતાપ હૈ. . . !!

ઇસી લિયે મેં કહેતા હું કી આપ ભી વડાં ખાના ચાલુ કર દીજિયે, ચાહે કુચ ભી હો - ચાહે દાળ વડાં હી કયું ન હો . . . . ફાયદા અવશ્ય હોગા . . . . !!

( નોંધ : આ પોસ્ટ કાલ્પનિક છે અને લાગતા અને વળગતા રીયલ લાઈફ ના કોઈ પણ પાત્ર સાથે તેનો કોઈ જ સંબંધ નથી.)

( પિક્ચર કાર્ટુન By Nimesh Prajapati )

Sunday, 16 November 2014

અત્ર-તત્ર-સર્વત્ર : એક જ પ્રોબ્લેમ



ટુ બી ઓર ટુ નોટ ટુ બી . . . . ?

અમિતાભ બચ્ચન ની આત્મકથા નું નામ છે " ટુ બી ઓર ટુ નોટ ટુ બી" - " હોવુ કે ના હોવુ "

જીવન ની સમસ્યા એજ છે કે આપણું હોવું, . . .  તમે છો એટલે જ સમસ્યા છે,. . . તમે નથી તો પછી કંઈ જ નથી . . . .!!

હવે ગૌતમ ગંભીર ના બનો, આ તો એક વાત છે એમાં આટલા સીરીયસ બની જવાની જરૂર નથી . . . . સમસ્યા ફક્ત તમારા કારણે જ નહિ ઘણી વાર મારે કારણે પણ હોઈ શકે છે. . . ( પણ યુ સી એવું ભાગ્યે જ બનતું હોય છે. . . !!)

વેલ, તમે સાંભળ્યું? -

" વડાપ્રધાન પોતે પણ સુતા નથી અને બીજા ને પણ સુવા દેતા નથી . . . " - શ્રીમાન વૈકૈયા નાયડુ

/ / /

ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નો પ્રોબ્લેમ અલગ હતો - મંત્રીઓ દિવસે ભ્રષ્ટ આચાર માં સતત વ્યસ્ત રહી ને રાત્રે થાકી ને સુઈ જતા હતા  . . . અને મનમોહન સિંહ પોતે પણ ચિંતા કરી કરી ને થાકી ને સુઈ જતા હતા. . . . એકલા જાગી ને શું કરે?

* * * * *
" ખાતો નથી અને ખાવા દેતો નથી . . . ."
" ખાતો નથી અને ખાવા દેતો નથી. . . ."

(. . . અને છતાંયે  ગુજરાત માં ભ્રષ્ટાચાર તો કેગ ના અહેવાલો માં થેલા ભરી ભરી ને દેખાય છે. . . એવું ચમ નું લ્યા ? સોચો દયા સોચો . . . !! )

- ગુજરાત નો આ કોયડો વણ ઉકેલ્યો છે અને નિરાશા સાથે કહેવું પડે છે કે કદાચ ઉકેલ ના પણ મળે . . . .!

" ખાતો નથી અને ખાવા દેતો નથી. . . ." - ગુજરાત માં આ સૂત્ર બહુ જ ગાજ્યું હતું પણ હવે સાહેબ ના ગયા પછી બધા ગોટલા બહાર આવવા માંડ્યા છે એટલે ગુજરાત ની જનતા ને ખબર પડી રહી છે કે બે યાર, આ તો કેટલાનું થઇ ગયું એજ ખબર ના પડી. . .  - હશે ભાઈ,  પોતે નહિ જ ખાતા હોય પણ બીજા ને ખાવા દીધું છે એનું શું? કદાચ પોતે ઉપવાસ રાખતા હોય પણ બીજાને તો પેટ હોય ને ભઈલા  . . . !!

વેલ, વાત અહી એ નથી કે કોણે ખાધું અને કોણે ના ખાધું?

