Tuesday, 23 September 2014

બકા, બકા બકા નહિ કરવાનું ?



કહેવાય છે કે "બકા" શબ્દ વાપરવાથી દુનિયા ના મોટા ભાગ ની મુસીબતો નું નિરાકરણ આવી જાય છે. . .  અને અમે ખુફિયા ઓપરેસન કરી ને જાણ્યું કે દુનિયા ના મહાનુભાવો કઈ રીતે બકા ટેક્નોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે. . .

અને અમને કેટલાક ખતરનાક જવાબ મળ્યા :

* * * * *

" બકા , હું તમારી ખુબ જ આતુરતાથી રાહ જોઉં છું . . . " - ઓબામા એ નરેન્દ્રમોદી ને અમેરિકા મુલાકાત પહેલા પાઠવેલો સંદેશ.

* * * * *

" જો બકા દરેક ચૂંટણી માં હારવાનું નહિ. . . " - સોનિયા ગાંધી એ રાહુલ ગાંધી ને આપેલી સલાહ.

* * * * *

" જો બકા, આપણે અંદરો-અંદર ઝગડવાનું નહિ. . . અને સીટો ની વહેચણી કરી દેવાની . . . " - અમિત શાહે ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી.

* * * * *

" જો બકા, ચૂંટણી સભાઓ માં કવિતાઓ ગાવા ની નહિ. . ." - અરવિંદ કેજરીવાલે કુમાર વિશ્વાસ ને જણાવ્યું.

* * * * *

" જો બકા, હું બંગલો ખાલી નહિ કરું . . . " - અજીત સિંહે સરકાર ને જણાવ્યું.

* * * * *

" જો બકા, હવે એકાદ ફિલ્મ તો સારી કર, દર વખતે  શું કામ નામ ડૂબાવે છે. . . ' - અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક ને જણાવ્યું.

* * * * *

" જો બકા, કોથમીર અને કાશ્મીર વચ્ચે જમીન આસમાન નો ફરક છે, ગપ્પાબાજી કરવાની નહિ. . . ' - જરદારી એ બિલાવલ ને સમજાવ્યું.

* * * * *

" જો બકા, દરેક વાત પર આંદોલન અને ધરણાં કરવા બેસી જવાનું નહિ. . . " - અન્ના હઝારે એ શ્રીમાન કેજરીવાલ ને સમજાવ્યું.

* * * * *

" બકા, બહુ ટણી નહિ કરવાની . . . " - નરેન્દ્રમોદી એ નવાઝ શરિફ ને સંભળાવી દીધું.

* * * * *

" જો બકા, ભૂખ્યા પેટે ભજન ના થાય . . ." - એક ગુરુજી એ એ શિષ્ય ને સમજાવ્યું.

* * * * *

" બકા, ઉક્રેન તો અમે લઈને જ જંપવાના, થાય તે ભડાકા કરી લેવાના . . . " - રશિયા ના પુટીને ઓબામાને ચોખ્ખું સંભળાવી દીધું.

* * * * *

બકા, ફેસબુક પર બકા બકા નહિ કરવાનું . . . ફેસબુક પર હવે બકા યુદ્ધ છંછેડાઈ ગયું છે. . . !!

Saturday, 20 September 2014

તમને કઈ વાંધો?


તમને કઈ વાંધો? 

જ્યાર થી દીપિકા પાદુકોણે એ હિંમત બતાવી છે ત્યારથી હવે કોઈ પણ જણ એવું કહેતો જોવા મળે છે કે : " તમને કઈ વાંધો? "

અમે કેટલાક મહાનુભાવો ને પૂછ્યું તો અમને પણ જવાબો આવા જ મળ્યા :

* * * * *

 " હા, મેં પાકિસ્તાન નો હેન્ડપંપ છીનવી લીધો છે અને તેનો ઉપયોગ કરી ને જ અહી પાણી પીંઉ છું, તમને કઈ વાંધો? "

 - સની દેઓલ

* * * * *

" હા, હું હવે સાડી પહેરીને જ ફિલ્મો કરીશ એ પણ દરેક ફિલ્મો માં, તમને કઈ વાંધો?

- મલ્લિકા શેરાવત

* * * * *

" હા, મારી મોટા ભાગ ની ફિલ્મો ફ્લોપ છે અને આવનારી ફિલ્મો પણ મારા કારણે જ ફ્લોપ થશે, તમને કઈ વાંધો?

- અભિષેક બચ્ચન

* * * * *

" હા, મેં આ વખતે પેટા ચૂંટણી માં પ્રચાર ના કર્યો એટલે જ અમે ઘણી બેઠકો જીત્યા, અને હવે દરેક વખતે હું પ્રચાર નહિ જ કરું, તમને કઈ વાંધો? "

- રાહુલ ગાંધી

* * * * *

" હા, અમે લવ જેહાદ ના કારણે જ ઉત્તરપ્રદેશ ની પેટા ચૂંટણી માં હાર્યા, અને અને કદાચ હજુ પણ હારતા રહીશું, તમને કઈ વાંધો? "

- અમિત શાહ (ભાજપ)

* * * * *

" હા, અમે સાહેબ ના આંધળા ભક્ત છીએ અને તેમની જ ભક્તિ કરતા રહીશું , તમને કઈ વાંધો? "

- સાહેબ ના ભક્તો

* * * * *

" હા, અમે નહેરુ પરિવાર ના ભક્તો છીએ, અને તેમના વિરુદ્ધ ક્યારેય ના બોલીએ, તમને કઈ વાંધો? "