અત્ર-તત્ર-સર્વત્ર : એક જ પ્રોબ્લેમ . . . . 

યુ સી, છેવટે રાજકારણ માં બધા ખાવા માટે જ આવતા હોય છે એમ માનીને દેશ ની જનતા ખુશ થઇ હોય છે , આપણે પાછા બહુ સંતોષી જીવ, નાની અમથી વાત માં પણ સમજી જઈએ. . . .!!

પણ આજે શ્રીમાન વૈકૈયા નાયડુ એ જણાવ્યું છે કે વડાપ્રધાન પોતે પણ સુતા નથી અને બીજા ને પણ સુવા દેતા નથી . . . આજે પત્રકારો ને સંબોધતા તેમણે આ વાત જણાવી હતી કે વડાપ્રધાન ની ખુબ જ પક્કડ છે આ મંત્રી મંડળ પર. . . . !! અને બધા પાસે ખુબ જ કામ કરાવવામાં આવે છે. . . !

ભવિષ્ય માં એવી અફ્વાઓ પણ આવે કે અમારા વડાપ્રધાન રોબટ છે તો નવાઈ નહિ. . . . !!

દેશ ની જનતા ને આ જાણી ને ખુબ જ આનંદ થાય એ સ્વાભાવિક છે કે ચાલો સારું કહેવાય કે વડાપ્રધાન જાગે તો છે ને. . . . જાગશે તો કંઈક કામ તો થશે. . . !! આપણી આશાઓ પણ હવે મારી પરવાડી છે એવું તમે કહી શકો . . .!!

પણ ધ્યાન થી ચિંતન કરવામાં આવે તો જીવન ની બધી સમસ્યાઓ નું મૂળ તમને આ જ વાક્ય માં દેખાઈ શકે. . . . કેટલી ગહન વાત છે આ  . . . કેટલું ઊંડાણ છે આ વાત માં. . . . ( હવે માપ પટ્ટી લેવા ના જશો. . . . માપવાની જરૂર નથી. . . .!!) કહેવાય છે કે જીવન ની મહાન વાતો ને સમજતા - સમજતા આપને ઘરડા થઇ જતા હોઈએ છીએ. . . ( ગભરાશો નહિ આ હજુ એટલી ગહન વાત નથી કે ફક્ત વાંચતા વાંચતા જ તમે ઘરડા થઇ જાઓ. . . !!)

જેમ કે આ બાબત ને લઈને અમે કેટલાક મહાનુભાવો ને પૂછ્યું તો અમને પણ નવાઈ લાગી કે આ વાત આટલી ગંભીર અને અખાણવા ( ના વખાણવા લાયક??? ) લાયક છે.

* * * * *

" ધરણાં કરતો નથી અને કરવા દેતો નથી. . . "

"દિલ્હી માં મુખ્યમંત્રી બનતો નથી અને બીજા ને બનવા દેતો નથી. . ."

શ્રીમાન કેજરીવાલ નું કહેવું છે કે તેમણે પોતે પણ જીવન માં આવી સમસ્યાઓ સહન કરી છે. તેમણે પોતાને ઘણી વાર ધરણાં કરવા હોય છે પણ તેમના મિત્રો તેમને તેમ કરવા દેતા નથી. . . .!!

* * * * *

વેલ અત્યારે દેશ નો મહાન પક્ષ પણ આજ સમસ્યા થી પસાર થઇ રહ્યો છે કેટલાક કોન્ગ્રેશ કાર્યકરો સાથે વાત કરતા અમને આજ વાત સંભાળવા મળી  -

" પોતે બોલતો નથી અને બીજાને બોલવા દેતો નથી. . . "

" પોતે પક્ષ નું સુકાન હાથ માં લેતો નથી અને બીજાને હાથ માંલેવા દેતો નથી. . . ."