- કોંગ્રેસ ના ભક્તો

* * * * *

" હા, હું ધરણા કરતો હતો અને કઈ પણ કારણ વગર પણ હું ધરણા કરતો રહીશ , તમને કઈ વાંધો? "

- માનનીય શ્રીમાન કેજરીવાલ

* * * * *

" હા, હું ક્યારેક આંદોલનો કરીશ અને પછી અચાનક જ ખોવાઈ જઈશ, તમને કઈ વાંધો? "

- અન્ના હજારે

* * * * *

" હા, હું કંટાળાજનક લેખો લખું છું અને આવા જ લેખો લખતો રહીશ, તમને કઈ વાંધો? "

- એક બોરિંગ લેખક

* * * * *

" હા, હું ભારત વિરુદ્ધ બકવાસ કરવાનું સીખી રહ્યો છું અને કરતો રહીશ, તમને કઈ વાંધો? "

- બિલાવલ ભુટ્ટો

# તમને કઈ વાંધો? 

Friday, 19 September 2014

વાતો નાં વડાં - ભાગ : 02




હમણાં ચીન ના રાષ્ટ્રપતિ શી જીનપિંગ ભારત ની મુલાકાતે આવીને ગયા, એ પ્રસંગ ના કારણે કેટલીક વાતો ના વડાં સેકાઈ ગયાં :

* * * * * 

You Said It:

" Do I not destroy my enemies when I make them my friends? ” 

― Abraham Lincoln

///

Hope Mr. India and Mr. China are talking in the same language today . . . !!

#Nims_Said_It

* * * * *

. . . ચાઇનીઝ દોરી, ચાઇનીઝ ફૂડ, અને શું હવે ચાઇનીઝ ગરબા પણ . . . ?

#Desh_Ki_Janta 

* * * * *

. . . ક્યાં કહા, કલ સાબરમતી કે પાસ ગટર કે ઢક્કન ખુલ્લે થે?

કહી વો વંદાલોગ ઔર ઝીનપીંગ કે બીચ કુચ મંત્રણા તો નહિ હુઈ?

કુચ તો ગડબડ હૈ દયા . . . કુચ તો ગડબડ હૈ. . . !! 

#Being_Serious

* * * * *

આજના દિવ્યભાસ્કર ની હેડલાઈન ન છે - ઇંચ થી માઈલ મળ્યા દિલ . . . 

અમે તેમાં થોડો ઉમેરો કરી દીધો : 

ઇંચ થી માઈલ મળ્યા દિલ,

અને,

હવે પ્રજા ભરશે એ ખર્ચા ના બિલ. . . . !! 

( ગમે તે વડો આવી ને જાય પણ છેવટે એ બધા નો ખર્ચો તો પ્રજા ના માથે જ આવતો હોય છે. . . !)

#Desh_Ki_Janta 

* * * * *

ઇતની રોશની સે ઇસ કદર સહેર કો સજાયા ગયા થા, હમે લગા કિસી બડે નેતા કે બેટે કી શાદી હૈ,

નેતા લોગ આયે ઔર એક હી દિન મેં ચલે ગયે, હમેં ક્યાં માલુમ યે તો સિર્ફ રૂપિયો કી બરબાદી હૈ?

(મારી કર્મભૂમિ - શહેર અમદાવાદ ને અર્પણ)

#Nimonics/FB/200 

વાતો નાં વડાં - ભાગ : 02



દેખતે રહીએ દેશ કી લાસ્ટ નંબર કી ન્યુઝ ચેનલ ભંગાર . . . !!


ક્યોટા - જાપાન સે હમારે સાથ હૈ દીપક ચોરસિયા, જો હમ કો બતાયેંગે કી વહા પે ક્યા હો રહા હૈ ?, 

" હાં દીપક, ક્યા તુમ હુમ કો સુન રહે હો? "

”な日、ああp機アヴァjナヒあらひ?”

" ક્યા , કહા - આપ શિખર પર હૈ?

”時、屋はペヴォパへぇおtぁパrバイてぇthてぇパrおtぁバフtチョタにkぁいsィイぇヴォ市kはrパrが八重はい”

” બહુત અસ્છા, હમ કો બતાને કે લિયે કી વહા મેં ક્યા-ક્યા હો રહા હૈ, હમારે દર્શકો કો એ જાન કે બહુત અસ્છા લગા. . . "

- બસ તો હમારે સાથ યુ હી બને રહીએ કયું કી હમ આપકો બતાતે હૈ - આપકી ખબરે સિર્ફ આપકી અપની ભાષા મેં . . .  "

#Bhangar 

Friday, 5 September 2014

વાતો નાં વડાં - ભાગ : 01




You Said It :

એક પોસ્ટ આજ-કાલ બહુ જ ચગી છે એટલે બોસ, મેં તેનું એકાઉન્ટર કરી નાખ્યું છે.

મૂળ પોસ્ટ :

હું જાણી જોઈ ને પેન્સિલ
ની અણી તોડી નાખતો...
કારણ કે આખા ક્લાસ માં સંચો લઇ ને તે
એક જ આવતી. . . !!

મારાથી એકાઉન્ટર થઇ ગયેલી પોસ્ટ :

હું જાણી-જોઈ ને હાથ-રૂમાલ લઇ ને આવતો,
કારણ કે આખા ક્લાસ માં નાક માં થી લેટ ફક્ત તેને જ આવતું . . . !!

////

ખાસ નોંધ:

1. મૂળ લેખક ની લાગણીઓ દુભાવવાનો અહી મારો કોઈ જ ઈરાદો નથી, તેની ખાસ નોંધ લેવી.
2. મહેરબાની કરી ને મન-ગમતી પાઘડી પહેરી લેવી નહિ.

# વાતો નાં વડાં - ભાગ : 01