" પોતે પરિવર્તન લાવતો નથી અને બીજાને ને પરિવર્તન લાવવા દેત નથી. . . "

. . . .  કહેવાની જરૂર નથી કે આ મિત્રો રાહુલ ગાંધી ની વાત કરી રહ્યા છે. . . . !!

પ્રિયંકા ગાંધી એ તો ત્યાં સુધી કહ્યું છે " પોતે પક્ષ પ્રમુખ બનતો નથી અને મને બનવા દેતો નથી. . . "

પક્ષ ના મહાન નેતાઓ તો નામ નહિ આપવાની શરતે એવું પણ કહે છે બાબા એ ફક્ત આજ બાબત નું ધ્યાન રાખવાનું છે નહિ તો નુકશાન પણ બાબાએ જ ભોગવવું પડશે . . . !!

* * * * *

બપ્પી લહેરી ના કુટુંબ ના સભ્યો પણ આજ કહે છે કે - " ઘરેણાં પહેરતો નથી ને બીજા ને પહેરવા દેતો નથી. . . "

- બોલો હવે આમાં આપણા થી શું થઇ શકે?

* * * * *

હાય સાલ્લા, પોતે એકલો હટ ફિલ્મ આપતો નથી અને બીજા ને આપવા દેતો નથી. . . . " - અમિતાભ બચ્ચને એક વીશેસ વાત માં જણાવ્યું હતું।


* * * * *

" ફડનવીસ ભાઈ પોતે તો ખાતો નથી અને મને પણ ખાવા દેતો નથી. . . સમોસા અને વડાં પાંવ . . . " - નીતિનભાઈ ગડકરી એ વડાપ્રધાન ને કરેલી ફરિયાદ માં જણાવવામાં આવ્યું છે.

* * * * *

" પોતે તો રમતો નથી અને મને રમવા દેતો નથી. . .  " - ધોની વિષે રોહિત શર્મા એ પોતાની વ્યથા ફક્ત આટલા સબ્દો માં જ વ્યક્ત કરી છે.

વધુ અમે કશું કહી શકતા નથી  . . . !!

* * * * *

ગુજરાત કોન્ગ્રેશ માં તો આ વાક્ય પ્રાણવાયું છે, અહી જ આ વાક્ય નો જન્મ થયો હતો એવું પણ કેટલાક સંસોધનકારો કહી રહ્યા છે. . . . અહી એક જ વાત સાંભળવા મળે છે બીજો કઈ કરતો નથી અને મને કરવા દેતો નથી. . . !! ( . . . ભલે પછી પોતે જ પક્ષ સાથે જોડાયા ત્યાર થી ઉંગતા હોય એ અલગ વાત છે. . . )

અર્જુન મોઢવાડિયા વર્ષો થી એમ જ કહે છે કે " બાપુ કઈ કરતા નથી અને મને કોન્ગ્રેશ માં કઈ કરવા દેતા નથી. . . "

સામે પક્ષે બાપુ પણ એમ જ કહે છે કે " મોઢવાડિયા પોતે ક્યાં કઈ કરે છે તે મને કરવાનું કહે છે. . . ? " ( જોયું એક પક્ષ માં પણ કેટલા પક્ષો છે?)

ટૂંક માં સમસ્યા ના મૂળ એજ છે કે પોતે કઈ કરતો નથી અને કરવા દેતો નથી. . . !!

* * * * *

આપણા વિદ્યાલયો માં પણ આજ સમસ્યા છે કે શિક્ષકો પોતે પ્રયોગો કરતા નથી અને વિદ્યાર્થીઓ ને કરવા દેતા નથી. . . . !!

* * * * *


તમારી આજુ બાજુ નજર ફેરવો તો તમને અત્ર-તત્ર-સર્વત્ર આજ સમસ્યા જોવા મળશે : ~

" પોતે કાર ચલાવતો નથી અને મને ચલાવવા દેતો નથી . . . " - કાર ચલાવવા વાળા ની સમસ્યા.

" પોતે ચા પીતો નથી અને મારા માટે બનાવવા દેતો નથી . . ." - ચા ની ચૂસકી વાળા ની સમસ્યા.

" તે પોતાની બુદ્ધિ વાપરતો નથી અને મારી વાપરવા દેતો નથી . . . " - એક બુધ્ધ્દીશાળી પત્ની ની સમસ્યા.

" ડફોળ પોતે તો કઈ લખતો નથી અને મને લખવા દેતો નથી . . . ." - લેખક ની સમસ્યા મૂળભૂત આજ હોય છે.

" પોતે તો ફાસ્ટ ચલાવતો નથી અને મને સાઈડ કાપવા દેતો નથી. . . " - એક ફાસ્ટ ચાલક ની સમસ્યા.

અત્ર-તત્ર-સર્વત્ર : એક જ પ્રોબ્લેમ . . . . . . .  .

- હવે તમે જ કહો દેશ ની સૌથી મોટી સમસ્યા ગરીબી નથી પણ " પોતે. . .  નથી . . . અને મને . . . .  નથી. . . છે. સમજાયું ને - ખાલી જગ્યા તમારે પૂરી દેવાની . . . . !!

(Note : બધી જ તસ્વીરો નો સોર્સ : ઈંટરનેટ )

Monday, 10 November 2014

ગઈ ભેંસ એરપોર્ટ રન વે પે . . . .


સુરત એરપોર્ટ પર પહુંચ કે આપકો કૈસા મહેસુસ હો રહા હૈ . . . ?

 . . સુરત એરપોર્ટ ના રનવે પર ભેંસ ઘુસી ગઈ અને પછી તો બીજા દિવસે દુનિયા ભર ના પ્રિન્ટ મીડિયા પર છવાઈ ગઈ. . . !!

કેટલી નસીબદાર કહેવાય એ ભેંસ કે જેનું કોઈ નામ નથી પણ નામના મેળવતી ગઈ . . . . !

આટલી નાનકડી ઘટના ની કેવડી મોટી નોંધ લેવાઈ ગઈ. . . અને પછી તો લાગતા વળગતા સત્તાવાળાઓ ને ઘણું સાંભળવાનું થયું છે અને આ બાબતે અમારી તેમને સહાનુભુતિ છે એની ના નહિ. ( જોયું, અમે ફક્ત અને ફક્ત સહાનુભુતિ જ આપી શકીએ છે બીજું કઈ નહિ. . . .!!)

. . . .પણ અહી તમારે એક નાગરિક તરીકે ભેંસ ના દ્રષ્ટિકોણ ને સમજવો પડે છે. ( . . . એ વાત અલગ હોઈ શકે કે એક નાગરિક તરીકે તેમ ભલે બીજા નાગરિક ના દ્રષ્ટિકોણ ને ના સમજી શક્યા હોવ. . . . but, Please Don't mind it . . . . !!)

કેટલાક પ્રશ્નો ના જવાબ મળવા જ જોઈએ - 

1. આ રીતે ઘુસણખોરી કરવા પાછળ તેમનો મુખ્ય ઈરાદો શો છે? અને ભવિષ્ય માં બીજી કઈ રીતે હુમલા કે ઘુસણખોરી કરવામાં આવશે? બીજા કયા કયા શહેરો - રાજ્યો માં ભેંસો રનવે પર ઘૂંસ મારવાનો પ્રયત્ન કરી રહી છે?

2. શું આવી રીતે ભેંસો તરફ થી એરપોર્ટ રનવે પર ઘુસણખોરી થતી જ રહેંશે ? - કેટલી સંખ્યા માં? કઈ કઈ રીતે?

3. શું ભેંસ ને પ્લેન માં બેસવાની અદમ્ય ઈચ્છા હતી? શું પ્લેન માં બેસવું એજ તેના જીવન નો મુખ્ય ધ્યેય હતો?

4. શું એ ભેંસ પાઈલોટ પાસે ટ્રેનીંગ લેવા માંગતી હતી? - આખિર કયું?

ઘુસણખોરી કરવા પાછળ કયા જૂથ નો હાથ છે? - "સુરત ભેંસ વિકાસ મંડળે હજુ સુધી ઘુસણખોરી ની જવાબદારી કેમ નથી લીધી ? 

શું આ ઘૂંસ ગુજરાત કોંગ્રેસ ના કહેવાથી ભેંસે આવેશ માં આવી જઈને કરી હતી કે પછી બીજી કોઈ પાર્ટી એ તેને ઉક્સાવી હતી?

5. ચંદ્ર પર પગલું મુકીને નીલ આર્મસ્ત્રોન્ગે જાહેર કર્યું હતું કે - 

 " માનવ જાત માટે આ એક વામન પગલું છે. . . ."

પણ સમસ્ત ભેંસજાત માટે વામન પગલું છે . . . ?

તો શું ભેંસે એવું કોઈ વિધાન આપ્યું છે કે - " માનવો માટે આ એક તુસ્છ પગલું છે પણ સમસ્ત ભેંસજાત માટે વામન પગલું છે . . . ?, અથવા તો ભેંસ તો ગર્ભિત ઇશારો કઈ તરફ હતો?

6. શું કોઈ એ વિચાર્યું કે શા માટે ભેંસ રન વે પર ઘુસી કેમ ગઈ? શું એ પ્લેન ના પાઈલોટ ને ઓળખતી હતી? 

એક દેશ ના નાગરિક તરીકે શું તમારે આટલી કાળજી ના લેવી જોઈએ કે ભેંસ ને પણ આઈ કાર્ડ આપવામાં આવે? ( ખાસ ધ્યાન થી વાંચો - તમારે, નહિ કે મારે. . . . સમજ્યા?)

એવા કયા તો પરિબળો હતા કે જેથી તેણે પોતે આવું આકસ્મિક પગલું ભર્યું? ( - અહી જ તમે માર ખાવ છો, પગલું નહિ પણ પગલાં ભર્યાં . . . કારણ કે ભેંસ ને ચાર પગ હોય છે મય લોર્ડ, Mind It . . . . !! )

7. શું આ ભેંસ ની અહિંસક લડાઈ નથી?

8. ભેંસ ને શું પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર નથી?

9. જાહેર રસ્તાઓ પર અને અહી અમદાવાદ ના BRTS ના રસ્તા પર પણ ભેંસો પોતાનો અડ્ડો જમાવી રહી છે તો શું આ એમના તરફ થી એરપોર્ટ ને કબજે કરવાનું વામન પગલું કહી સકાય?

10. શું ભેંસ પોતે એકલી જ હતી ? હા તો -  કેમ? અને ના તો  - કેમ?

11. શું ભેંસ ની પછી ધરપકડ કરવામાં આવી હતી કે પછી તેને જામીન  પર છોડી મુકવામાં આવી હતી? 

અને ભેંસ ની પૂછ પરછ ની વિગતો કેમ જાહેર જનતા ને આપવામાં નથી આવતી? 

શું આ બાબત ની ઉચ્ચસ્તરીય તપાસ ના થવી જોઈએ? શા માટે કોઈ નવી SIT (Specila Investigation Team) બેસાડી ના સકાય ? ( . . . પછી ભલે વર્ષો સુધી એ SIT ઉભી ના થાય તો ચાલશે . . . !! )

12. શું ભેંસે પોતાના બયાન માં જણાવ્યું છે કે પોતાના પકડાઈ જવાથી સમસ્ત ભેંસ સમાજ પર આ બાબત ની કેવી અસર થશે? અને કેવા કેવા પડઘા પડશે?

13. જો ભેંસ ભૂલ થી રનવે પર આવી ગઈ હોય તો સરકારે " ભેંસ ભણાવો આંદોલન " કે " ભેંસ ભણાવો કાર્યક્રમ " શા માટે શરું કરવો ના જોઈએ? ટૂંકમાં સરકાર ના બીજા શું પ્રયાસો છે? 

14. ભેંસ એ ક્યાં ચાલવું અને ક્યાં ના ચાલવું જેટલું સામાન્ય જ્ઞાન પણ નથી? 

15. રાજકીય સ્તરે આ બાબત ની શું નોંધ લેવાઈ ? 

- શું બીજા રાજ્ય ના લોકો ને એવું લાગ્યું કે ગુજરાત ની ભેંસો બહુ ભણેલી છે? . . . અથવા તો એટલી અભણ છે કે ગમે ત્યાં ઘુસી જાય છે?

16. શું એ પકડાયેલી ભેંસ હવે પોતાની આત્મકથા લખશે? વિદેશ માં તો જો આવું બને તો ત્યાની સંસ્થાઓ કદાચ આવી ભેંસ ને નોબેલ પ્રાઈઝ પણ આપી દે. . . .પણ આપને ભારતીયો ને ભેંસો ની એટલી કદર હોતી નથી. . . રાઇટ ?

. . . કહેવાય છે કે ભારતીય પ્રજા ગમે તે બાબત માં સંતોસ માની જાય છે . . . !!
                     
- વેલ, દોસ્તો સવાલ ઘણા છે પણ જવાબ કદાચ આપણી પાસે નથી, . . . અને કદાચ મળશે પણ નહિ. . . . દેશ ની જનતા ની આજ તાસીર છે કે બિચારી પાસે ફક્ત સવાલો જ હોય છે જવાબો એક પણ નહિ. . . . !!

શું થાય હવે ભેંસ ને ગમ્યું એ ખરું, . . . . . !!

કેટલાક ભેંસ પ્રકરણ ના મારા ફેસબુક ના ફંડાઓ :


એક પત્રકાર ના ઈન્ટરવ્યુ ના અંશ . . . :)

" ભેંસ જી હમારે દર્સકો કો આપ બતાઈયે કી આપ વહા એરપોર્ટ રન વે પે કયું ગઈ થી? "
" હમકા લગા થા કી વહા પે વો બિહાર કા લલુઆ - લાલુ આ રહા હૈ, તો હમ જરા વહા રન વે પે ઉસ કા વિરોધ કરને ગઈ થી, ક્યુકી હમે ડર થા કી વો સુરતકા ભી ઘાંસ ચારા કહી ખા ન જાય. . . . લેકિન બાદ મેં હમ કા પતા ચલા કી કિસી ને હમ કા ગલત ઇન્ફોર્મેશનવ દિયા થા, . . . પ્લેન મેં લાલુ નહિ આયા થા ઔર મેં ફાલતું મેં પકડી ગઈ. . . ઔર બાત કા બતંગડ બન ગયા. . . . !!

* * * * *


" ક્યા લગતા હૈ આપકો ? "
" ઇસ મેં લગના ક્યા હૈ . . . ? બાત બિલકુલ સાફ હૈ કી ભેંસ ઔર પાઈલોટ દોનો મિલે હુએ થે . . . . " 

( બેશક આ જવાબ શ્રીમાન કેજરીવાલ નો જ હોય . . . )

* * * * *
દેશ ની જનતા આજે એ ટીવી ચેનલો નો આભાર માને છે કે જેમણે એવું જરા પણ ના દર્શાવ્યું કે - " જુઓ સુરત માં ઉડતી ભેંસ દેખાઈ . . . !! "

* * * * * 


After Buffalo Effect : ~
. . . અને કવિ એ કવિતા નો શુર બદલી નાંખ્યો છે. . . . .
Mind It . . . 

જુનો શેર નવી બોટલ માં . . . . :)
                     

# ગઈ ભેંસ એરપોર્ટ રન વે પે . . . .